Showing posts with label Film Review. Show all posts
Showing posts with label Film Review. Show all posts

Monday, February 17, 2020

'હેલ્લારો' હૈદરાબાદી ગુજરતીઓ માટે અધૂરી, કહેવુ છે હેલ્લારો-2 લાવો...





'હેલ્લારો' હૈદરાબાદી ગુજરતીઓ માટે અધૂરી, કહેવું છે હેલ્લારો-2 લાવો...

#hellaro #AbhishekShah #Gujarati #Kutchi #Kutch #હેલ્લારો

‘હેલ્લારો’ ભારતની બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતીને પહેલા જ બાજી મારી ગઈ હતી. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં, હવે ફાઈનલી ફિલ્મ પડદા પર આવી ગઈ. ફિલ્મ રિલીઝ થઈ ત્યાર બાદ ખાસ અમદાવાદમાં લોકોએ બહુ વખાણ કર્યા હતા. આજે આપણે હૈદરાબાદમાં રહેતા કચ્છી ગુજરાતીઓ સાથે વાત કરીશું....

- ફિલ્મમાં વખાણવા લાયક તો સૌમ્ય જોશીના શબ્દો અને આદિત્ય ગઢવીનો અવાજ

- બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘માંગી લેજે સપના વિનાની ખાલી રાત’ થિયેટરના સાઉન્ડથી રૂવાડા ઉભા કરી દે છે.

Cameraman- Vagh Praful

Tuesday, November 26, 2019

પટકથાની ટીકાઃ 'હેલ્લારો'માં કચ્છ કેટલું?

‘હેલ્લારો’ ભારતની બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતીને પહેલા જ બાજી મારી ગઈ છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં, હવે ફાઈનલી ફિલ્મ પડદા પર આવી ગઈ. ફિલ્મ રિલીઝ થઈ ત્યાર બાદ ખાસ અમદાવાદમાં લોકોએ બહુ વખાણ કર્યા હતા. એટલે આજે વખાણ નઈ પણ થોડીક વાસ્તવિક વાતો કરવી છે. જેવી રીતે ગુજરાતી સિનેમામાં દેશ રે જોયાને દાદા પર દેશ જોયા...અને એ વખતની કેટલીક ફિલ્મો આજે પણ અલગ મહત્વ ધરાવે છે, જ્યાં આજની અર્બન ફિલ્મો પણ એ જગ્યા લઈ શકી નથી. અણગમો હોવા છતાં ગુજરાતી સિનેમામાં વિક્રમ ઠાકોર અને એની ભાષાએ ગુજરાતી ફિલ્મ જગતને આગળ વધાર્યું. આ ફિલ્મમાં વખાણવા લાયક તો સૌમ્ય જોશીના શબ્દો અને આદિત્ય ગઢવીનો અવાજ જ છે. જે કર્ણપ્રિય બનાવે છે.



આ ફિલ્મની સ્ટોરી સારી પણ પડદા પર મૂળ સ્ટોરી ઉપસી આવતી નથી. હા ફિલ્મના ડાયલોગ્સ હૃદયમાં સોંસરવા ઉતરી જશે. એમાં પણ મંજરીના કેટલાક ડાયલોગ...ફિલ્મમાં સૌથી સારુ કંઈ લાગ્યું તો એ માત્રને માત્ર તેના ગીત. બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘માંગી લેજે સપના વિનાની ખાલી રાત’ થિયેટરના સાઉન્ડથી રૂવાડા ઉભા કરી દે છે. ભૂમિ ત્રિવેદી અને એશ્વર્યા એ પણ મજા કરાવી છે. ત્રણેય ગીતો આગામી દિવસોમાં (જ્યાં ગરબાની રમઝટ હશે ત્યાં) લોકમૂખે રહેશે.

ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં કચ્છની પૃષ્ઠભૂમિ છે. જેનું સૌંદર્ય પણ ઉડીને આંખે વળગે એવું છે, પણ કચ્છને મેં જેટલું જોયું છે, વાચ્યું છે એવું કચ્છ મને ન જ દેખાયું. જેવું કે, કચ્છી લોક-સંસ્કૃતિ અને પરંપરા. આ પરથી એવું લાગે છે કે, ફિલ્મ બનાવનારાઓએ પુરતો કચ્છી અભ્યાસ કર્યો નથી. પ્રેમજી ફિલ્મમાં કચ્છનું નિરૂપણ છે એ કદાચ હેલ્લારો કરતા સારુ છે. જેમાં કચ્છી રહેણી-કહેણી કદાચ થોડી વાસ્તવિક લાગે છે. બીજી વાત કચ્છમાં ફિલ્મ બને છે અને તમે કચ્છી કહાની જ બતાવવાના છો તો એ માત્ર 8-10 ભૂંગા સુધી સીમિત ન હોઈ શકે. ભલે ફિલ્મમાં એક ગામની જ કહાની હોય. જે ભૂંગા બનાવવામાં આવ્યાં છે. એ એક ગામ નહીં પણ મહોલ્લો લાગે છે. કહાની બહુ જૂની છે પણ કચ્છી ભૂગાં આધુનિક લાગે છે...ફિલ્મ જોયા બાદ લાગે છે કે ભૂંગા હમણાં જ બનાવાયા છે. જો કે, ભૂંગા બનાવવામાં જે મહિલાઓને રોજગારી મળી હશે એ મારા માટે પોઝિટીવ વાત છે.

