Showing posts with label journalist's. Show all posts
Showing posts with label journalist's. Show all posts

Friday, June 15, 2018

સચ્ચાઈ કી શાહી સે યુંહી લિખતા રહા વો આઝાદ પરિંદા...


કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર અને 'રાઇઝિંગ કાશ્મીર' ન્યૂઝપેપરના સંપાદક શુજાત બુખારીની શ્રીનગરમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. શુજાત બુખારી પોતાની ઓફિસથી પ્રેસ કોલોનીની ઇફ્તાર પાર્ટીમાં જઇ રહ્યાં હતા, ત્યારે કેટલાંક શખ્સોએ શુજાત પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમનું મોત થયું હતું.

Screenshot: @risingkashmir

લોકશાહી વિશે વાત કરતા શુજાત બુખારી કહેતા કે, "લોકશાહી વ્યવસ્થામાં મીડિયાને દુશ્મન તરીકે ન જોવું જોઈએ, જો આમ થયું તો લોકશાહી નબળી પડી જશે." શુજાત 'બુલંદ કાશ્મીર' નામનું એક ઉર્દૂ અખબાર પણ ચલાવતા હતાં.

શુજાત બુખારી શ્રીનગરના વરિષ્ઠ પત્રકાર હતાં. શુજાત કાશ્મીર ખીણ પ્રદેશના ખાસ વિશેષજ્ઞ તરીકે જાણીતા હતાં. શુજાતે દુનિયાના ઘણાં પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ માટે કોલમ લખી હતી. તાજેતરમાં તેઓ શ્રીનગરના 'રાઇઝિંગ કાશ્મીર' ન્યૂઝપેપરના તંત્રી હતાં. નીડર પત્રકાર શુજાતે 'કાશ્મીર ટાઇમ્સ'થી પોતાના પત્રકારત્વની શરૂઆત કરી હતી. 90ના દાયકામાં તેઓ 'ધ હિન્દૂ' સાથે જોડાયા હતાં. તે દરમિયાન કેટલાંય ખાસ સમાચારોને લીધે તેમને રાષ્ટ્રીય જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી નામના મળી હતી.

શુજાતે સતત 15 વર્ષ સુધી 'ધ હિન્દૂ'ના કાશ્મીર બ્યૂરો ચીફ તરીકે કામ કર્યું હતું. કહેવાય છે કે, બુખારી કાશ્મીરમાં બનતી દરેક ઘટના પર ગ્રાઉન્ડ રિપોટિંગ કરતાં હતા. બુખારીનું આ રિપોટિંગ દેશના ખાસ પત્રકારો ચોક્કસપણે જોતા હતાં. આવા રિપોટિંગને લીધે જ તેઓ સતત આંતકીઓનો ટાર્ગેટ બન્યાં હતા. શુજાતની સુરક્ષાને ધ્યાનમાં રાખી જમ્મુ-કાશ્મીર પોલીસે તેમને પર્સનલ સિક્યુરિટી ઓફિસર્સ હેઠળ સુરક્ષા આપી હતી.

શુજાત પર આ અગાઉ પણ ત્રણેકવાર હુમલા થઇ ચુક્યાં હતા. વર્ષ 2000માં એક હુમલો હતો. શુજાતના ન્યૂઝ પેપર 'રાઇઝિંગ કાશ્મીર'ને ધણી વખત સેન્સરશિપનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2010માં 10 દિવસ માટે 'રાઇઝિંગ કાશ્મીર'નું પ્રકાશન કામ બંધ રહ્યું હતું. આ સિવાય વર્ષ 2008માં પણ અખબારના પ્રકાશન કામ પર રોક લગાવામાં આવી હતી. વર્ષ 2013માં ભારતીય સંસદ પર હુમલો થયો હતો. જેમાં ગુનેગાર સાબિત થનાર અફઝલ ગુરૂને ફાંસી આપવામાં આવી હતી. તે સમયે 'રાઇઝિંગ કાશ્મીર'ની નકલો જપ્ત કરવામાં આવી હતી અને 4 દિવસ સુધી અખબારનું પ્રકાશન બંધ રહ્યું હતું. છેલ્લે વર્ષ 2016માં આતંકી બુરહાન વાનીને જ્યારે ઠાર મારવામાં આવ્યો, ત્યારે 'ઉશ્કેરણીજનક લખાણ' બદલ ફરી એકવાર 'રાઇઝિંગ કાશ્મીર'ની ઓફિસ પર રેડ કરી પત્રનું પ્રકાશન અટકાવામાં આવ્યું હતું.

તેઓ કાશ્મીર ખીણની સૌથી જૂની સાહિત્ય સંસ્થા 'અદબી મરકઝ કમરાઝ'ના અધ્યક્ષ પણ હતા. બુખારીએ મનીલા યૂનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં MAની ડિગ્રી મળેવી હતી. બુખારીના પત્રકારત્વમાં પત્રકારત્વ સિવાયની એક ખાસ બાબત એ હતી કે, શુજાત કાશ્મીરના ખીણ પ્રદેશમાં પુનઃશાંતિ માટે સતત સક્રિય હતાં. ટ્રેક ટૂ ડિપ્લોમેસી હેઠળ શુજાત પાકિસ્તાન સાથેની વાતચીત માટે ભારતીય પ્રતિનિધિઓનો હિસ્સો પણ બની ચુક્યાં છે. 48 વર્ષીય શુજાત પર આ અગાઉ ત્રણ વખત જીવલેણ હુમલા થયાં હતાં.

Friday, April 6, 2018

ફર્સ્ટ લેડી ઓફ ધ લેન્સ....

