Showing posts with label Village life.... Show all posts
Showing posts with label Village life.... Show all posts

Wednesday, June 17, 2020

શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત ગંભીર, વીડિયો પુરો જોવા વિનંતી...

  • કોરોનાને રોકવા સરકારે લોકડાઉન તો લાધ્યું પણ આ લોકડાઉનથી ખેડૂતોની હાલત ગંભીર બની છે. 
  • ખેતરમાં 4 મહિનાની કાળી મજૂરી કર્યા બાદ તૈયાર થયેલ ગવારને આજે ખેડૂત માણસની જગ્યાએ ગાય-ભેંસ ખવરાવવા મજબૂર બન્યો છે,
  • 3 મજૂરને 500 રુપિયા મજૂરી આપી વિણેલા ગવારનો બજારમાં માત્ર 150 રુપિયા ભાવ મળે છે, 
  • આ ગવારને બજાર સુધી પહોચાડવાનો ખર્ચ 150 રુપિયા થાય છે...
આ પાછળ મૂળ 5 કારણ જવાબદાર છે...
  1. બજારમાં માંગ ઘટી
  2. ખેડૂતોને શાકભાજીનો પુરતો ભાવ ન મળવો
  3. માર્કેટમાં ચાલતી એજન્ટ અને વચેટિયાશાહી
  4. સરકારે ખેડૂતોની મૂળ સમસ્યા પર કોઇ ધ્યાન જ આપ્યું નથી,
  5. શાકભાજી માર્કેટ સુધી પહોંચવાનો ખર્ચ વધુ થાય છે, સામે પુરતો ભાવ નથી...

Thursday, May 14, 2020

#LockdownDiary: બનાસકાંઠાના પશુપાલકો દૂધને ગટરમાં રેડવા મજબૂર...

  • બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારમાં આવેલી 46 દૂધ મંડળીઓનું દૂધ લેવાનું બંધ કરતા હજારો પશુપાલકોની હાલત કફોડી બની છે.
  • હાલમાં 45 દૂધ મંડળીઓનું દૂધ લેવાનું બનાસ ડેરીએ બંધ કર્યું છે, માત્ર એક આસેડા ગામની દૂધ મંડળીમાં જ 1150 જેટલા દૂધ ગ્રાહકો છે અને આ ગ્રાહકોનો દર મહિને દોઢ કરોડ રૂપિયાનો પગાર લે છે. હવે આ ગામના પશુપાલન પર નભતા લોકોને દર મહિને દોઢ કરોડનું સીધું નુકશાન છે.
  • પશુદાણ અને ઘાસચારો મોંઘો છે, પશુદાણની એક બોરી પર 300થી 400 રુપિયાનો વધારો કરી દેવાયો છે.
  • 45 દૂધ મંડળીઓમાં અંદાજે 20 હજાર જેટલા પશુપાલકો રોજ દૂધ ભરાવે છે, પરંતુ આ તમામ પશુપાલકોનું દૂધ બંધ થતા લોકો રઝળી પડ્યા છે.
  • બીજી તરફ દૂધનો નિકાલ પણ કઈ રીતે કરવો એ પણ એક સમસ્યા છે, જેના કારણે કંટાળેલા પશુપાલકો દૂધ હવે ગટરો રેડી છે કે પછી કૂતરાઓને પીવડાવીવા માટે મજબૂત બન્યા છે.
  • સરકાર આ પશુપાલકોનું દૂધ ખરીદે તો જ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે.
  • લોકડાઉનના સંકટમાં ડેરી પ્રશાસને દાણના ભાવ ઓછાં કરવા જોઇએ...

Tuesday, April 28, 2020

લોકડાઉન ડાયરીઃ દેસી AC...

પસ્તીના કોથળા અને ટપકમાંથી નિવૃત થયેલી નળી...

