Showing posts with label Books Review. Show all posts
Showing posts with label Books Review. Show all posts

Wednesday, March 14, 2018

વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગના અદ્ભુત પુસ્તકો



વિશ્વના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગે 76 વર્ષની વયેમાં અંતિમ શ્વાસ લીધાં છે. સ્ટીફન હૉકિંગે 'અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઈમ' નામનું પુસ્તક પણ લખ્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં સેન્ટર ઑફ થિયોરેટિકલ કોસ્મોલૉજીની શોધ કરનાર સ્ટીફન હૉકિંગ હતા. વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ છેલ્લા કેટલાંય વર્ષોથી વ્હીલચેરનાં સહારે હતાં. સ્ટીફનને 21 વર્ષની વયે જ ડૉક્ટરોએ જણાવી દીધું હતું કે, તેમને મોટર ન્યૂરોન નામની બીમારી છે. જેનો સમગ્ર વિશ્વમાં કોઈ ઉપચાર નથી.

તસવીરઃ- Google Photo

 સ્ટીફનનું નિધન લંડનના કેમ્બ્રિજમાં આવેલા તેમના નિવાસસ્થાને થયું છે. સ્ટીફન પાસે કુલ 12 ડિગ્રી હતી. સ્ટીફનના કાર્યને માન આપી તેમને અમેરિકાના સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન પણ અપાયું હતું. વર્ષ 1974માં બ્લેક હોલ્સ પર સંશોધન કરનાર સ્ટીફન સાયન્સની દુનિયાના સેલિબ્રિટી માનવામાં આવે છે. મોટર ન્યૂરોન નામની બીમારી સ્ટીફનનું મગજ જ કામ કરતું હતું. તેમના શરીરનું એક પણ અંગ કામ નહોતું કરતું. સ્ટીફન હૉકિંગે ધ ગ્રાન્ડ ડિઝાઈન, યૂનિવર્સ ઈન નટશેલ, માઈ બ્રીફ હિસ્ટ્રી, ધ થિયરી ઓફ એવરીથીંગ જેવા અનેક મહત્વના પુસ્તકો લખ્યાં છે.

સ્ટીફને સફળતાના રહસ્ય વિશે વાત કરતાં જણાવેલું કે, વૈજ્ઞાનિક બનવામાં તેમની બીમારીનું મોટું યોગદાન છે, બીમારી પહેલા તે અભ્યાસ પર વધારે ધ્યાન નહોતા આપતા, પરંતુ બીમારી દરમ્યાન તેમને લાગ્યું કે તેઓ લાંબો સમય સુધી જીવી શકે તેમ નથી, માટે તેમણે સંપૂર્ણ ધ્યાન પોતાના સંશોધન કાર્ય પર લગાવી દીધું હતું. મૃત્યુ વિષે તેમણે જણાવેલું કે, હું મોતથી નથી ડરતો, મને મરવાની કોઈ ઉતાવળ પણ નથી, પરંતુ મોત પહેલા મારે બીજા ઘણાં કામ કરવાના બાકી છે. હોકિંગના વધુમાં જણાવેલું કે, ઈશ્વરે બ્રહ્માંડની રચના નથી કરી. ધ ગ્રેટ ડીઝાઇન નામના પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, બ્રહ્માંડની રચના આપ મેળે જ થઈ છે.

બ્લેક હોલ્સ અને બીગ બેંગ જેવી ખગોળીય ઘટનાઓ પર તેમના સંશોધનથી દુનિયાને સમજવા માટે અન્ય વૈજ્ઞાનિકોને પણ મદદ કરી હતી. આ સિવાય સ્ટીફને ધી ગ્રાન્ડ ડિઝાઈન, યુનિવર્સ ઈન નટશેલ, માય બ્રીફ હિસ્ટ્રી, ધી થિયરી ઓફ એવરીથિંગ જેવા ઘણાં પ્રખ્યાત પુસ્તકો પણ લખ્યા છે.

વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ પર BBCએ એક ડોક્યુમેન્ટરી તૈયાર કરી હતી. જેનું નામ એક્સપિડિશન ન્યૂ અર્થ રખાયું છે. આ ડોક્યુમેન્ટરીમાં સ્ટીફન હોકિંગ્સ અને સ્ટીફનના સ્ટુડન્ટ ક્રિસ્ટોફ ગલફર્ડ પૃથ્વી બહારની દુનિયામાં માનવજાતિ માટે જીવનની શોધ કરતા નજરે પડે છે. આ ડોક્યુમેન્ટરીમાં હોકિંગ્સે દાવો કર્યો છે કે, 100 વર્ષની અંદર જ પૃથ્વી વિનાશ પામશે, તેથી તમામ લોકોએ પૃથ્વી છોડીને અન્ય ગ્રહ પર ચાલ્યાં જવું જોઈએ. આ બાબતે તેમએ જળવાયુ પરિવર્તન, વધી રહેલી વસ્તી અને ઉલ્કા પિંડોના ટકરાવથી પેદા થનારી પરિસ્થિતિઓથી બચવા માટેની વાત પણ કહી છે. આ ડોક્યુમેન્ટરીમાં તેમણે કહ્યું છે કે, માનવજાતિએ જો જીવતું રહેવું હોય, તો તેમણે અન્ય કોઈ ગ્રહ પર જીવનની શોધ કરવી પડશે. હોકિંગ્સે વિશ્વને ચેતવણી આપતાં કહ્યું છે કે, ટેકનિકલ વિકાસની સાથે સાથે માનવીની આક્રમકતા વધુ ખતરનાક થઈ છે.

વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ગણિતની ડિગ્રી હાંસલ કરવા ઈચ્છતા હતા. જોકે તેમને ઓક્સફોર્ડમાંથી ગણિતની ડિગ્રી અપાઈ નહોતી. જેથી તેમણે ફિઝીક્સ અને કેમિસ્ટ્રીનો અભ્યાસ શરૂ કર્યો હતો. ઓક્સફોર્ડમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી Ph.Dનો અભ્યાસ કર્યો હતો.

સ્ટીફન હૉકિંગના અદ્ભુત પુસ્તકો


1) અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઈમ


બ્રહ્માંડના રહસ્યો પર તેમને ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ પુસ્તક લખ્યું હતું. જે બેસ્ટ સેલરમાં રહ્યું હતું. બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ પુસ્તકે તેમને દુનિયાભરની લોકપ્રિયતા અપાઈ હતી. હોકિંગ્સના બ્રહ્માંડ વિશેના રહસ્યો દર્શાવતા આ પુસ્તક લખતી વખતે જ બીમાર પડી ગયા હતા.

2) ધ ગ્રાન્ડ ડિઝાઈન




3) યૂનિવર્સ ઈન નટશેલ





4) ધ થિયરી ઓફ એવરીથીંગ


5) બ્લેક હોલ્સ (BCC)




6) ઓન ધ સોલ્ડર્સ ઓફ જાઈન્ટ્સ



7) માઈ બ્રીફ હિસ્ટ્રી



8) જ્યોર્જ એન્ડ બ્લૂ મૂન



સ્ટીફન હૉકિંગે બાળકો માટે તાજેતરમાં જ એક પુસ્તકમાં પ્રકાશિત કરી હતી. જેનું નામ "જ્યોર્જ અને બ્લૂ મૂન" હતું. આ પુસ્તકમાં જ્યોર્જ અને એની એમ 2 વ્યક્તિની વાત કરવામાં આવી છે. જે કોસ્મિક વોટર-વર્લ્ડ્સમાંના એક સેટ પરના રહસ્યોને ઉકેલવા માટે બહાર નીકળ્યા છે. તે સહસ્યો હતાં કે, ત્યાં બરફના પોપડાની નીચે જીવન છે? ત્યાં રોબોટ્સ ક્યાંથી આવ્યા હતા અને તેમને કોણ નિયંત્રિત કરી રહ્યું છે? આ પુસ્તકના બંને યુવાન નાયકો મંગળ પરનો તાલીમ કાર્યક્રમ જીતી ગયા છે. આ તાલીમમાં ખતરનાક અને અનપેક્ષિત ટ્વીસ્ટ હતાં. અચાનક જ બંને મિત્રો પોતાને જીવીત રાખવા માટે લડી રહ્યાં હોય છે. જેઓ લાલ ગ્રહ પર સેટ થયેલ ભૂખના ખેલ કરી મહસૂસ કરી રહ્યાં હોય છે. અગ્રણી વૈજ્ઞાનિકોની હકીકતો અને નિબંધો સાથેની સ્ટીફનની અત્યાર સુધીની સૌથી રોમાંચક પુસ્તક છે.

સંદર્ભ-સૂચિઃ-

વધુ જાણવા માટે ક્લિક કરો...........(Stephen Hawking The Official Website)