હોમાઈ વ્યારાવાલાનું નામ આવે ત્યારે સૌપ્રથમ પત્રકારત્વમાં ફોટોગ્રાફનું મહત્વ યાદ આવે. આવા જ ફોટો એક પ્રથમ મહિલા ફોટો પત્રકાર હોવાઈ વ્યારાવાલાનું નામ એક આગવી ઓળખ આપી જાય છે.

તસવીરઃ Google Photo

ભારતના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં અને તે પછીના સમયમાં હોમાઈએ પાડેલા કેટલાંક ફોટોગ્રાફ આઝાદીની ઝાંખી કરાવે છે. હોમાઈ પાસે પોતે પાડેલી કેટલીક અદ્ભૂત તસવીરોનો અનોખો ખજોનો છે. જેમાં ખાસ સ્વતંત્રતા પ્રપ્તિની મધ્યરાત્રિ દરમિયાન થયેલા કાર્યક્રમોની તસવીરો છે. આ તસવીરોમાં સ્વતંત્ર ભારતનું પ્રથમ પ્રવચન આપતા જવાહરલાલ નહેરૂની તસવીરો સૌથી વધુ યાદગાર છે. આ સિવાય નહેરુથી લઈને માઉન્ટબેટન અને દલાઈ લામાનો ભારતમાં પ્રવેશ થયો. તેની પણ અનેક યાદગાર તસવીરો તેઓએ ખેંચી છે.

હોમાઈ અર્થશાત્રમાં BA થયા અને તેમણે પેન્ટિંગનો પણ અભ્યાસ કર્યો. માણેકશા વ્યારાવાલાના પરિચયમાં આવ્યા બાદ હોમાઈને ફોટોગ્રાફીનો શોખ લાગ્યો હતો. તેમની સૌપ્રથમ તસવીર "બૉમ્બે કૉનિકલ"માં છપાઈ હતી. આ તસવીર માટે હોમાઈને એક રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો.

હોમાઈની તસવીરોમાં ખાસ તરવીરો બીજા વિશ્વ યુદ્ધની છે. જેમાં હોમાઈએ મુંબઈના ખૂણ-ખૂણે ફરીને પોતાની જાનના જોખમે કેટલીક તસવીરો લીધી છે. જે બીજા વિશ્વ યુદ્ધમાં ભારતની સ્થિતિની એક ઓળખ આપી જાય છે. એક મહિલા ફોટોગ્રાફરને તસવીરો લેતા જોઈ લોકોને કુતૂહલ થતું હતું, માટે લોકો કહેતા કે, આ સ્ત્રી હોવા છતાં ફોટોગ્રાફીનું કામ કરી રહી છે. પોતાના પેન્ટિંગના શોખ વિશે તેઓ કહેતા કે, "એ જમાનામાં વીજળી ન હોવાથી હું સૂવાના પલંગ નીચે ઘૂસી ગોદડાની આડાશ કરીને ડાર્કરૂમ બનાવતી હતી અને સ્લાઈડ સાફ કરતી હતી." 
 
તસવીરઃ Google Photo
 
 
હોમાઈના 104મા જન્મદિને ગુગલે ખાસ અંદાજમાં એક ડુડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં ગુગલે તેમને ફર્સ્ટ લેડી ઓફ ધ લેન્સનું નામ આપી સન્માન કર્યું હતું. સબીના ગડીહોકે પોતાના પુસ્તક 'ઈન્ડિયા ઈન ફોકસ કેમેરા ક્રોનિકલ ઓફ હોમાઈ વ્યારાવાલા'માં હોમાઈની ફોટોગ્રાફીની કારકિર્દી અંગે વાત કરી છે.

હોમાઈ વ્યારાવાલનો જન્મ 9 ડિસેમ્બર, 1913ના રોજ ગુજરાતના નવસારીમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા પારસી-ઉર્દૂ થિયેટરના જાણીતા અભિનેતા હતા. પ્રાથમિક શિક્ષણ લીધા બાદ તેમણે બોમ્બે યુનિવર્સિટી અને સર જે જે સ્કૂલ ઓફ આર્ટમાં શિક્ષણ મેળવ્યું. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે મુંબઈના એક દૈનિક માટે ફોટો ખેંચવાનું શરૂ કર્યું અને બાદમાં આ જ ક્ષેત્રને પ્રોફેશન તરીકે પસંદ કર્યું. વર્ષ 1942માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વ્યારાવાલાએ બ્રિટિશ ઈન્ફોર્મેશન સર્વિસમાં નોકરી કરી હતી.
 
તસવીરઃ Google Photo
 
મુંબઈના ‘The Illustrated Weekly of India’ મેગેઝિન માટે કામ કરતી વખતે હોમાઈ વ્યારાવાલા દ્વારા ખેંચવામાં આવેલી બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો ખૂબ જાણીતી થઈ હતી. હોમાઇ વ્યારાવાલાએ ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પર પ્રથમ વખત ફરકાવવામાં આવેલો ત્રિરંગો, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીની અંતિમ યાત્રાની તસવીરો પણ તેમના કેમેરામાં કેદ કરી હતી. વર્ષ 1970માં હોમાઈએ પોતાના પતિના નિધન બાદ ફોટોગ્રાફી છોડી દીધી હતી, પરંતુ તેમણે 40 વર્ષ સુધી ફોટોગ્રાફી ચાલુ રાખી હતી. 2010માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. 15 જાન્યુઆરી, 2012ના રોજ તેમનું અવસાન થયું. 
 