જેમાંથી અનાજ સોંસરુ નિકળી જાય એવા વપરાશ બહારના કોથળા અને ટપક સિંચાઈમાંથી નિવૃત થયેલી નળી જે પાંણીના દંદૂળા કરતી હોય...સાથે ચીકણી માટીનો લેપ, જે પલળે એટેલે એની સુગંધ ભરેલા પેટે પણ માટી ખાવાની લાલસા જન્માવે...એવી આ ગામડાંની AC...હવે મોબાઈલ આવ્યાં એટલે જૂના ટબલાના જે વાયર પડ્યાં હોય એને ટેકે કોથળા લડકાવવાના...



હૈદરાબાદમાં રામુદાદાની ઓફિસમાં AC એટલું બધુ ઠુંડુ હોય કે, સ્ટોરીયું ચેક કરતા ગુસ્સો આવે તો શાંત કરે દે. જેવી ઓફિસ છોડો કે, હૈદરાબાદી સીધી ગરમી દઝાડે...6 મહિને જ્યારે ઘરે આવું તો ગામડાંની આગઝારતી ગરમી અને ઈય પાછી હીટ સિટી ઇડરના ગામડાની ગરમી વાટ લગાવી દે...આ વખતે 10 દિ માટે ઘરે આવ્યો હતો, પણ કોરોના લોકડાઉને મારી મને ડાઉન કરી નાખ્યો છે....જેથી હવે ગરમીથી રહેવાતું ન થ...

કુત્રિમ પણ કુદરતી લાગતી આ એસીમાં વર્ક ફોમ હોમ કરવાની મજા આવે, પણ નેટવર્કના ધાંધિયા તો ખરા જ...ગામની ગરમી સહન ન થઈ એટલે જ આ વિચાર આવ્યો જૂના કોથળા શોધી દેસી એસી બનાવી છે....જ્યાં સુધી લોકડાઉન ખુલે નહીં ત્યાં ટાઢા વાયરામાં કામ કરીશું...

સાધન સામગ્રી-

કામ ન લાગે એવા 3 કોથળા

ટોલિફોન ટબલાનો એક વાયર

ટપકમાંથી કાંઢી નાખેલી નળી

લોકડાઉન ડાયરી: ગામઠી જીવન, જે કદાચ વિસરાઈ ગયું...

મને લોક ડાઉને સમજાવ્યું કે, અંતે ગામડું જ તમારી સફળતાનું નિમેત બન્યુ છે. કદાચ બધાની કહની અલગ અલગ હોઇ શકે પણ એક ગ્રામિણ વિચારસુઝ તો છે જ. જે બધા પાસે એક જ હતી, છે અને રહેશે...જે આપણા બધાની સફળતા અને નિષ્ફળતામા સાથે હોય છે...



શહેરમા રહેતા તમામ ગામઠી-શહેરુ લોકોની પોત પોતાની એક અલગ અલગ સ્ટોરી છે, જેનાથી ઍ બધા લોકો ગામથી શહેર તરફ ગયા...આ સિદ્ધિઓમા ક્યાક એવા માણસોની મદદ, ફરજ, હક્ક સંતાયેલા છે...જે મા-બાપ, શિક્ષક, મિત્રો, ગામઠી ગર્લફ્રેન્ડ, પ્રકૃતિ વગેરે વગેરે, આજે પણ આ લોકો જીવે છે, ફર્ક બસ એટલો જ છે કે આપણે થોડા મોટાં થઈ ગયા છીએ અને થોડાક પૈસા પણ વધી ગયા છે...આ એજ લોકો છે, જે કદાચ હાલ શહેરિયોને સાહેબ કહીને બોલાવે છે, જે દેખાય એને સાચુ માને એવા ભોળા લોકો...

આજે આપણને ગામડાંના ખેડૂતની સમસ્યા કરતા સિનેમાની ટિકિટ વધારે મોંઘી લાગી રહી છે, પણ આજે જુઓ ઍ ખેડૂત જ આજે દેશ ચલાવી રહ્યો છે. ઍ મહિલાઓને કારણે જ શહેર સુધી દૂધ પહોચી રહ્યું છે...ઍ ખેડૂતને લીધે જ શાકભાજી મળી રહ્યું છે...

