Sunday, March 6, 2016

વાચક સંવાદ...(ચર્ચા પત્રો )

  વાચક સંવાદ,દિવ્ય ભાસ્કર...

"ભારત ખેતી પ્રધાન દેશ છે " આ વાક્ય આપણે ગર્વથી કેટલાય સંવાદોમાં વાપરીએ છીએ અને ખાસ કરીને જ્યારે નેતાઓની વાત કરવામાં આવે તો તેમના ભાષણની તો શરૂઆત જ આ મહાન વાક્યથી થાય છે. પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ખેડૂત આત્મહત્યાનો શિકાર બને છે.  આવા શોક ભયાઁ વાતાવરણમાં ખેડૂતના પ્રશ્નોને સમજવાને બદલે   ખેડૂત-ભક્તિની વાતો કરતા આજના આ મહાન નેતાઓ બફાટ કરે છે ... " ખેડૂતોની આત્મહત્યા એતો હવે ફેશન બની ગઈ છે" મારે એ નેતાઓને એટલું જ કહેવું છે કે...તમે આવા ખેડૂતોના કિમતી મતથી તો નેતા તરીકે ફરજ બજાવતા થયા છો બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે આવા ધરતીપુત્રોની કાળી મજૂરીથી તો તમારો પરિવાર નભે છે છતાંય ભુમિપુત્રો માટે આવી તૃચ્છભાષા...આપણને નથી લાગતુ કે આપણા નેતાઓ બહુ વધારે મહાન થઈ ગયા છે. 



No comments:

Post a Comment