તસવીરઃ Google Photo
 
હોમાઈ ફેફસાંના ઈન્ફેક્શનની બીમારીથી પીડાતાં હતાં. વર્ષ 1913માં નવસારીમાં જન્મેલાં હોમાઈ વ્યારાવાલાએ વર્ષો સુધી વડોદરામાં એકાકી જીવન ગુજાર્યું હતું. અત્રે નોંધનીય છે કે, 98 વર્ષની વયે પણ તેમનામાં અદ્ભૂત શક્તિ હતી. આટલી મોટી ઉમંરે પણ તેઓ ઘરના તમામ કામ જાતે જ કરતા હતા. હોમાઈ વ્યારાવાલાએ જીવન દરમિયાન પાડેલા તમામ ફોટોગ્રાફ્સ નવી દિલ્હીના અલકાઝી ફાઉન્ડેશનને બે વર્ષ અગાઉ જ આપી દીધા હતા. અલકાઝી ફાઉન્ડેશને ફોટોગ્રાફસની મોટી લાઈબ્રેરી ઊભી કરી છે. ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માન કર્યું ત્યારે તેમણે કહેલું કે, "મને પદ્મવિભૂષણ આપીને સરકારે મારુ નહિં પણ મારી ફોટોગ્રાફીની કલાનું સન્માન કર્યું છે."
 

Friday, March 30, 2018

એક ક્રાન્તિકારી પત્રકાર શ્યામજી કૃષ્ણ વર્મા


ક્રાંતિવર્ષ 1857ની 4 ઓક્ટોબરે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કચ્છના માંડવીમાં થયો હતો. તેમણે મુંબઈ અને વિલાયતમાં અભ્યાસ કરી ત્યારબાદ વકીલાત શરૂ કરી હતી. લંડનમાં તેમણે ઈન્ડિયા હાઉસ નામની સંસ્થા સ્થાપી હતી, જ્યાં ભારતથી જતા ક્રાંતિકારીઓની મુલાકાત ગોઠવાતી હતી. આ મુલકાતોમાં ભારતની આઝાદીની રૂપરેખા ઘડાતી હતી. તેમણે વર્ષ 1905માં 'ઈન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કરી હતી.

તસવીરઃ- Google Photo

 શ્યામજી કૃષ્ણ વર્મા એક કાંતિકારીની સાથે સાથે પત્રકાર પણ હતાં. તેમણે 'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' નામનું સામાયિક ચલાવ્યું હતું. આ સામાયિકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની આઝાદીનો હતો. 'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' સામાયિક મિશનરી પત્રકારત્વનો એક મહત્વનો ભાગ ગણાય છે. આ સામાયિક હંમેશા આઝાદી માટેની લડતના અહેવાલો પ્રકાશિત કરતું હતું. શ્યામજી વર્માના પત્રકારત્વ વિશે સૌથી સારૂ કામ ગુજરાતના જાણીતા પત્રકાર ડૉ. વિષ્ણુ પંડ્યાએ કર્યું છે. વિષ્ણુ પંડ્યાએ શ્યામજી વર્માના પત્રકારત્વ પર Ph.D. કરી 'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' સામાયિકનો એક સંગ્રહ ગ્રંથ તૈયાર કર્યો છે. જેમાં વર્માના તમામ વિચારો પ્રગટ થાય છે. આ ગ્રંથમાં વર્માના પત્રકારત્વના મુલ્યો જાણવા મળે છે.

તસવીરઃ- Google Photo

શ્યામજી વર્માનું વર્ષ 1930માં સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં અવસાન થયું હતું. વર્માએ પોતાના અવસાન વખતે એક ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઈચ્છા હતી કે, જ્યારે ભારત દેશ આઝાદ થાય ત્યારે મારા અસ્થિ આઝાદ ભારતની માતૃભૂમિ પર પધરાવશો, પરંતુ આઝાદી બાદ આખો દેશ શ્યામજી વર્માને ભુલી ગયો. છેક 50થી વધુ વર્ષ બાદ વર્ષ 2003માં ગુજરાતના તત્ત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી મૃત વર્માના અસ્થિ લેવા જીનીવા ગયાં અને અસ્થિ લઈ પરત આવ્યા, પરત આવેલા વર્માના અસ્થિને સમગ્ર ગુજરાતમાં ફેરવવામાં આવ્યાં, ત્યારબાદ શ્યામજી વર્મા અને તેમના પત્ની ભાનુમતિ વર્માના અસ્થિ પોતાના વતન માંડવીમાં રાખવામાં આવ્યાં જ્યાં ક્રાંતિતીર્થ નામનું એક સ્મારક બનાવાવામાં આવ્યું છે. જે લંડનમાં રહેલા ઇન્ડિયા હાઉસ જેવું જ છે. જ્યાં શ્યામજી વર્મા રહ્યા હતા.


...જ્યારે મૃત્યુંના 85 વર્ષ બાદ મૃત વર્માની વકીલાતનું લાઈસન્સ બ્રિટને પરત કર્યું હતું


બ્રિટનમાં રહેવાસી બનીને જ બ્રિટિશ સરકાર સામે લડવાની હિંમત કરનાર એક મહાન ગુજરાતી ક્રાંતિકારી એટલે શ્યામજી કૃષ્ણ વર્મા. બ્રિટનમાં વકીલાત કરતાં શ્યામજી વર્માની વર્ષ 1909માં તેમની વકીલાત રદ કરી દેવાઈ હતી, પરંતુ હવે વર્માના અવસાન બાદ 106મા વર્ષે બ્રિટિશ સરકારે પોતની એ ભૂલ સ્વીકારીને સુધારી છે. બ્રિટિશ સરકારે ફરીથી તેમને વકીલ તરીકે માન્ય ગણ્યા છે. 