આ ટેકટર ખેતર અને ગીતથી એજ સમજાય છે કે, આપણી સફળતાના સુખમા ક્યાક આ નિમેત બન્યુ છે...

તો ચાલો એક લિસ્ટ બનાવી એવા લોકોને મળી લઈએ જેમને આપણેને મદદ કરી છે...એવા શિક્ષકોની મુલાકાત કરીયે જમણે પ્રાથમિકમા પાઠ ભણાવ્યા છે...જેમને મારી મારીને વાંચતા કર્યા હતા. એવા મિત્રોને મદદ કરી લઈએ જેમને સાચો ખોટાનો વિચાર કર્યા વગર આપણી સાથે રહ્યાં છે... મેં તો લિસ્ટ બનાવી શરુઆત કરી લીધી છે પણ તમે...

Monday, February 17, 2020

રંગ બદલતું ગુજરાત...




આપણું નવું દિવાળીએ પણ ઉજવણી 31

રંગ બદલતું ગુજરાત...શું તમે આ ગુજરાત જોયું? વીડિયો પુરો જોવા વિનંતી

Monday, July 8, 2019

આદિવાસીઓની "ચડોતરુ પરંપરા", અન્યાય-બદલાની ભાવના...

એક ગામમાં છેલ્લા આઠ મહિનાથી એક યુવકનો મૃતદેહ વૃક્ષ પર લટકાવી રાખવામાં આવ્યો હોય અને આ યુવકની લાશના કોઈ શાસ્ત્રોક્ત અંતિમ સંસ્કાર ન થયાં હોય એવું સાંભળ્યું છે? એક પરિવાર ન્યાય મેળવવાની લડત માટે અનેક માહિના સુધી નહીં પણ વર્ષો સુધી જંગે ચડે છે, જ્યાં સુધી ન્યાય ન મળે, ત્યાં સુધી મૃતદેહ ઝાડ સાથે કે ગામના પાદરે લટકાવી રાખે છે. જી...હા...આજે આપણે એક એવી પરંપરાની વાત કરીશું જ્યાં સદીઓથી ચાલી આવતી પરંપરાને નામે લોકો માનવતાની મહાનતા છોડીને વિચાર્યા ન હોય એવા કૃત્યો કરે છે.


આ વિસ્તારમાં ચડોતરુ પરંપરા
આજે આપણે સાબરકાંઠામાં ખેડબ્રહ્મા નજીક આવેલા પોશીના વિસ્તારની ચડોતરુ પરંપરા વિશે વાત કરીશું. હાલમાં એક ટાઢીવેડી ગામે છેલ્લા 8 મહિનાથી મૃતદેહ અન્યાય સામે લડત આપી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, અહીં ખેડબ્રહ્માના આંજણી ગામે કામ કરતા એક યુવકની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. આ ઘટના અંગે પોલીસનું કહે છે કે, સમગ્ર ઘટના આત્મહત્યાની છે, પરંતુ પરિવારજનોનો આક્ષેપ કરી રહ્યાં છે કે, યુવકની હત્યા થઈ છે. આમ, પરિવારના લોકોએ પોતાની સાથે અન્યાય થયો છે. એ વાત પર ભાર મુકી ન્યાય મેળવવા છેલ્લા 8 માસથી લાશને લટકાવી રાખી છે. સ્થાનિક ભાષામાં આવી મૃતદેહ લટકાવી રાખવાની ઘટનાઓને 'ચડોતરુ' કહેવામાં આવે છે. કહેવાય છે કે, આવું વારસાગત રીતે ચાલી આવ્યું છે. જેથી લોકોએ આને પરંપરા માની લીધી છે. ચડોતરુ કરી અહીંના લોકો ન્યાય મેળવવાની ખોટી જીદ કરી છે. આ બાબતે સ્થાનિક પોલીસ લાશનો પોસ્ટમોર્ટમ કરે તો પણ અહીંના લોકો પોતાની જીદ છોડતા નથી. આવી ઘટનાઓ ગુજરાતના ખાસ એક વિસ્તારમાં બને છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના વિસ્તારમાં બને છે. આ વિસ્તાર ગુજરાત-રાજસ્થાન બોર્ડરથી 2 કિમી દૂર છે.

