Showing posts with label Gujarat Files- 2002. Show all posts
Showing posts with label Gujarat Files- 2002. Show all posts

Monday, February 17, 2020

ગોધરાકાંડ ફાઈનલ રિપોર્ટ, તાત્કાલીન મોદી સરકાર પર સવાલો કરનાર 3 અધિકારી નકારાત્મક

વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં આગ લાગયા બાદ રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં, ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃહમાં 9 વોલ્યુમ, 2500થી વધુ પેજ અને 44 હજારથી વધુ એફિડેવિટ સાથેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કમિટી દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો કોઈ પૂર્વઆયોજિત કાવતરું નહોતું, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ અપાઈ છે. ગોધારાકાંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને કોઈ સંડોવણી નથી. આ રિપોર્ટમાં પૂર્વ પ્રધાન હરેન પંડ્યા, ભરત બારોટ અને અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા. તે તમામને પણ ક્લીનચીટ અપાઈ છે. જો કે, તાપસ પંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે. જેમાં રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા છે. રિપોર્ટના તારણો વાચ્યાં પછી લાગ્યું કે, આ ત્રણ અધિકારી કોણ છે? ઘણી બધી જગ્યાએ વાચ્યાં પછી લગ્યું કે, આ અધિકારીઓ વિશે વાત કરવી જોઈએ, જી...હા આ એજ અધિકારી છે જેમણે તાત્કાલીન મોદી સરકાર પર સવાલો કર્યા હતાં.

જ્યારે મોદીના 'ગુડમેન' સંજીવે જ મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા



સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા. જેઓ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા હતાં. ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને હાલ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. 2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાંવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી. IITમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કેડરના આઈપીએસ હતા. એક સમયે નરેન્દ્ર મોદીના 'ગુડમેન' અધિકારી તરીકે ઓળખાતા સંજીવે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા હતાં. 2011માં સંજીવ ભટ્ટે એક ઍફિડેવિટમાં કહ્યું હતું કે, ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે, હિંદુઓને આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ. જોકે, આ અંગે મોદી સરકારે કહ્યું હતું કે, સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર જ નહોતા, જેના કોઈ સાક્ષી કે પુરાવા પણ નથી. સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને ચર્ચામાં રહ્યા હતાં. આમ, સસ્પેન્ડેડ IPS અધિકારી સંજીવ ભટ્ટે પણ કમિશન સમક્ષ ઍફિડેવિટ કરીને નરેન્દ્ર મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા હતા.

જ્યારે આર.બી. શ્રીકુમારે નાણાંવટી કમિશાન પર સવાલો કર્યા



1971ની બેચના IPS અધિકારી આર.બી. શ્રીકુમાર રાજ્યના ભૂતપૂર્વ પોલીસ વડા રહ્યાં. તેઓએ ગુજરાત રમખાણોના કેસમાં 9 સોગંદનામા દાખલ કર્યા હતા. જ્યારે રાજ્યમાં ગોધરા કાંડની ઘટનાઓ બની હતી ત્યારે શ્રીકુમાર રાજ્યની ગુપ્તચર શાખાના વડા હતા. તેઓએ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો ફોન ટેપ કરવાનો આદેશ આપ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આર. બી. શ્રીકુમારે ગુજરાત હાઈકોર્ટમાં એક પીલ દાખલ કરીને નાણાંવટી કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી. નાણાંવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ 25 સપ્ટેમ્બર, 2009ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર શ્રીકુમારે સવાલો કરતા કહ્યું હતું કે, નિયમને આધારે કોઈ પણ કમિશનનો રિપોર્ટ 6 મહિનાની અંદર વિધાનસભામાં એક્શન ટેકન રિપોર્ટની સાથે રજૂ કરવાનો હોય છે, પરંતુ સરકારે બહુ મોંડુ કર્યું છે. શ્રીકુમારનો આરોપ હતો કે, પીડીતોને આ કમિશનથી ઘણી આશાઓ હતી, પરંતુ લોકોને કંઈ જ મળ્યું નથી. નાણાંવટી કમિશન સમક્ષ આર. બી. શ્રીકુમારે એક સોગંદનામુ રજૂ કર્યું હતું. એ વખતે શ્રીકુમાર ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારે તેમણે તોફાનોને લગતી માહિતી વિશે સરકારને જાણ કરી હતી.