તસવીરઃ- Google Photo

બ્રિટનના લંડનમાં રહેતા શ્યામજી વર્મા બ્રિટિશ સરકાર વિરૂદ્ધ પ્રવૃત્તિ કરતા હતા. વર્મા ભારતની આઝાદી માટે કંઈ પણ કરવા તૈયાર હતા. તેઓ વીર સાવરકર અને મદનલાલ ધિંગરા જેવા નવ લોહિયા યુવાનોને આઝાદી માટે માર્ગદર્શન પણ આપતા હતા. આ માર્ગદર્શન આપવાના ગુના માટે બ્રિટિશ બાર એસોસિએશને વર્માની વકીલાત કરવાની પરવાનગી એટલે કે સનદ રદ કરી દીધી હતી. આ સિવાય લંડનની ઈનર હાઉસ તરીકે ઓળખાતી કોર્ટમાં વર્માના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો.

બાદમાં બ્રિટિશ સરકારને પોતાની ભૂલ સમજાઈ અને વર્ષ 1909માં રદ કરેલી વર્માની સનદને વર્ષ 2015માં પરત આપી હતી. મહત્વનું છે કે, વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની યાત્રાએ ગયા હતા, ત્યારે બ્રિટનના વડાપ્રધાન જેમ્સ કેમેરોને PM મોદીને વર્માનો સનદ-પત્ર પરત સોંપ્યો હતો. આમ, શ્યામજી કૃષ્ણ વર્માની શહાદતનું વધુ એક સન્માન મોદીના હાથે થયું હતું. આમ, શ્યામજી વર્માના અવસાનના 85 વર્ષ બાદ બ્રિટિશ સરકાર અને બ્રિટિશ બાર એસોસિએશનને પોતાની ભૂલ સમજાઈ છે અને તેમણે આ બાબતે પશ્ચાતાપ પણ કર્યો હતો.

તસવીરઃ- Google Photo

ક્રાંતિવર્ષ 1857ની 4 ઓક્ટોબરે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કચ્છના માંડવીમાં થયો હતો. તેમણે મુંબઈ અને વિલાયતમાં અભ્યાસ કરી ત્યારબાદ વકીલાત શરૂ કરી હતી. લંડનમાં તેમણે ઈન્ડિયા હાઉસ નામની સંસ્થા સ્થાપી હતી, જ્યાં ભારતથી જતા ક્રાંતિકારીઓની મુલાકાત ગોઠવાતી હતી. આ મુલકાતોમાં ભારતની આઝાદીની રૂપરેખા ઘડાતી હતી. તેમણે વર્ષ 1905માં 'ઈન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કરી હતી.

Friday, March 9, 2018

ગાંધીના 'હરિજન' પત્રના પ્રથમ તંત્રી રામચંદ્ર શાસ્ત્રી



"સંપૂર્ણ ભોગ વિના ત્યાગ શક્ય નથી."- રામચંદ્ર શાસ્ત્રી

વર્ષ 1932માં ગાંધીજીની ધરપકડ થયા બાદ 'યંગ ઈન્ડિયા' સામાહિક બંધ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ગાંધીજીએ હરિજન (અંગ્રેજી) હરિજન બંધુ (ગુજરાતી), હરિજન સેવક (હિન્‍દી) એમ ત્રણ સાપ્‍તાહિકો શરૂ કર્યા હતાં. આ સામાહિકો સમાચાર પત્રો નહીં પણ વિચાર પત્રો હતાં. આ સામહિકોનો મુખ્ય હેતું સમાજમાં રહેલી બદીઓને દૂર કરવાનો હતો. હરિજન (અંગ્રેજી) પત્રનો પ્રથમ અંક 11 ફેબ્રુઆરી, 1933ના રોજ આર્યભૂષણ પ્રેસ, પુનાથી બહાર પડ્યો હતો. હરિજનના પ્રથમ અંકની 10 હજાર નકલો છાપવામાં આવી હતી. જેમાં હરિજનો ઉપર ટાગોરના બંગાળી કાવ્યનો અંગ્રેજી આનુવાદ છાપવામાં આવ્યો હતો. પ્રથમ અંકનો અગ્રલેખ અસ્પૃશિયતાના પ્રશ્નો ઉપર લખાયો હતો. આ હરિજન પત્રના પ્રથમ તંત્રી આર.વી. શાસ્ત્રી હતાં. તેઓ મૂળ મદ્રાસના સામાજીક કાર્યકર્તા અને સ્વાતંત્ર્ય સેનાની હતાં. તેઓ અસહકારની ચળવળના ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયાં હતાં.  

તસવીરઃ- Goole Photo
આર.વી. શાસ્ત્રીનું પુરૂ નામ રામચંદ્ર શાસ્ત્રી હતું. તેઓ મૂળ મદ્રાસના રહેવાસી હતાં. શાસ્ત્રીજીની બીજી એક ઓળખ એ છે કે, તેઓ શાસ્ત્રીય સંગીતકાર અને નૃત્યાંગના કમલા ચક્રવર્તીના પિતા હતાં. જેમણે મહાત્મા ગાંધીના સુધારાવાદી હરિજન પત્રમાં સંપાદન કાર્ય કર્યું હતું.

કમલા ચક્રવર્તી

શાસ્ત્રીજીએ શરૂઆતમાં ઠક્કરબાપા સાથે કામ કર્યું હતું. ઠક્કરબાપાના મતે શાસ્ત્રીજી ઊંચી કેળવણી અને હિંદ સેવક સમાજના એક કર્મશીલ પુરૂષ હતાં. તેઓના લગ્ન એક સંસ્કારી મહિલા સાથે થયેલા. શાસ્ત્રીજીએ સતત 11 વર્ષ સુધી કૌટુંબિક જીવન જીવ્યું હતું. તેમને ચાર સંતાનો હતાં. તેઓએ આઝાદીની લડાઈ દરમ્યાન એક વર્ષ સેલોનિકા અને એક વર્ષ મેસોપોટેમિયામાં જેલ ભોગવી હતી, ત્યાર બાદ તેઓનો પરિચય એક નિવૃત આઈ.સી.એસ. સાથે થયો હતો. શાસ્ત્રીએ નિવૃત આઈ.સી.એસ. સાથે થોડોક સમય વેપાર પણ કર્યો. બાદમાં ઉપવાસથી જાગૃત થઈને વિલાસી જીવનનો ત્યાગ કર્યો હતો. 

