Sunday, January 17, 2016

મન સાથેની વાતો...

  વાતો મનને મનાવવાની...    

              
                  ઘણું બધુ આપણા ધાર્યા વગરનું થાય છે. આપણી શરતો કે આપણું પ્લાનિંગ દરેક વખતે ચાલતું  નથી. અમુક ઘટનાઓ  અચાનક જ બનતી હોય છે અને તેને સ્વીકાર્યા સિવાય બીજો કોઇ રસ્તો પણ આપણી પાસે નથી હોતો. આ સમયે આપણે આપણા મનને ફોસલાવી મનાવું પડે છે અને આમ ન થાય તો મન સાથે દાદાગીરી કરવી પડે છે તેમ છતાંય તે પીડાતા રહેવાનું જ પસંદ કરે છે.પણ... શું થાય મન છે ને કઈ માને.
                       જિંદગીમાં ક્યારેક એવું બનતું હોય છે કે... આપણને પૂછવામાં આવે કે...હું શું કરુ ...પછી જવાબમાં આપણને જે મળે તે ખરેખર સ્વીકાર્ય છે...ખરું...?  ના...કારણ કે મોટાભાગે લોકોને આપણી સંમતી જ જોઇતી હોય છે એને તો એ જ કરવું હોય છે જે એને નક્કી કરી નાખ્યું હોય છે...કોઇ જ્યારે એની મરજી મુજબ કરે ત્યારે આપણે કાંતો મનને મારવું પડે છે કાંતો મનને સમજાવું પડે છે...                                   
  " મન રડે ત્યારે તેને છાનું રાખવું બહુ બધુ મુશ્કેલ છે કેમકે સવાલ અને જવાબ એ બન્ને આપણી પાસે જ હોય છે. "                                    

1 comment:

  1. The King of Dealer - All Together | The Blog The King of
    Follow The King of Dealer on All Together | The Blog The King of Dealer with everything you need kirill-kondrashin to 카지노 사이트 know about his work and to give a spin on his upcoming tour.

    ReplyDelete