મજાની વાત એ હોય છે કે, મૃત વ્યક્તિના સગાંસંબંધીઓ દુઃખ વ્યક્ત કરવાને બદલે અભિમાન સાથે લાશને ઝાડ પર લટકાવી રાખે છે અને નોર્મલ લાઈફ જીવતા હોય છે. તાજેતરની ઘટના પહેલા પણ પોશીનામાં એક ઘટના બની હતી. જેમાં એક લાશ 22 વર્ષ સુધી એક ઝાડ સાથે લટકી રહી હતી. આવું પરંપરાગત રીતે ચાલે છે. જેને 'ચડોતરુ' કહેવામાં આવે છે. આ પરંપરા સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગર અને ભિલોડા સહિતના આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. આમ, તો લોકો આને ન્યાય માગવાનો રસ્તો ગણે છે, પણ ખરા અર્થમાં આ એક બદલો લેવાની પરંપરા છે. જે પેઢીઓથી ચાલી આવી છે. જોકે, હવે આ પરંપરાને સામુદાયીક મોભા સાથે સરખાવવામાં આવી રહી છે.



ચડોતરાની શરૂઆત
ચડોતરાની શરૂઆત એવી રીતે થાય છે કે, જ્યારે એક પક્ષ બીજા પક્ષને આરોપી જાહેર કરે છે, ત્યારબાદ બંને પરિવાર સમાધાન માટે સમુદાય (પંચ)ના વૃદ્ધોની પાસે જાય છે. જો સમાધાન થયું તો વળતરમાં મળતા 10 ટકા પૈસા વૃદ્ધો લઈ લે છે. અહીં બીજી એક વાત ધ્યાનમાં રાખવામાં આવી છે કે, વળતરના પૈસા સામેના પક્ષની આર્થિક ક્ષમતા અને સામાજિક મોભાને આધારે નક્કી થાય છે. વતતર માટે મોટાભાગે 50-80 લાખ રૂપિયાની શરૂઆતી માગ હોય છે. જે અંતે તો 5-6 લાખ રૂપિયા સુધી આવી જાય છે. આ સિવાય સામધાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વળતરની રકમમાંથી જ ગોળ ખરીદાય છે, જે લોકોમાં વહેંચવામાં આવે છે. આ પરંપરા સૌથી વધુ ડુંગરી ગરાસિયા ભીલ આદિવાસીઓમાં પ્રચલિત છે. આ લોકો કાયદાકીય કાર્યવાહી કરતા પણ પરંપરાને વધુ પંસંદ કરે છે. આવું સૌથી વધુ પ્રેમ સંબંધોને કારણે થાય છે. આ પરંપરામાં કોઈનું અપ્રાકૃતિક મૃત્યુ થાય, જેમાં હત્યાની આશંકા હોય. એવા સંજોગામાં વળતરની માગ કરવામાં આવે છે. જે પૈસા પેટે કે મોત સામે મોતની હોય છે. અહીં બીજી એક વાસ્તવિકતા જાણવી જરૂરી છે કે, જો કોઈ વળતર પેટે પૈસા આપે તો એક પીડિત પરિવાર અને સમુદાયના આગળ પળતા નેતાઓમાં વહેંચી દેવામાં આવે છે. હવે એક વાત સાબિત થાય છે કે, આ પરંપરા માટે પરિવારજનો તૈયાર ન હોય તો પણ તેમને ઉકસાવવામાં આવે છે અને એ પણ માત્ર પૈસા માટે જ. આવા સામુદાયીક નેતાઓ ભોળા લોકોમાં ઝેર ભરે છે. અંતે આવી પરંપરાનો જન્મ થાય છે. આવી ઘટનાઓ ખુબ જ આંતરિયાળ અને સુમસામ વિસ્તારમાં વધુ જોવા મળે છે.