શાસ્ત્રીજી જીવન વિશે માનતા કે, "સંપૂર્ણ ભોગ વિના ત્યાગ શક્ય જ નથી." આમ, આવા વિચાર સાથે તેઓએ પોતાનું જીવન લોકોને મદદ કરવામાં વિતાવ્યું હતું. શાસ્ત્રી પોતાની પત્ની વિશે વાત કરતા લખે છે કે, "મારી પત્ની મને વિલાસી જીવન છોડી બીજા લોકોને ઉપયોગી થવાનું કહી રહી છે." શાસ્ત્રીજીએ ભારત સેવક સંઘમાં જોડાવવા માટે એક અરજી પણ કરેલી. આમ, તેઓ સેવાના કાર્યમાં જોડાવા માંગતા હતાં. શાસ્ત્રીજી પોતે તામિલ, હિંદી, બંગાળી અને અંગ્રેજી એમ ચાર ભાષાઓ જાણતા અને સમજી શકતા હતાં. શાસ્ત્રીજીના વ્યક્તિત્વની સૌથી વધુ છાપ મહાદેવભાઈ દેસાઈ પર પડેલી. ગાંધીજીને પણ શાસ્ત્રીજીના કામ પર પુરેપુરો વિશ્વાસ હતો. ગાંધીજી પોતાના પત્રોમાં આર.વી. શાસ્ત્રીને ' હરિજન' શાસ્ત્રી એવી ઓળખાણ આપે છે. આ સિવાય ગાંધીજીને શાસ્ત્રીના કૌટુંબિક જીવન વિશે વારંવાર ચિંતા થતી હતી.

શાસ્ત્રીજી વિશે જણાવતાં મહાદેવ દેસાઈએ પોતાની ડાયરીમાં લખ્યું છે કે, "શાસ્ત્રીની સાદાઈ અને સીધાપણાની મારા પર સારી એવી છાપ પડી હતી." મહાદેવભાઈએ વધુમાં લખ્યું છે કે, "મને વારંવાર એવું લાગતું કે શાસ્ત્રીને સાથે લઈ બાપુ (ગાંધીજી)એ જાળમાં એક નવું માછલું પકડ્યું છે, જોકે એ કહેવું સહેલું ગણાય કે શાસ્ત્રીનું વ્યક્તિત્વ બીજામાં લીન થઈ જાય એવું લાગતું નથી." શાસ્ત્રીજીને ગાંધીજી પાસેથી શું મળ્યું તેના વિશે જણાવતાં મહાદેવભાઈ નોંધે છે કે, "બાપુના વિચાર ગર્ભમાંથી ફલિત થતા વધારાના કથનને સાબિત કરવાની ગાંધીજીની રીતનો પાઠ શાસ્ત્રીને મળ્યો હતો." 

શાસ્ત્રીજીના પરિવારમાં સતત બિમારી પશ્નો રહેતા હતાં. જેથી શાસ્ત્રીને હરિજનમાં કામ કરવાની ઈચ્છા હોવા છતાં વારંવાર મદ્રાસ જવું પડતું હતું. આ સિવાય ગાંધીજીના સંપર્કમાં આવેલી 'નીલા' નામની મહિલાને સંબંધ વિશે વાત કરતા શાસ્ત્રીજી કહે છે, "તે તારો ભૂતકાળ ભૂલાવી દીધો હોય, તો એ ભૂતકાળમાં સંબંધ રાખનાર વ્યક્તિની ભેટ પણ ન જ સ્વીકારાય." 

રામચંદ્ર શાસ્ત્રીનું પત્રકારત્વ


હરિજન પત્ર ચાલું કરતા પહેલા ગાંધીજીએ ઘનશ્યાદાસ બિરલા સાથે એક પત્ર દ્વારા ચર્ચા કરી હતી. જેનો જવાબ આપતાં બિરલાએ હરિજનના સંપાદન માટે શાસ્ત્રીને પગાર આપવા પર વાત કરી હતી. આ સિવાય ઠક્કરબાપા, દેવધર વેઝ અને ગાંધીજી હરિજનનું સંપાદન કાર્ય શાસ્ત્રીને સોંપવા પર ચર્ચા કરતા હતાં, બાદમાં ગાંધીજીએ શાસ્ત્રી સાથે મુલાકાત કરી સંપાદન કાર્ય માટે કેટલીક દરખાસ્તો મુકી હતી. શાસ્ત્રીએ પણ ગાંધીજીની તમામ દરખાસ્તો સ્વીકારી સંપાદન કાર્ય શરૂ કર્યું હતું. 

હરિજન પત્રનો બંધારણીય મુસદ્દો અને પત્રના નિયમો શાસ્ત્રીજીએ જ તૈયાર કર્યાં હતાં. ગાંધીજીએ મીરાબહેનને એક પત્રમાં લખ્યું છે કે, મને હરિજન પત્ર માટે એક સરસ-તંત્રી અને એટલા જ સરસ વ્યવસ્થાપક શાસ્ત્રીજીના રૂપમાં મળી ગયાં છે. આમ, 11 ફેબ્રુઆરી, 1933ના રોજ આર.વી. શાસ્ત્રીના તંત્રીપણા હેઠળ હરિજન (અંગ્રેજી) પત્રનો પ્રથમ અંક આર્યભૂષણ પ્રેસ, પુનાથી બહાર પડ્યો હતો. 

