હમણાં જ આપણે પુસ્તક દિવસ ઉજવ્યો અને સેક્સ્પીયરને યાદ કર્યા તેઓ 16 મી સદીમાં થઈ ગયા,એમના નાટકોના ફિલ્માંકન દ્વારા હજુ પણ ભારતમાં જીવે છે.તેનું મૂળ તો એમના લિખિત પુસ્તકો જ છે.હમણાં જ આપણે કિપલિંગની જંગલબુક નિહાળી જે બે સપ્તાહમાં 118 કરોડે પહોચી છે, આ પણ એક પુસ્તકનો જ પ્રતાપ છે.જો ફિલ્મો પુસ્તક પરથી જ અસ્તિત્વમાં આવે છે તો પછી ભારતીય સાહિત્યમાં કેમ નહી?આવી જ હાલત ગુજરાતી સાહિત્યમાં પણ છે.ગુજરાતી ફિલ્મો હવે તો નવિન વિષયવસ્તુ સાથે આવે છે તો ખરી પણ સાહિત્યને કેમ માન નથી અપાતું?એક તરફ પાશ્ચાત્ય વિચારો અપનાવવા પર ખચકાટ છે તો બીજી તરફ વિદેશી પુસ્તક પરની ફિલ્મો હોંશેથી જોવાય છે. આ પણ વિચારવા જેવી વાસ્તવિકતા તો છે જ.' અમૃતા 'ને જ્ઞાનપીઠ મળ્યો એ વાત આપણાથી અજાણ નથી પણ કેટલા લોકોએ આ અમૃતા વાંચી? , કેટલા લોકોને વિચાર આવ્યો કે આ કૃતિ પણ એક ફિલ્મની હકદાર છે? છેલ્લે એક વાત...કદાચ આપણા આધુનિક વિચારો સાહિત્ય પર હાવી તો નથી થતા ને ?
Showing posts with label divy bhaskar. Show all posts
Showing posts with label divy bhaskar. Show all posts
Wednesday, November 16, 2016
Sunday, March 6, 2016
વાચક સંવાદ...(ચર્ચા પત્રો )
વાચક સંવાદ,દિવ્ય ભાસ્કર...
"ભારત ખેતી પ્રધાન દેશ છે " આ વાક્ય આપણે ગર્વથી કેટલાય સંવાદોમાં વાપરીએ છીએ અને ખાસ કરીને જ્યારે નેતાઓની વાત કરવામાં આવે તો તેમના ભાષણની તો શરૂઆત જ આ મહાન વાક્યથી થાય છે. પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ખેડૂત આત્મહત્યાનો શિકાર બને છે. આવા શોક ભયાઁ વાતાવરણમાં ખેડૂતના પ્રશ્નોને સમજવાને બદલે ખેડૂત-ભક્તિની વાતો કરતા આજના આ મહાન નેતાઓ બફાટ કરે છે ... " ખેડૂતોની આત્મહત્યા એતો હવે ફેશન બની ગઈ છે" મારે એ નેતાઓને એટલું જ કહેવું છે કે...તમે આવા ખેડૂતોના કિમતી મતથી તો નેતા તરીકે ફરજ બજાવતા થયા છો બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે આવા ધરતીપુત્રોની કાળી મજૂરીથી તો તમારો પરિવાર નભે છે છતાંય ભુમિપુત્રો માટે આવી તૃચ્છભાષા...આપણને નથી લાગતુ કે આપણા નેતાઓ બહુ વધારે મહાન થઈ ગયા છે.
Subscribe to:
Posts (Atom)