તો શું લોકો બદલાયા નથી?
આટલું વાચ્યાં પછી એવું ચોક્કસ થાય કે, આ લોકો બદલાયા નથી? હા બદલાયા છે, પણ ક્યાંક સામુદાયીક નેતાઓને પૈસાની ભૂખ છે, તો ક્યાંક દારૂ પીવા પૈસા ન હોય તો આવી પરંપરાઓ જન્મ લે છે. જોકે, લોકો તો આ ઝંજાળમાંથી નીકળવા જ માંગે છે. આદિવાસી લોકોમાં આજે પણ એવી પરંપરાઓ ચાલી આવી રહી છે. જે વિચિત્ર છે. જેમકે આપણે ત્યાં લિવ-ઈન-રિલેશનશીપની વિભાવના થોડાંક સમય પહેલા જ આવી પરંતુ આદિવાસી લોકોમાં આ પરંપરા ક્યારથીય ચાલી રહી છે. આજે પણ દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં 5-8 બાળકો બાદ સ્ત્રી-પુરુષ લગ્ન કરે છે. બીજી એક બહુપત્નીત્વ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ બધુ આપણા માટે જ નવું છે, પણ ત્યાંના લોકો માટે આમાં કોઈ નવાઈ છે જ નહીં. આમ તો સ્થાનિક આદિવાસી લોકો માયાળું હોય છે, પણ જો કોઈ ભૂલ થઈ જાય તો એનું પરિણામ બહુ વિચિત્ર આવે છે. દેવી-દેવતાઓમાં વધુ માનનારી આ પ્રજા દેવને ખુશ કરવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. જો કોઈ દેવ વિરોધી કૃત્ય કરે તો પરિણામો બહુ ખરાબ આવે છે. અહીંના લોકો આંખો બંધ કરીને લોકોને જીવતા સળગાવી દે, મારી નાંખે છે, બલી ચડાવી દે છે. જો કોઈ છોકરાને આદિવાસી છોકરી સાથે પ્રેમ થઈ જાય તો છોકરીનો ભાઈ કે માતા-પિતા હોંશે હોંશે લગ્ન કરાવે છે, પરંતુ જો કોઈ પરણીત સ્ત્રી સાથે પ્રેમની વાત પણ જાણવા મળે તો લોકો તીર કામઠાંથી જીવતા માણસને વીંધી નાખે છે.

તો પોલીસ શું કરે છે?
આવું વારસાગત રીતે ચાલી આવતું હોવાથી લોકોએ પરંપરા માની લીધી છે. જોકે, ચડોતરુ કરી અહીંના લોકો ન્યાય મેળવવાની જીદ કરી છે. ખરેખર એ ખોટું છે, પરંતુ ત્યાંના અભણ લોકોને એ બાબતનું પણ ધ્યાન છે કે, પોલીસ કે કોર્ટથી ન્યાય મળવામાં 'તારીખ પે તારીખ' મળતી રહેશે, થશે કંઈ નહીં. જોકે, પોલીસ લાશનો પોસ્ટમોર્ટમ કરે અને સાચુ કારણ બહાર લાવે તો પણ અહીંના લોકો પોતાની જીદ છોડતા નથી. અહીંના લોકોનું કહેવું છે કે, આ અમારી સમસ્યા છે, તમે દૂર રહો નહીંતર તમે પણ શિકાર થઈ જશો. બીજી તરફ પોલીસ કાર્યવાહી કરવા જાય તો આખુ ગામ પોલીસ પર હુમલો કરે છે. જેથી ટોળા વિરૂદ્ધ કોઈ કેસ પણ નોંધાતો નથી. અહીં જતા પોલીસ પણ ડરે છે. સામાજિક જાગૃતિ માટે કેટલીય સંસ્થાઓ કામ કરે છે, પરંતુ એ લોકો પણ સ્થાનિક પરંપરા વિરૂદ્ધ જવા માંગતા નથી. એકંદરે ન્યાય મેળવવાની આ જીત ખોટી છે.