હરિજન પત્રમાં ગાંધીજી અને મહાદેવભાઈ કૉલમ લખતા અને શાસ્ત્રીજી સૂચના પ્રમાણે સંપાદન કરતાં હતાં. શાસ્ત્રીજીના સંપાદન કાર્ય વિશે ગાંધીજીનું માનવું હતું કે, "હરિજન પત્ર માટે આવતાં લેખોનું સંપાદન કરી શાસ્ત્રી પણ મૌલિક લેખો લખતા થઈ જશે." બાદમાં ગાંધીજીની વાત સાચી પડી અને શાસ્ત્રીજી પણ હરિજનમાં "વીક ટુ વીક" નામની કૉલમ લખતાં થયાં. આ ઉપરાંત પત્રનું ટાઈપિંગ પણ શાસ્ત્રીજી પોતાના હાથે જ કરતાં હતાં અને ગાંધીજીને પણ શાસ્ત્રીના કામથી સદાય સંતોષ રહેતો હતો.

ડિઝાઈન તસવીર

શાસ્ત્રીજી પોતે લખાણ વિશે માનતા કે, "કોઈ પણ લખાણમાં અતિશય સંક્ષેપીકરણ ન હોવું જોઈએ, લખાણ હંમેશા સામાન્ય વાચકને સમજાય તેવું હોવું જોઈએ."

ગાંધીજી પોતાના અને શાસ્ત્રીની લખણ વિશે નોંધે છે કે, "અમે બંને અમારા લખાણથી સમાજ સુધી પહોંચી શકીએ છીએ, આથી અમારા બંને વચ્ચેનો પ્રેમ સમાજ સુધી પહોંચી શકશે." સતીષબાબુ નામના એક વ્યક્તિએ શાસ્ત્રીજીને હરિજન સામાહિકના લખાણ વિશે સમજાવતાં કહ્યું છે કે, "શાસ્ત્રીજી તમારે સમગ્ર પશ્નનો અભ્યાસ કરી મહત્વનું હોય તે જ છાપવું જોઈએ, આવું છાપવાથી આપણે માણસોનું કલ્યાણ કરીશું."

મહાદેવભાઈએ 1933માં લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, "હરિજન પત્રના મુખ્ય તંત્રી હાલમાં પથારીવશ થયાં છે, તેઓ માંદગીની રજા લઈ મદ્રાસ ગયાં છે." આમ, શાસ્ત્રીજી બિમારીનો ભોગ બન્યાં, ત્યારે હરિજન પત્રની નિયમિતતા જાળવવા પત્રને મદ્રાસથી પ્રકાશિત કરતાં હતાં. આમ, થોડો સમય હરિજન પત્ર મદ્રાસથી પ્રકાશિત થયું હતું.

Keywords: RV Shastri, Ramchandra Shastri, Ramchandra Shastri the first editor of  Harijan Magazine, RV Shastri first editor of  Harijan Magazine,રામચંદ્ર શાસ્ત્રી, હરિજન પત્ર,આર.વી. શાસ્ત્રી,



'હરિજન' પત્રને જુઓ લિંક પર.....
https://issuu.com/navajivantrust/docs/harijan_info_brochure

સંદર્ભ-સૂચિઃ-


1) ગાંધીજીના અક્ષર દેહ
     અક્ષર દેહ- 53,
     અક્ષર દેહ- 54,
     અક્ષર દેહ- 55,
     અક્ષર દેહ- 56,
     અક્ષર દેહ- 60

2) મહાદેવભાઈની ડાયરી (પુસ્તક) - 3


3) Welfare Of Schuduled Castes In India

     - Anil Bhardwaj 

4) Social And Political Thought Of Mahatma Gandhi

     - Bidyut Chakrabarty

Tuesday, March 6, 2018

બેંજામિન ફેંકલિનનું પત્રકારત્વ

બેંજામિન ફેકલિનનો જન્મ 6 જાન્યુઆરી, 1706ના રોજ અમેરિકાના બોસ્ટન સ્થિત મિલકસ્ટ્રીટમાં થયો હતો. તેમના પિતા જોસિએ ફેંકલિન પ્રાણીઓની ચરબી ઉતારવાનું કામ કરતા હતા. પિતા જોસિએ બે વખત લગ્ન કર્યાં હતાં. જેનાથી તેમને કુલ 17 સંતાનો થયાં હતાં. આ તમામ સંતાનોમાં બેંજામિન ફેકલિન સૌથી નાના હતાં.

તસવીરઃ- Google Photo
બેંજામિન ફેકલિને 10 વર્ષની નાની વયે જ શાળાનો અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. બાદમાં તેઓ 12 વર્ષની વયે પોતાના ભાઈ જેમ્સ ફેંકલિંનના પ્રિન્ટિંગ પ્રેસમાં તાલિમાર્થી તરીકે જોડાયા હતાં. ભાઈ જેમ્સ ફેંકલિંન "ન્યું ઈંગ્લેન્ડ" નામનું જર્નલ પ્રકાશિત કરતા હતા. સમય જતા બેંજામિન પણ "ન્યું ઈંગ્લેન્ડ" જર્નલના સંપાદક બન્યાં હતાં, પરંતુ બંને ભાઈ વચ્ચે સતત ઝઘડાઓ થતાં રહેતા હોવાથી બેંજામિન સંપાદનનું કામ છોડી ન્યૂયોર્ક ચાલ્યા ગયાં. ત્યારબાદ તેઓ વર્ષ 1723માં ફિલાડેલ્ફિયા પહોંચ્યાં અને ત્યાં તેઓએ એક પ્રેન્ટિંગ પ્રેસમાં નોકરી મેળવી કામ કરવાની શરૂઆત કરી.