જ્યારે રાહુલ શર્માએ મોટો પુરાવા તરીકે ફોન-કોલ્સની સીડી રજૂ કરી



રાહુલ શર્મા 1992ની બેચના IPS અધિકારી હતાં. 2002માં થયેલા રમખાણમાં ભાવનગરના DSP તરીકે રાહુલ શર્માએ તોફાનીઓ દેખાય ત્યાં ઠાર મારવાનો આદેશ આપ્યો હતો. જોકે IPS અધિકારી રાહુલ શર્માનો આ આદેશ તત્કાલીન ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયાને પસંદ ન આવ્યો. એટલે શર્માની અમદાવાદમાં બદલી કરી દેવામાં આવી હતી. શર્મા તોફાનમાં માલ-મિલ્કત અથવા માણસ ગુમાવ્યો હોય અને ફરિયાદ ન નોંધાઈ હોય તેવા લોકોને બોલાવી બોલાવીને ફરિયાદ નોંધવા લાગ્યા હતાં. એટલે અમદાવાદ પોલીસ કમિશનરે તેમને કંટ્રોલરૂમમાં ખસેડી ક્રાઈમ બ્રાન્ચની મદદમાં મૂકી દીધા હતા. 2002માં ગુજરાતમાં મોબાઇલ ટેલિફોનની સુવિધા આપતી બે જ કંપનીઓ હતી. રાહુલે આ બંને મોબાઇલ કંપનીઓને કહ્યું હતું કે, 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના તમામ મોબાઈલ ધારકોની કોલ્સ ડિટેઇલ આપો. રાહુલ શર્માને મોબાઇલ કંપની દ્વારા જે કોલ ડિટેઇલ્સ આપવામાં આવી તે એક મોટો પુરાવો સાબિત થવાનો હતો. ગોધરાકાંડની તપાસ કરી રહેલા જસ્ટિસ નાણાંવટી સામેની જુબાનીમાં રાહુલ શર્માએ એ દિવસની ફોન-કોલ્સની સીડી રજૂ કરી હતી. જો કે, નાણાંવટી પંચમાં ગુજરાત સરકારે રાહુલ શર્માની સીડીનો વિરોધ કર્યો હતો, ત્યારે તોફાનની તપાસમાં માટે નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે રાહુલ શર્માની સીડીને પુરાવા રૂપે ગણી હતી, પરંતુ આજે આ ત્રણેય IPS અધિકારીને નકારાત્મ ગણવામાં આવ્યાં છે. આમ, મોદી સરકારના વિરોધી અને સરકાર પર સવાલો કરનાર અધિકારીઓની ભૂમિકા પર હવે સવાલો થઈ રહ્યાં છે.

સંદર્ભ
- ગોધરાકાંડનું અધૂરુ સત્ય, પ્રશાંત દયાળ
- ગુજરાત ફાઈલ્સ, રાના અયુબ
- પદડા પાછળનું ગુજરાત, આર.બી. શ્રીકુમાર

Saturday, May 4, 2019

ગુજરાત સ્થાપના દિન, જાણો આજનું ગુજરાત

જય જય ગરવી ગુજરાત, ઊંચી તુજ સુંદર જાત, ઉત્તરમાં અંબા માં, પૂર્વમાં કાળી માં, તો સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ...જય જય ગરવી ગુજરાત.

ગુજરાત પોતાની સંસ્‍કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ ધરાવે છે. પુરાણોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું આજનું ગુજરાત ગરવું ગુજરાત બન્યું છે. સમ્રાટ અશોકના શિલાલેખથી લઈ અડીખમ ગિરનારે દરેક ગુજરાતીને ગૌરવ આપ્યો છે. મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતમાં સુવર્ણકાળ કહેવાયો, સોરઠની ચારણ કન્યાનું ખમીર અને નર્મદનો દાંડિયો સામજીક જીવનના પ્રતીક બન્યાં. આ મારું ગુજરાત મહેમાનગતિ, વેપારી, ગુજ્જુ ગરબા અને ગુજરાતી થાળીથી વખણાય છે. એક તરફ 1600 કિમીનો દરિયો તો બીજી તરફ કચ્છનું રણ...


ગુજરાતની મધ્યમાં સાબરમતીના કિનારે વસેલું આશાવલ અને કર્ણાવતી અર્વાચીન યુગમાં અમદાવાદ તરીકે ઓળખાયું. હાલનું અમદવાદ સાબરમતી રિવરફન્ટ અને કાંકરિયા તળાવ માટે જાણીતું છે, તો રંગીલા અને મોજીલા રાજકોટવાસીઓ આજે પણ બપોરે ધંધા-રોજગાર બંધ કરી 2થી 4 મોજથી સુએ છે. 1964-65માં ગુજરાતની નવી રાજધાની તરીકે ગાંધીનગર નવેસરથી વસાવાયું. જે આજે ગ્રીન અને ગીફ્ટમાં પરિવર્તિત થયું છે. ગાયકવાડમાં ગવાયેલું વ્યવહારું વડોદરા હાલ ભાખરવડી અને નવરાત્રિ માટે જાણીતું છે. લોકમાતા નર્મદાની વચોવચ અડિધમ ઉભેલી સરદારની પ્રતિમા, એકતાનું પ્રતીક બની છે, તો સોરઠનો સાવજ અને કાઠીયાવાડી ડાયરો સોરઠીપ્રજાનું થમીર છે. દેશ-દુનિયામાં ગુજરાત અને ગુજરાતી લોકોને માન આપનાર  નરેન્દ્ર મોદી તો કેમ કરી ભૂલાય...

ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું અને 500 વર્ષ પુરાણું નગર એટલે ભૂજ. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં કચ્‍છીકલાનો શિખર એટલે આયના મહેલ. ભારતનાં પાંચ સરોવરોનું નારાયણ સરોવર વૈષ્‍ણવધર્મનું યાત્રાધામ છે. માંડવીનો દરિયાકિનારો નયનરમ્‍ય નૈસર્ગિક સૌંદર્ય ધરાવે છે, તો વિજય વિલાસનો વિલાસ ચૌતરફો ફેલાયો છે. 4500 વર્ષ જૂનું ધોળાવીરા એક સમયે ભવ્‍ય નગર હતું, તો સતત વ્યસ્ત કંડલા બંદર, કચ્‍છનું અર્વાચીન બંદર કહેવાયું છે. મચ્‍છુ હોનારતથી હેરાન થયેલું મોરબી આજે ઘડિયાળ અને ટાઇલ્સથી જાણીતું બન્યું છે.

સોરઠના દરિયાકિનારે આવેલું પોરબંદર, મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ અને કૃષ્ણભક્ત સુદામાની કર્મભૂમિ કહેવાય છે. ગિરનારની છાયામાં વિસ્‍તરેલું નગર જૂનાગઢ, એક સમયે ભક્ત નરસિંહ મહેતાની નગરી ગણાતું હતું. 600 મીટરની ઊંચાઈ ધરાવતા ગિરનાર સુધી પહોંચવા દસ હજાર પગથિયાં ચડવાં પડે છે. ગીરની તળેટીથી સમુદ્ર સુધી વિસ્‍તરેલું સાસણ-ગીરનું જંગલ સિંહો માટે જાણીતું બન્યું છે. ભારતના પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. દરિયાકિનારે આવેલું સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું. 1950માં સોમનાથ કામ શરૂ કરવામાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. આ મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્‍ણને પારધીએ તીર માર્યું જેના પરિણામ સ્વરૂપ ભાલકાતીર્થ જાણીતું બન્યું. હિન્‍દુધર્મના ચાર યાત્રાધામો પૈકીનું એક એટલે દ્વારકા. 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર પાંચ માળ અને 60 સ્‍તંભો ધરાવે છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા, ચામુંડાદેવીના મંદિર માટે જાણીતું છે. અહીં તરણેતરનો મેળો જગવિખ્યાત છે.

દક્ષિ‍‍ણના દરિયાકાંઠે દાંડીમાં ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું અને સવિનય કાનૂન ભંગ કર્યો, જેથી બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી. તાપી નદીના કિનારે વસેલું સુરત એક સમયે પશ્ચિમ ભારતનું બંદર હતું. એમ કહેવાય છે કે, અહીં દેશ-પરદેશનાં વહાણો પર 84 બંદરના વાવટા ફરકતા હતાં. આજે ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું સુરત 1994માં પ્‍લેગની બિમારીથી ‘ગંદામાં ગંદું શહેર‘ કહેવાયું. જોકે માત્ર બે વર્ષના ગાળામાં સુરતે પોતાનું કલંક ભૂંસી નાખ્‍યું અને ભારતનું 'સ્‍વચ્‍છ શહેર' બન્યું. મોગલ સમયમાં સુરત ‘મક્કા બંદર‘, ‘મક્કાબારી‘ અને ‘બાબુલ મક્કા‘ તરીકે પણ ઓળખાયું, તો વલસાડનું પરું બની ગયેલું તીથલ, આજે દરિયાકિનારનું હવા ખાવાનું સ્‍થળ બન્યું છે, જ્યાં સાંઈબાબાનું મંદિર છે.