આખી ફિલ્મ કચ્છની છે પણ તમે કોઈ કચ્છીભાષી પાત્ર રાખ્યું નથી...ક્યાંય કચ્છી તળપદી ભાષા કે શબ્દો ન સાંભળવા મળ્યા. કહાની બહુ જૂની છે, પણ ભાષા આધુનિક અમદાવાદી લાગે છે. જે ગ્રાઉન્ડ રિયાલિટીથી દૂર છે. ફિલ્મની રીતે ફિલ્મ સારી છે. અભિનય, કેમેરાનો ભરપુર ઉપયોગ થયો છે. ફિલ્મમાં સ્ત્રી અભિવ્યક્તિઓની બારીકાઈ છે, પણ અભિનેત્રીઓમાં કચ્છી મહિલાઓનો રૂઆબ કે હૂંફ જોવા મળતી નથી. એક હકીકતની વાત કરીએ તો ફિલ્મ બનાવનારે ભલે કાલ્પનિકતાની વાતો કરી રસ્તા શોધ્યા હોય પણ ફિલ્મ જોયા બાદ લોકમાનસ પર આ સ્ટોરી સત્ય ઘટના રૂપે જ ઉપસી આવે છે. જેથી કચ્છી લોકજીવન વિશે આજનો યુવાન ગેરમાર્ગે દોરાય છે. ફિલ્મમાં 13 એક્ટ્રેસને એક જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી એનું ગર્વ છે. બોલિવૂડમાં એવું ઘણીવાર બન્યું છે કે, ઘણાં બધા એવોર્ડ એક અભિનેત્રીને મળ્યો હોય, પણ કદાચ હેલ્લારો ભારતની પહેલી એવી ફિલ્મ છે. જેમાં એક એવોર્ડ 13 અભિનેત્રીઓને મળ્યો છે.

પુરુષપ્રધાન સમાજમાં રહેતી 13 નાયીકાઓના સ્વપ્ન રૂપે શ્રદ્ધા ડાંગર એટલે કે ફિલ્મની મંજરી ફિલ્મમાં બાંધી રાખે છે. તમામ એક્ટ્રેસિસે અભિનયમાં જીવ રેડ્યો છે. મૂળજી (જયેશ મોરે) અને ભગલો (મૌલિક નાયક)નો અભિનય પણ મજાનો છે. મૌલિકે પોતાનો અભિનય જાળવી રાખ્યો છે. ક્યાંય ઢોંગ કરતો દેખાતો નથી. ફિલ્મમાં ડાયલોગ્સના જોરદાર પંચ છે, પણ સમગ્ર ફિલ્મ દરમ્યાન બધાજ પંચ વિસરાઈ જાય છે. મને લાગે છે કે, એક સાથે ઘણા બધા પંચ દર્શકો પર હાવી થઈ જાય છે. જ્યારે ઢોલી ચાલ્યો જાય છે ત્યારે તમામ નાયીકાઓ જાણે સંતાકુકડી રમતી હોય એવી રીતે શોધતી નજરે પડે છે. લાસ્ટમાં ફિલ્મનો એન્ડ એવી રીતે થયો કે સમજાયું જ નહીં. મને લાગે છે કે, ફિલ્મમાં દેશી ઢોલનું સંગીત હોત તો ફિલ્મ કચ્છી લાગત...

- કલ્પેશ તારા

(આ લખાણ ફિલ્મ જોયા બાદના મારા પોતાના વિચારોનું છે, કોઈએ બંદબેસતી પાઘડી પહેરવી નહીં.)

