Showing posts with label Shyamji Krishna Verma. Show all posts
Showing posts with label Shyamji Krishna Verma. Show all posts

Friday, March 30, 2018

એક ક્રાન્તિકારી પત્રકાર શ્યામજી કૃષ્ણ વર્મા


ક્રાંતિવર્ષ 1857ની 4 ઓક્ટોબરે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કચ્છના માંડવીમાં થયો હતો. તેમણે મુંબઈ અને વિલાયતમાં અભ્યાસ કરી ત્યારબાદ વકીલાત શરૂ કરી હતી. લંડનમાં તેમણે ઈન્ડિયા હાઉસ નામની સંસ્થા સ્થાપી હતી, જ્યાં ભારતથી જતા ક્રાંતિકારીઓની મુલાકાત ગોઠવાતી હતી. આ મુલકાતોમાં ભારતની આઝાદીની રૂપરેખા ઘડાતી હતી. તેમણે વર્ષ 1905માં 'ઈન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કરી હતી.

તસવીરઃ- Google Photo

 શ્યામજી કૃષ્ણ વર્મા એક કાંતિકારીની સાથે સાથે પત્રકાર પણ હતાં. તેમણે 'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' નામનું સામાયિક ચલાવ્યું હતું. આ સામાયિકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની આઝાદીનો હતો. 'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' સામાયિક મિશનરી પત્રકારત્વનો એક મહત્વનો ભાગ ગણાય છે. આ સામાયિક હંમેશા આઝાદી માટેની લડતના અહેવાલો પ્રકાશિત કરતું હતું. શ્યામજી વર્માના પત્રકારત્વ વિશે સૌથી સારૂ કામ ગુજરાતના જાણીતા પત્રકાર ડૉ. વિષ્ણુ પંડ્યાએ કર્યું છે. વિષ્ણુ પંડ્યાએ શ્યામજી વર્માના પત્રકારત્વ પર Ph.D. કરી 'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' સામાયિકનો એક સંગ્રહ ગ્રંથ તૈયાર કર્યો છે. જેમાં વર્માના તમામ વિચારો પ્રગટ થાય છે. આ ગ્રંથમાં વર્માના પત્રકારત્વના મુલ્યો જાણવા મળે છે.

તસવીરઃ- Google Photo

શ્યામજી વર્માનું વર્ષ 1930માં સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં અવસાન થયું હતું. વર્માએ પોતાના અવસાન વખતે એક ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઈચ્છા હતી કે, જ્યારે ભારત દેશ આઝાદ થાય ત્યારે મારા અસ્થિ આઝાદ ભારતની માતૃભૂમિ પર પધરાવશો, પરંતુ આઝાદી બાદ આખો દેશ શ્યામજી વર્માને ભુલી ગયો. છેક 50થી વધુ વર્ષ બાદ વર્ષ 2003માં ગુજરાતના તત્ત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી મૃત વર્માના અસ્થિ લેવા જીનીવા ગયાં અને અસ્થિ લઈ પરત આવ્યા, પરત આવેલા વર્માના અસ્થિને સમગ્ર ગુજરાતમાં ફેરવવામાં આવ્યાં, ત્યારબાદ શ્યામજી વર્મા અને તેમના પત્ની ભાનુમતિ વર્માના અસ્થિ પોતાના વતન માંડવીમાં રાખવામાં આવ્યાં જ્યાં ક્રાંતિતીર્થ નામનું એક સ્મારક બનાવાવામાં આવ્યું છે. જે લંડનમાં રહેલા ઇન્ડિયા હાઉસ જેવું જ છે. જ્યાં શ્યામજી વર્મા રહ્યા હતા.


...જ્યારે મૃત્યુંના 85 વર્ષ બાદ મૃત વર્માની વકીલાતનું લાઈસન્સ બ્રિટને પરત કર્યું હતું


બ્રિટનમાં રહેવાસી બનીને જ બ્રિટિશ સરકાર સામે લડવાની હિંમત કરનાર એક મહાન ગુજરાતી ક્રાંતિકારી એટલે શ્યામજી કૃષ્ણ વર્મા. બ્રિટનમાં વકીલાત કરતાં શ્યામજી વર્માની વર્ષ 1909માં તેમની વકીલાત રદ કરી દેવાઈ હતી, પરંતુ હવે વર્માના અવસાન બાદ 106મા વર્ષે બ્રિટિશ સરકારે પોતની એ ભૂલ સ્વીકારીને સુધારી છે. બ્રિટિશ સરકારે ફરીથી તેમને વકીલ તરીકે માન્ય ગણ્યા છે. 

તસવીરઃ- Google Photo

બ્રિટનના લંડનમાં રહેતા શ્યામજી વર્મા બ્રિટિશ સરકાર વિરૂદ્ધ પ્રવૃત્તિ કરતા હતા. વર્મા ભારતની આઝાદી માટે કંઈ પણ કરવા તૈયાર હતા. તેઓ વીર સાવરકર અને મદનલાલ ધિંગરા જેવા નવ લોહિયા યુવાનોને આઝાદી માટે માર્ગદર્શન પણ આપતા હતા. આ માર્ગદર્શન આપવાના ગુના માટે બ્રિટિશ બાર એસોસિએશને વર્માની વકીલાત કરવાની પરવાનગી એટલે કે સનદ રદ કરી દીધી હતી. આ સિવાય લંડનની ઈનર હાઉસ તરીકે ઓળખાતી કોર્ટમાં વર્માના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો.

બાદમાં બ્રિટિશ સરકારને પોતાની ભૂલ સમજાઈ અને વર્ષ 1909માં રદ કરેલી વર્માની સનદને વર્ષ 2015માં પરત આપી હતી. મહત્વનું છે કે, વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની યાત્રાએ ગયા હતા, ત્યારે બ્રિટનના વડાપ્રધાન જેમ્સ કેમેરોને PM મોદીને વર્માનો સનદ-પત્ર પરત સોંપ્યો હતો. આમ, શ્યામજી કૃષ્ણ વર્માની શહાદતનું વધુ એક સન્માન મોદીના હાથે થયું હતું. આમ, શ્યામજી વર્માના અવસાનના 85 વર્ષ બાદ બ્રિટિશ સરકાર અને બ્રિટિશ બાર એસોસિએશનને પોતાની ભૂલ સમજાઈ છે અને તેમણે આ બાબતે પશ્ચાતાપ પણ કર્યો હતો.

તસવીરઃ- Google Photo

ક્રાંતિવર્ષ 1857ની 4 ઓક્ટોબરે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કચ્છના માંડવીમાં થયો હતો. તેમણે મુંબઈ અને વિલાયતમાં અભ્યાસ કરી ત્યારબાદ વકીલાત શરૂ કરી હતી. લંડનમાં તેમણે ઈન્ડિયા હાઉસ નામની સંસ્થા સ્થાપી હતી, જ્યાં ભારતથી જતા ક્રાંતિકારીઓની મુલાકાત ગોઠવાતી હતી. આ મુલકાતોમાં ભારતની આઝાદીની રૂપરેખા ઘડાતી હતી. તેમણે વર્ષ 1905માં 'ઈન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કરી હતી.