તસવીરઃ- Google Photo
અહીં થોડાક સમય કામ કર્યું બાદમાં ઈંગ્લેન્ડના ગવર્નર કીથેએ તેઓને લંડનમાં કામ કરવા માટે આમંત્રિત કર્યાં. લંડનમાં તેઓેએ એક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કર્યું, પરંતુ તે કામ પણ યોગ્ય ન લાગતા બેંજામિન ફિલાડેલ્ફિયામાં પરત ફર્યાં. બેંજામિનને એક ડેનમન નામના વેપારીનો સાથ મળ્યો, પરંતુ થોડાંક જ સમય બાદ વેપારી ડેનમનનું અવસાન થયું, ત્યાર બાદ બેંજામિને પોતાની માલિકીના પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી.

માલિકીના પ્રિન્ટિંગ પ્રેસમાંથી સૌપ્રથમ "ધ પેંસિલ્વેનિયા ગેઝેટ"નું પ્રકાશન કર્યું. આ સામાહિકમાં તેઓ પોતાના એનેક નિબંધો પ્રકાશિત કરતા હતાં. આ નિબંધોમાં મોટા ભાગે સ્થાનિક સુધારા એટલે કે સ્થાનિક લોકોના જીવન-ધોરણમાં સુધારો કરવા માટે વિવિધ રજૂઆત કરવામાં આવતી હતી. આ સામાહિકના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા મળતી હતી. તેઓ 23 વર્ષની નાની વયે "ધ પેંસિલ્વેનિયા ગેઝેટ"ને પ્રકાશિત કરી ફિલાડેલ્ફિયામાં એક સફળ સામાહિકના સંપાદક અને પ્રકાશક બન્યા હતા.


તસવીરઃ- Google Photo


વર્ષ 1732માં બેંજામિન ફેંકલિને "પુઅર રિચાર્ડસ અલમૈનક" નામનું એક સામાહિક બહાર પાડ્યું. આ સામાહિકે ખાસ્સી એવી નામના મેળવી હતી. આ સામાહિકનું 'અલમૈનક' નામનું ઉપનામ મળેલું. એવું કહેવાય છે કે, 'અલમૈનક' સામાહિકને લીધે તેઓ સમગ્ર વિસ્તારમાં ખુબ જ પ્રચલિત થયા હતાં. વર્ષ 1758માં તેઓએ 'અલમૈનક' સામાહિકમાં લેખો પ્રકાશિત કરવાનું બંધ કર્યું.

તસવીરઃ- Google Photo


હવે 'અલમૈનક' સામાહિકમાં બેંજામિને 'ફાધર અબ્રાહમ સર્મન'ને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. આજે પણ ફાધર અબ્રાહમ સર્મનને સંસ્થાન વિષયક અમેરિકન સાહિત્યનો એક પસિદ્ધ ભાગ માનવામાં આવે છે. આ પ્રકાશન દરમ્યાન બેંજામિને વધુને વધુ સ્થાનિક લોકોના મુદ્દાઓ પર ભાર મુક્યો. જેમાં તેઓએ લોકોને એક-બીજા સાથે જોડવાનું અને સામાન્ય લોકોના મુદ્દાઓની રજૂઆત કરવાનું કાર્ય હાથ ધર્યું.

વર્ષ 1767 બાદ તેઓ 'પેન્સિલવેનિયા ક્રોનિકલ' સામાહિક સાથે જોડાયા હતા. આ સામાહિક ક્રાંતિકારી લાગણીઓ અને બ્રિટીશ સરકારની નીતિઓની આકરી ટીકા કરવા માટે જાણીતું થયું હતું.


તસવીરઃ- Google Photo

બેંજામિન વિશે વાત કરતા ઈતિહાસકાર હેનરી સ્ટીલ કમિજર કહે છે કે, "બેંજામિન ખામી વગરનું અને પ્રામાણિકતાપૂર્વકનું પ્રકાશન કરતા હતાં."

આમ, બેંજામિન ફેંકલિનના પત્રકારત્વમાં સામાન્ય લોકોના મુદ્દાઓનો સમાવેશ થતો હતો. બેંજામિન પોતે પણ નિબંધો લખતા હતાં. આ નિબંધોમાં પણ સ્થાનિકોની જીવન-શૈલીમાં સુધારા કરવા યુક્ત મુદ્દાઓને આવરી લેવામાં આવતા હતાં. કહેવાય છે કે, વિદ્યાર્થીઓએ સમયનું આયોજન એટલે કે સમયપ્રત્રક બનાવવું હોય તો, બેંજામિન ફેંકલિનના જીવન ચારિત્રને ખાસ વાચવું જોઈએ. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બેંજામિન ફેંકલિનના જીવન ચારિત્રની ખાસ્સી એવી પ્રશંસા કરી છે. બેંજામિન ફેંકલિન સામાહિકનું પ્રકાશન પણ ચોક્કસ સમય અને યોગ્ય લખાણ સાથે જ કરતાં હતાં. જેમ પત્રકારો પોતાની પાસે અંગત ડાયરી રાખતા હોય તેમ બેંજામિન પણ પોતાની અંગત ટાયરી રાખતા હતાં.