જાણીતા કચ્છી લેખક માવજી માહેશ્વરીના અનેક સવાલ

જાણીતા કચ્છી લેખક માવજી માહેશ્વરી મિર્ચ મસાલા અને રુદાલી ફિલ્મને યાદ કરતા કહે છે, હેલ્લારોમાં પુરુષોને જે રીતે ક્રૂર બતાવાયા છે, એવા ક્રૂર પુરુષો ન તો કચ્છમાં હતા કે તો છે. અહીં ઢોલ સ્ત્રીઓની સ્વતંત્રતાનું પ્રતિક બને છે. એવી જ રીતે લોકરાસની ઓળખ પણ સ્ત્રી જ છે. લોકરાસ સ્ત્રીઓ વગર અધૂરા છે, તો એવું કેવી રીતે બને કે ગુજરાતના જ કોઈ વિસ્તારમાં સ્ત્રીઓને ગરબા રમવા ઉપર પ્રતિબંધ હોય? કચ્છીઓ ભલે એમ માનીને હરખાયા કે આ ફિલ્મ કચ્છના કેન્દ્રમાં છે, પરંતુ આખી વાહ વાહીમાં કોઈને એ ન દેખાયું ફિલ્મનું ચિત્રીકરણ જે ભૂમિ ઉપર થયું છે તે સાવ ખોટું છે.

માવજી કાકા વધુમાં કહે છે, પટકથાના લેખકે જે મુદ્દો ઉપસાવ્યો છે એ માટે ગુજરાત કે કચ્છની ભૂમિ કોઈ રીતે યોગ્ય નથી. જોકે નિર્માતા, નિર્દેશક કે લેખક એમ કહીને છૂટી જાય કે આ તો કાલ્પનિક ઘટના છે. નિર્માતા કે નિર્દેશક ભલે નકારતા હોય, છતાં એ સત્ય છે કે ફિલ્મની પટકથા રાપરના વ્રજવાણી ગામના ભૂતકાળમાં બનેલી ઘટનાના વિચારબીજ ઉપર જ રચાયેલી છે. આ ઘટનાનો ઉલ્લેખ રઘુવીર ચૌધરીની નવલકથા અમૃતામાં પણ છે. આ કહાનીનું સૌથી પહેલું લખાણ કચ્છી સાહિત્યકાર દુલેરાય કારાણીના સાહિત્યમાં નોંધાયેલું છે.

કાકા કહે છે, આ ફિલ્મને વ્રજવાણીની કથા સાથે ન જોડીએ તોય, આ ફિલ્મ બનાવવામાં જોડાયેલા લોકો કચ્છથી અપરિચિત હોય એવું દેખાઈ આવે છે. અભિનેતાઓને પહેરાવવામાં આવેલા કપડાં કચ્છના નથી. કચ્છના પુરુષો ક્યારેય માથા પર લાલ પાઘડી પહેરતા નહોતા. ઘરેણાં અને લોકનૃત્ય પણ કચ્છના નથી. નવરાત્રીના પહેલા દિવસે પુરુષોનું જે લોકનૃત્ય રજુ કરાયું છે તે તરણેતરના મેળામાં રજુ થતા પુરુષોનું લોકનૃત્ય છે. ગીરમાં જેને નેસ કહે છે એને કચ્છમાં વાંઢ કહે છે. એ વાંઢોમાં માણસો કરતાં અનેકગણા પશુઓ હોય છે. હેલ્લારોની વાંઢોમાં પશુઓ જ અદશ્ય છે. જો કે, નિર્દેશકે બેકગ્રાઉન્ડમાં પશુના અવાજ મૂકીને સંતોષ માન્યો છે.

૧૯૭૫ની આસપાસ આખાય કચ્છમાં રાજ્ય પરિવહન નિગમની બસ અંતરિયાળ વિસ્તારો સુધી જતી હતી. એમાના કેટલાક રૂટ તો આજે પણ ચાલે છે. શું ૧૯૭૫માં કચ્છનો વાગડ વિસ્તાર એટલો પછાત હતો કે ભૂજ જવા માટે ઘોડાથી જવું પડે? અને રણમાં રહેતો માણસ ઘોડો પાળે કે ઊંટ? વળી કચ્છમાં ક્ષત્રિયોને બાદ કરતા સવારી માટે ઘોડાનો ઉપયોગ કરનારા જૂજ લોકો હતા. ફિલ્મમાં દેખાતું પુરુષોનું મધ્યયુગીન ક્રૂર માનસ કચ્છના પુરુષોમાં ક્યારેય નથી રહ્યું. આ માટે જ કચ્છના જનમાનસની રગ જાણવા માટે ખાસ્સા અભ્યાસની જરુર પડે, અહીં ધામા નાખીને રહેવું પડે. એટલે જો આ ફિલ્મ કચ્છ ઉપર બનાવાઈ હોવાનું કહેવાતું હોય તો કચ્છી માડુઓએ ઝાઝા હરખાવાની જરુર નથી.