ઉત્તર સરહદે આરાસુર ડુંગર પર આવેલું અંબાજી મંદિર ભાદરવી મેળાથી જગવિખ્યાત બન્યું. હાલમાં હિટ સિટીથી જાણીતું ઈડર, ક્યારેક એવો ગઢ ગણાતો કે, એ જીત્યા બાદ‘ઈડરિયો ગઢ જીત્‍યા‘ એવી લોકોક્તિ પ્રચલિત હતી. નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર, શિલ્‍પકળા અને વાસ્‍તુકળા માટેનું પ્રતીક હતું. જ્યારે તાનસેનમાં દીપક રાગથી અગ્નિને જન્મી ત્યારે અહીંની તાના-રીરી એમ બે બહેનોએ મલ્‍હાર રાગ છેડી અગ્નિ શમાવી દીધેલી. સરસ્‍વતી નદીના તટે વસેલું પાટણ એક વખતે ગુજરાતની રાજધાની હતું. અણહિલપુરથી જાણીતા પાટણમાં સહસ્‍ત્રલિંગ તળાવના અવશેષો અને સ્‍થાપત્‍યની ભવ્‍યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્‍યાત છે, તો ભારતમાં બે માત્ર સૂર્યમંદિરોમાંનું એક મોઢેરાનું સુર્યમંદિર ભીમદેવના સમયમાં બંધાયું હતું.

જ્યાં 2001ના ભૂકંપ અને 2002ના ગોધરાકાંડ બાદ ઉભું થયેલું મારું ગુજરાત આજે વિકાસના વિવિધ પાસાઓ સાથે દેશ અને દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરવામાં તત્પર રહ્યું છે. તો આ હતી મારા ગુજરાતની વૈવિધતા,

જય જય ગરવી ગુજરાત...

Saturday, March 24, 2018

એન્ટી મુસ્લિમ રાયટ્સ નહીં 'ગુજરાતના હુલ્લડો' ભણાવાશે



NCERTના રાજ્યશાસ્ત્રના પુસ્તકમાં વર્ષ 2002ના ગુજરાત રમખાણ વિશેના પ્રકરણમાં ફેરફાર કરવામાં આવ્યો છે. National Council of Educational Research and Training (NCERT)ના ધોરણ- 12ના રાજ્યશાસ્ત્રના પુસ્તકમાં મોટો ફેરફાર કરાયો છે. જેમાં વર્ષ 2002માં થયેલ ગુજરાત રમખાણોના નવા પુસ્તકમાં મુસ્લિમ વિરોધી કોઈ બાબત લખવામાં આવશે નહી અને કોઈ એવો શબ્દપ્રયોગ પણ નહી કરવામાં આવે જેનાથી મુસ્લિમોની લાગણીને ઠેસ પહોંચે. આ પુસ્તકમાં ગુજરાત હુલ્લડોના નામથી જ ભણાવાશે. મહત્વનું છેકે, આ અગાઉ પુસ્તકમાં પરિવર્તન કરવા માટે ભારત સરકારના HRD મંત્રાલયે CBSEને સલાહ આપી હતી. 

તસવીરઃ- Google Photo

NCERTના ધોરણ-12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ‘Recent Developments in Indian Politics'ના અંતિમ પ્રકરણ છે. જેના પાના નંબર 187/88/89 પર 'Anti-Muslim riots in Gujarat' નામના વિષય હેઠળ ભણાવવામાં આવતું હતું. હવે NCERTએ તેનું નામ બદલી નાખ્યું છે. આ નામ બદલ્યા બાદ NCERTના નવા પુસ્તક "ગુજરાત હુલ્લડો"ના ટાઈટલ હેઠળ ભણાવવામાં આવશે. આ બાબતે ચાલું સપ્તાહે નવા પુસ્તકને પ્રકાશિત કરવામાં આવશે. 

આ પુસ્તકનું નામ 'Politics in India since Independence' છે. આ પુસ્તકના એક ફકરામાં વર્ષ 1984ના હુલ્લડોને શીખ વિરોધી વર્ણન કરવામાં આવ્યાં છે. આ પુસ્તકના અંતિમ પ્રકરણમાં લખાયું છે કે, "વર્ષ 2002ના ફેબ્રુઆરી-માર્ચમાં ગુજરાતમાં મુસ્લિમો વિરુદ્ધ મોટા પાયે હિંસા થઈ હતી. જેમાં કારસેવકોથી ભરેલી ટ્રેન પર હુમલો થયો હતો, ત્યાર બાદ મુસ્લિમો વિરુદ્ધ હિંસાની આગ ઉઠી હતી. આ બાબતે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશને હિંસાને નિયંત્રિત કરવામાં નાકામ રહેવા પર ગુજરાત સરકારની ટીકા પણ કરી હતી. "હવે નવા પુસ્તકમાં મુસ્લિમો વિરુદ્ધ કોઈ વાક્ય નહીં લખાય.