નોંધ:- આ પરંપરા વિશે એક ગુજરાતી "અમુ આદિવાસી" નામની ફિલ્મ રિલીઝ થઈ છે. જેમાં પ્રેમ પ્રકરણ મુદ્દે 'ચડોતરુ' પરંપરાની વાત કરવામાં આવી છે. 

 


Monday, February 20, 2017

ભવાઈ દ્વારા સમાજ જાગૃતિ...

     આધુનિક યુગમા ન્યૂ-મીડિયા સતત વિકસતુ માધ્યમ બન્યું છે. તેની સામે ઉત્તર ગુજરાતના મોટા-ભાગના જીલ્લાઓમા ભવાઈ  જેવા પરંપરાગત  માધ્યમ દ્વારા લોક જાગૃતિ તથા મનોરંજન  કાર્યક્રમો થાય છે.
     પાટણ જિલ્લાના સરવા ગામે આવો જ એક ભવાઈ  કાર્યક્રમ  રાખવામા  આવ્યો છે. જેમા વ્યસન મુક્તિ, સ્વચ્છતા, શૌચાલય જાગૃતિ, મતદાન જાગૃતિ જેવા મુદ્દાઓ ઉપર ભાર મૂકાયો  છે.
     લોક-નાટ્ય  ભવાઈ  ગામના મંદિરને ઓટલે  કે ચોકમા થાય છે. સંગીત, નૃત્ય અને  અભિનય દ્વારા સામાજિક  દુષણો  તથા સ્થાનિક  પરિસ્થિતિને  ભવાઈ-વેશોમા પરિવર્તિત  કરી કાર્યક્રમો  યોજાય છે.
     બીજી  તરફ  ગ્રામજનોની  નાટક-સિનેમાની તૃષા સસ્તામા ઘેર બેઠા સંતોષાય છે. ભવાઈના સંવાદો, રાસ-રાસડા, ગરબા-ગોફગૂથણ તથા અભિનય કર્તાઓની  પ્રેક્ષકો  સાથે સીધુ તાદાત્મ્ય  બની રહે છે. ભવાઈનુ સંગીત  તળપદી અને સ્થાનિક લોક બોલીમા હોવાથી તેમા વાત્સલ્ય, કૌટુંબિક  પ્રેમ, સામાજિક  લાગણી હોય છે.
     તૂરી સમાજ આવી ભવાઈ સાથે  જોડાયેલો છે. આપણી સરકારે પણ આવા કાર્યક્રમો પ્રોત્સાહન આપ્યુ છે. માહિતી નિયામકની કચેરી  દ્વારા  આવા વારસાને  જાળવી રાખવાના તથા ભવાઈને સામાજિક  કાર્યકર્તા જેમ સ્વીકારી છે.
તસવીરઃ-કલ્પેશમકવાણા

Tuesday, February 14, 2017

બુઢાપાનો સહારો - બેટી બચાવો...

તસવીરઃ-કલ્પેશ મકવાણા 
તસવીરઃ-કલ્પેશ મકવાણા 

તસવીરઃ-કલ્પેશ મકવાણા 

Sunday, January 8, 2017

ગતિશીલ ગુજરાતની ગતિ...

તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા

Wednesday, November 23, 2016

Wednesday, November 16, 2016

તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા

Sunday, November 13, 2016

તસવીર:-કલ્પેશ મકવાણા

તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા

Sunday, March 6, 2016

ઘરનો ગેટ...

                           ગામડાના ઘરનો ગેટ...

તસવીર:-કલ્પેશ મકવાણા

 

Tuesday, February 9, 2016

રોટલો રળતી રેલગાડી...

                         '' ઊંટલારી ''

તસવીર:-કલ્પેશ મકવાણા