(સંપાદન- માવજી માહેશ્વરીના 14 Nov.2019, Mid-day Gujaratiમાં છપાયેલ લેખમાંથી)

Saturday, December 29, 2018

અભિવ્યક્તિની સ્વતંત્રતાઃ આ બે ફિલ્મ પર લાગ્યાં પ્રોપેગેન્ડાના આરોપ

બોલિવૂડમાં અનેક ફિલ્મ અવારનવાર વિવાદનું કારણ બનતી હોય છે, ત્યારે ફરી એકવાર 2 ફિલ્મોને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યાં છે. એક છે બોલિવુડ અભિનેતા અનુપમ ખેરની નવી ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’. જે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવન પર આધારિત છે અને બીજી બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકીની ‘ઠાકરે’ ફિલ્મ. જે મહારાષ્ટ્રમાં શિવસેનાનાં સ્થાપક સ્વ. બાળાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત છે. બંને ફિલ્મો 2019ની લોકસભા ચૂંટણી પહેલા રિલીઝ થઈ રહી છે. જેથી બંને ફિલ્મોને પ્રોપેગેન્ડા માનવામાં આવી રહી છે.


એક તરફ મનમોહન સિંહના રોલ પર મહારાષ્ટ્ર યુથ કૉંગ્રેસે ફિલ્મ નિર્માતાને પત્ર લખીને ફિલ્મની સ્પેશલ સ્ક્રિનિંગ રાખવાની માંગ કરી છે. જો માગ નહીં સંતોષવામાં આવે તો કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં ફિલ્મ આ પર પ્રતિબંધ મુકવાની ધમકી પણ આપવામાં આવી છે, તો બીજી તરફ 'ઠાકરે' ફિલ્મની રીલિઝને લઇને પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યાં છે. શિવસેનાના એક સ્થાનિક નેતાનું કહેવું છે કે, ફિલ્મ 'ઠાકરે'ની રીલિઝની તારીખે બીજી કોઈ અન્ય ફિલ્મ રીલિઝ નહીં થવા દઇએ.

જ્યારથી આ બંને ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી આ ફિલ્મોએ લોકોમાં ઉત્કંઠા જગાવી છે. મહત્વનું છે કે, ફિલ્મ 'ઠાકરે' 25 જાન્યુઆરી અને ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મ 11 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જોકે બંને ફિલ્મોએ સેન્સર બોર્ડનો સામનો કરવો પડશે. જેમાં ખાસ ધ્યાન આપવામાં આવશે.બંને ફિલ્મો 2019ની લોકસભા ચૂંટણી પહેલા રિલીઝ થઈ રહી છે. મનમોહન સિંહના જીવન પર આધારિત ફિલ્મનો પ્રચાર ભાજપે પોતાના ઓફિશ્યલ ટ્વિટર હેન્ડલથી કર્યો છે. જેથી ફિલ્મને પ્રોપેગેન્ડા માનવામાં આવી રહી છે, તો 'ઠાકરે' ફિલ્મના ટ્રિઝરમાં બાલાસાહેબના હિંદુવાદી વિચારને ચૂંટણી પ્રચાર માનવામાં આવી રહ્યો છે.

એવું કહેવાઈ રહ્યું છે કે, લોકસભાની ચૂંટણી પહેલા આ બંને ફિલ્મ રિલીઝ થવાથી ચૂંટણીમાં ભાજપને ફાયદો થઈ શકે છે. જેથી કેટલાક મોદી વિરોધીઓ નોટબંધી, ખેડૂતોની આત્મહત્યા, રાફેલ ડીલ મુદ્દે પણ ફિલ્મ બને તેવી માંગ કરી રહ્યા છે. જોકે એક વાત અહીં નોંધવી શક્ય બને કે, ફિલ્મને માત્ર મનોરંજનની રીતે જોવી જોઈએ. બાકી વિવાદો તો થતાં જ રહેશે. અહીં ફિલ્મ નિર્માતાઓની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પણ ધ્યાન રાખવું જોઈએ, બાકી ફિલ્મ નિહાળ્યાં બાદ લોકો જ નક્કી કરશે કે ખરેખર ફિલ્મ પ્રોપેગેન્ડા છે કે નહીં.

Monday, March 5, 2018

વર્ષ 2018માં ઓસ્કાર વિજેતા ફિલ્મ 'ધ શેપ ઑફ વૉટર'


વર્ષ 2018માં ઑસ્કારમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ 'ધ શેપ ઑફ વૉટર' ફિલ્મને મળ્યો છે. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ ઉપરાંત બેસ્ટ ડાયરેક્શન, ઓરિડિનલ સ્કોર, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન એવોર્ડ પણ મળ્યો છે.

