Showing posts with label mann. Show all posts
Showing posts with label mann. Show all posts
Sunday, April 3, 2016
Monday, January 18, 2016
મન સાથેની વાતો...
શું એકલતા જ મારી વાસ્તવિકતા ???
છે તો મારી જોડે ઘણા મિત્રો પણ કયારેય કયારેય એકલતાની
ગરતામાં ડૂબી જઉ છું ત્યારે લાગે છે કે...હું કાળનો ગુલામ છું...બસ
સ્વપ્નમાં પણ સ્મરણ ન કયાઁ હોય એવા વિસ્મરણીય વિચારો આવ્યા કરે છે... કેમ મને
જિંદગીની નથી આવતી મજા?...કેમ હું એકાંત ને જ મારા દુઃખનો સહભાગી માનતો
ફરું છું ?...આખીર કેમ ન ચાહેલા એકાંતનો ભોગ બનવું પડે છે મારે ?
નથી સમજાતું... શું એકાંત મારો ભેરું નથી ? કદાચ હોય પણ ખરો કેમ કે કોઈ નથી હોતું ત્યારે મારા રોદણા રડવા હું ધ્રુજતા પગ-રવે એની સમીપ ભાગી જાઉ છું પણ એવું હોય તો કેમ મને આભાસ થાય એકલતાનો ? કદાચ આ બધું સત્ય મારુ છે? .......ના...! કારણ કે કયારેક કયારેક તો હું પોતાને ભૂલી જાઉ એટલો ખુશ હોવ છું. આ કેમ નું બને..! ભલે પછી મતલબ એનો એમ થાય કે... ખુશી નથી પણ લેષ માત્ર એ હળવી પળો તો છે.જે મારા માટે કંચન કાળ ગણી શકાય કારણ કે તે સમય કયારેય વિસ્મૃત નહિ થાય પણ કાળ પાછો નવો ટૂંચકો ધારણ કરી લે મારુ વહાલું એકાંત ફરી પાછું પોતાના સકંજામાં ઝકડી લે.......

Sunday, January 17, 2016
મન સાથેની વાતો...
વાતો મનને મનાવવાની...
ઘણું બધુ આપણા ધાર્યા વગરનું થાય છે. આપણી શરતો કે આપણું પ્લાનિંગ દરેક વખતે ચાલતું નથી. અમુક ઘટનાઓ અચાનક જ બનતી હોય છે અને તેને સ્વીકાર્યા સિવાય બીજો કોઇ રસ્તો પણ આપણી પાસે નથી હોતો. આ સમયે આપણે આપણા મનને ફોસલાવી મનાવું પડે છે અને આમ ન થાય તો મન સાથે દાદાગીરી કરવી પડે છે તેમ છતાંય તે પીડાતા રહેવાનું જ પસંદ કરે છે.પણ... શું થાય મન છે ને કઈ માને.
જિંદગીમાં ક્યારેક એવું બનતું હોય છે કે... આપણને
પૂછવામાં આવે કે...હું શું કરુ ...પછી જવાબમાં આપણને જે મળે તે ખરેખર
સ્વીકાર્ય છે...ખરું...? ના...કારણ કે મોટાભાગે લોકોને આપણી સંમતી જ જોઇતી
હોય છે એને તો એ જ કરવું હોય છે જે એને નક્કી કરી નાખ્યું હોય છે...કોઇ
જ્યારે એની મરજી મુજબ કરે ત્યારે આપણે કાંતો મનને મારવું પડે છે કાંતો મનને
સમજાવું પડે છે...
" મન રડે ત્યારે તેને છાનું રાખવું બહુ બધુ મુશ્કેલ છે કેમકે સવાલ અને જવાબ એ બન્ને આપણી પાસે જ હોય છે. "
Sunday, January 3, 2016
તું...
તું હોય છે ત્યારે સમયને પાંખો લાગી જાય
છે. હવામાં એવી માદક ખુશબૂ પ્રસરાઈ જાય છે કે હું ખોવાઈ જાઉં છું. ધરતી અને
સ્વર્ગ વચ્ચેનું અંતર ઘટી જાય છે. ફૂલો વધુ ખીલેલાં લાગે છે. પંખીઓનો કલરવ
આહલાદક બની જાય છે. કુદરત જાણે કળા કરી લે છે. સૌંદર્યને પણ શરમાઈ જવાનું
મન થઈ જાય એટલું નીખરી જાય છે. મારા ચહેરા પર સ્નેહની ચમક તરવરી જાય છે.
ટેરવામાં ઝંખના જાગી જાય છે. સ્પર્શ મૃદુ બની જાય છે. મારો અવાજ મધુરતા ઓઢી
લે છે. તારો હાથ હાથમાં હોય છે ત્યારે એવું લાગે છે જાણે આખું જગત મારી
મુઠ્ઠીમાં છે. જેવી તું જાય છે કે તરત જ બધા માહોલ ઉપર પડદો પડી જાય છે.
ઉદાસી અને એકલતા મને ઘેરી વળે છે. મને એ જ સમજાતું નથી કે હું મને શોધતો
હોઉં છું કે તને?
Subscribe to:
Posts (Atom)