એવું તે શું હતું આ પુસ્તકમાં ? 

આ પુસ્તકના એક ફકરામાં ઉલ્લેખ કરાયો છે કે, "અયોધ્યાથી કારસેવકોથી ભરીને આવતી એક ટ્રેનના ડબ્બામાં આગ લગાડી દેવાઈ હતી. આ આગમાં આશરે 50 જેટલા લોકો માર્યા ગયા હતાં." આ પુસ્તકમાં દાવો કરાયો છે કે, " આ આગ લાગવામાં મુસલમાનોનો હાથ હતો. જે બાદ ઘટનાના બીજા જ દિવસથી ગુજરાતના કેટલાંક ભાગોમાં મુસ્લિમો વિરુદ્ધ ઉગ્ર હિંસા થઈ હતી. આ હિંસા લગભગ એક માસ સુધી ચાલી હતી. હિંસામાં આશરે 1100 લોકોથી વધુ મુસલમાનો માર્યા ગયા હતા. આ હિંસા બાબતે સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2002ના ગુજરાત હુલ્લડોમાં 790 મુસ્લિમ અને 254 હિન્દુ લોકો માર્યા ગયા હતા. જેમાં 223 લોકો લાપતા અને 2500 ઈજાગ્રસ્ત થયા હતા. આઝાદ ભારતના ઈતિહાસમાં ગુજરાતના હુલ્લડોને સૌથી ભીષણ હિંસા માનવામાં આવે છે." 

વર્ષ 2007માં UPAના શાસનકાળમાં પ્રકાશિત થયેલ NCERTના પુસ્તકમાં પરિવર્તનનો નિર્ણય કરવા એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડ્રી એજ્યુકેશન (CBSE) અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વનું છે કે, ગત વર્ષે આ પુસ્તકમાં પરિવર્તન લાવવા માટે HRD મંત્રાલયે CBSEને એક સલાહ આપી હતી. ત્યાર બાદ આ પુસ્તકોમાં પરિવર્તન કરી ચાલું વર્ષના અંતમાં જ નવા પુસ્તકો છાપવામાં આવશે. એવી વાત કરવામાં આવી છે.

આ પુસ્તકમાં આવું લખાયું છે.......

"Anti-Muslim riots in Gujarat"

In February-March 2002, large-scale violence against Muslims took place in Gujarat. The immediate provocation for this violence was an incident that took place at a station called Godhra. A bogey of a train that was returning from Ayodhya and was full of Karsevaks was set on fire. Fiftyseven people died in that fire. Suspecting the hand of the Muslims in setting fire to the bogey, large-scale violence against Muslims began in many parts of Gujarat from the next day. This violence continued for almost a whole month. Nearly 1100 persons, mostly Muslims, were killed in this violence. The National Human Rights Commission criticised the Gujarat government’s role in failing to control violence, provide relief to the victims and prosecute the perpetrators of this violence. The Election Commission of India ordered the assembly elections to be postponed. As in the case of anti-Sikh riots of 1984,


પુસ્તકઃ- Politics in India since Independence, Page- 187

"On 27 February1947, at the very first meeting of the Advisory Committee of the Constituent Assembly on
Fundamental Rights, Minorities and Tribals and Excluded Areas, Sardar Patel asserted:

“It is for us to prove that it is a bogus claim, a false claim, and that nobody can be more interested than us, in India, in the protection of our minorities. Our mission is to satisfy every one of them. Let us prove we can rule ourselves and we have no ambition to rule others”.

“The tragic events in Gujarat, starting with the Godhra incident and continuing with the violence that rocked the state for over two months, have greatly saddened the nation. There is no doubt, in the opinion of the Commission, that there was a comprehensive failure on the part of the state government to control the persistent violation of the rights to life, liberty, equality and dignity of the people of the state. It is, of course, essential to heal the wounds and to look to a future of peace and harmony. But the pursuit of these high objectives must be based on justice and upholding of the values of the constitution of the republic and the laws of the land."

- National Human Rights Commission, 
  Annual Report- 2001-2002.


પુસ્તકઃ- Politics in India since Independence, Page- 188

Gujarat riots show that the governmental machinery also becomes susceptible to sectarian passions. Instances, like in Gujarat, alert us to the dangers involved in using religious sentiments for political
purposes. This poses a threat to democratic politics.


"My one message to the chief minister [of Gujarat] is that he should follow ‘raj dharma’. A ruler should not make any discrimination between his subjects on the basis of caste, creed and religion."

- Atal Behari Vajpayee,
  Prime Minister of India,
  Ahmedabad, 4 April 2002.

પુસ્તકઃ- Politics in India since Independence, Page- 189