તસવીરઃ- Google photo
આ ફિલ્મ ઠંડા યુદ્ધ પર આધારિત છે. ફિલ્મની સ્ટોરી એક મુંગી છોકરી પર આધારિત છે. ફિલ્મ સતત મુંગી છોકરીની આસપાસ જ ફર્યા કરે છે. આ છોકરી અમેરિકાનાં બાલ્ટીમોરની એક પ્રાઈવેટ લેબોરેટરીમાં ચોકીદારનું કામ કરતી હોય છે. ફિલ્મમાં મુંગી છોકરીનું નામ એલિસા છે.

આ એલિસાને લેબોરેટરીમાં જ એક રહસ્યમય લાગણી બંધાય છે. જોત જોતામાં જ છેકરી આ રહસ્મય સમુદ્રી જીવ સાથે પ્રેમ કરવા લાગે છે.

ફિલ્મમાં રહસ્યમય સમુદ્રી જીવને મહાન વૈજ્ઞાનિક કર્નલ રિચર્ડ સ્ટ્રિકલેન્ડ દક્ષિણ આફ્રિકાથી લાવ્યાં હોય છે. વૈજ્ઞાનિક કર્નલ રહસ્યમયી જીવને એક સંપત્તિ સ્વરૂપ માને છે, પરંતુ કર્નલ સમુદ્રી જીવને ખુબ જ ખરાબ રીતે ટૉર્ચર કરે છે. કર્નલ માનવું હોય છે કે, આ રહસ્યમયી જીવ દુનિયા માટે ખતરનાક જીવ સાબિત થઈ શકે છે, પરંતુ એલિસા આ જીવની નજીક આવે છે અને એલિસાને આ જીવ સાથે લાગણી બંધાઈ જાય છે.

તસવીરઃ- Google photo
આ સમુદ્રી જીવ એલિસાને અહેસાસ કરાવે છે કે, તે કંઈક ખાસ અને પ્યાર કરવા પુરી રીતે લાયક છે, ત્યારબાદ સમુદ્રી જીવ અને એલિસા વચ્ચે એક લગાવ થઈ જાય છે. આ વાતની જાણ કર્નલને થાય છે. તેઓ સમુદ્રીજીવને હેરાન પરેશાન કરે છે. થોડાંક સમય બાદ સમુદ્રીજીવ અને એલિસા વચ્ચે ઘાઢ પ્રેમ થઈ જાય છે, ત્યારબાદ એલિસા આ રહસ્યમયી જીવને કર્નલની લેબમાંથી બહાર નીકાળી પોતાનાં ઘરે લઈ જાય છે.

એલિસા આ જીવને પોતાના મકાનના બાથટબમાં મીઠું નાખીને પોતાની સાથે રાખે છે. એલિસાનું એવું વિચારતી હોય છે કે, સમુદ્રીજીવને થોડાંક સમય બાદ દરિયામાં છોડી દેશે. આમ, સમય વિતતો જાય છે. બાદમાં જાણ થાય છે કે, સમુદ્રી જીવમાં વિવિધ અદ્ભુત શક્તિઓ છુપાયેલી છે. એલિસા પોતાનાં બાથરૂમમાં આ જીવ સાથે રોમાન્સ કરી સેક્સ પણ માણે છે. એલિસા આ જીવની ખુબ જ નજીક જતી રહે છે.

તસવીરઃ- Google photo
થોડાંક સમય બાદ સમુદ્રી જીવની તબિયત લથડવા લાગે જાય છે. જેથી એલિસા આ જીવને સમુદ્રના પાણીમાં છોડી મુકવા માટે જાય છે, પરંતુ કર્નલ તેને શોધી કાઢે છે, ત્યારબાદ એલિસા અને સમુદ્રી જીવ ભાગે છે. કર્નલ બંને પર ગોળી ચલાવે છે, પરંતુ સમુદ્રી જીવને કર્નલની ગોળીઓની કોઈ અસર થતી નથી, બાદમાં સમુદ્રી જીવ કર્નલને મારી નાંખે છે.

બાદમાં આ સમુદ્રી જીવ એલિસાને સમુદ્રમાં લઈ જાય છે. આમ, એલિસા પણ હંમેશા માટે આ સમુદ્રી જીવની સાથે સમુદ્રમાં જ રહી જાય છે અને ખુશીથી પોતાનું જીવન પસાર કરે છે.

Oscars-2018,Oscars winning films, the shape of water,