તસવીરઃ- Google Photo
બેંજામિને લંડનમાં બ્રિટનની સંસદ માટે અપ્રગટ સ્ટેમ્પ રદ કરવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 1753માં બ્રિટીશ વસાહતો માટે ફિલાડેલ્ફિયાના પોસ્ટ માસ્ટર પણ રહ્યાં હતા. આમ, તેમણે રાષ્ટ્રીય સંચાર નેટવર્કની સ્થાપના કરવા માટે સક્ષમ કાર્ય કર્યું હતું. તેઓ રાજકારણ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બાબતોમાં સતત સક્રિય રહેતા હતા. વર્ષ 1785થી 1788 સુધી તેમણે પેન્સિલવેનિયાના ગવર્નર તરીકે સેવાઓ આપી હતી. શરૂઆતમાં તો તેમણે ગુલામો પર માલિકીનો વ્યવહાર કર્યો હતો, પરંતુ વર્ષ 1750ના દાયકામાં તેમણે ગુલામી સામે દલીલ કરતાં ગુલામી પ્રથાને નાબૂદ કરી હતી.

આ ઉપરાંત બેંજામિન ફેંકલિને એક અકાદમીની યોજના સ્થાપવાની યોજના બનાવી હતી. જેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો. બાદમાં આ અકાદમી જ 'યુનિવર્સિટી ઑફ પેંસિલ્વેનિયા'માં બદલાઈ ગઈ હતી. આ સિવાય વૈજ્ઞાનિક શોધખોળના વિષયમાં ચર્ચા કરવા હેતું બેંજામિને 'અમેરિકન ફિલોસોફિકલ સોસાયટી'ની સ્થાપના પણ કરી હતી. જેમાં તેમણે પોતે પણ વીજળી સંબંધિત અનેક પ્રયોગો કર્યાં હતાં.

Journalism of Benjamin Franklin, Pennsylvania Chronicle, Pennsylvania Gazette, Almanack,

Wednesday, September 6, 2017

પત્રકારોની હત્યા એક જ સંગઠને કરી હશે, આ રહી થોડીક હકીકતો...



પત્રકારોની હત્યા એક જ સંગઠને કરી હશે.....આ રહી થોડીક  હકીકતો......



ગૌરી લંકેશ
લંકેશ પત્રિકાના તંત્રી ગૌરી લંકેશની 5સપ્ટેમ્બરના રોજ ગોળી મારી હત્યા કરાઈ છે, જેમણે સાંપ્રદાયિકતા અને કટ્ટરપંથી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ આ વાત માત્ર અહી જઈને અટકતી નથી, આવી હત્યાઓના ઇતિહાસમાં જઈએ તો થોડીક વાસ્તવિક્તાઓ સામે આવે છે.

નરેન્દ્ર ડોભોલકર
તારીખ 20ઓગસ્ટ 2013ના રોજ મહારાષ્ટ્રમાં રહેતા નરેન્દ્ર ડોભોલકરની પણ ગોળી મારીને હત્યા કરાઈ હતી. નરેન્દ્રજીએ પણ અંધશ્રદ્ધા વિરુદ્ધ આંદોલન ચલાવ્યું  હતું. આથી તેની હત્યા થઈ હોય તેવુ માનવામાં આવે છે.

ગોવિંદ પાનસરે
બીજા એક વિચારક ગોવિંદ પાનસરે જેને 20ફેબ્રુઆરી 2015 ના રોજ મારી નખાવામાં આવ્યા હતા. તેઓએ સાંપ્રદાયિકતા સામે અવાજ ઉઠાવ્યો હતો. અને લોકોને જાગૃત કર્યા હતા.

એમ.એમ. કુલબર્ગી
20 ઓગસ્ટ 2015ના રોજ એમ.એમ,કુલબર્ગીની પણ ગોળી મારી હત્યા કરાઈ હતી. તેઓએ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો હતો. બધા પત્રકારોની હત્યા ગોળી મારીને જ કરાઈ છે અને બધાની એક જ 20 તારીખે જ હત્યા કરાઈ છે. આ હત્યાઓ પરથી એક વાત પર આવી શકાય કે આ હત્યાઓ કોઈ એક જ વિચારધારામાં માનનારા લોકોએ કરી છે.

જેમણે સાંપ્રદાયિકતા અને કટ્ટરપંથી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તે તમામ લોકોની હત્યા થવી એ સામાન્ય બની ગઈ છે.


Thursday, January 26, 2017

ગુજરાતી પત્રકારત્વ ઇતિહાસમા પહેલીવાર સિયાચેન સરહદનું રિપોર્ટિંગ...

Harshal Pushkarna

તસવીર:-કલ્પેશ મકવાણા

તસવીર:-કલ્પેશ મકવાણા

Nagendra Vijay 

તસવીર:-કલ્પેશ મકવાણા

તસવીર:-કલ્પેશ મકવાણા

Saturday, January 21, 2017

संजीव भानावट

Dr.Sanjiv Bhanavat 

તસવીર :-કલ્પેશ મકવાણા

તસવીર :-કલ્પેશ મકવાણા
તસવીર :-કલ્પેશ મકવાણા

Saturday, December 31, 2016

પત્રકારોએ જોવા જેવી ફિલ્મો...

1. Identity card  (hindi)
2. Page 3 (hindi)
3. Wake up sid (hindi)
4. Manvi ni bhavai (gujarati)
5. Bhav ni bhavai (gujarati)
6. The secret (hindi)
7. Spotlight  (English)
8. Naked, short film (hindi)
9. Rush (hindi)
10. Durga, story of journalist
           (hindi-short film)
11. Red alert (hindi)
12. Noor (hindi) Sonxi sinha
13. Dhruva (hindi) south indian
14. Mission Istanbul (hindi)

Monday, December 12, 2016

Friday, November 18, 2016

ચકોર...

તસવીર:-કલ્પેશ મકવાણા 

 સૌજન્ય:- ડૉ.ભાવેશ પંડ્યા 
તસવીર:-કલ્પેશ મકવાણા