Monday, January 18, 2016

મન સાથેની વાતો...

શું એકલતા જ મારી વાસ્તવિકતા ???


છે તો મારી જોડે ઘણા મિત્રો પણ કયારેય કયારેય એકલતાની ગરતામાં ડૂબી જઉ છું ત્યારે લાગે છે કે...હું કાળનો ગુલામ છું...બસ સ્વપ્નમાં પણ સ્મરણ ન કયાઁ હોય એવા વિસ્મરણીય વિચારો આવ્યા કરે છે... કેમ મને જિંદગીની નથી આવતી મજા?...કેમ હું એકાંત ને જ મારા દુઃખનો સહભાગી માનતો ફરું છું ?...આખીર કેમ ન ચાહેલા એકાંતનો ભોગ બનવું પડે છે મારે ?
                નથી સમજાતું... શું એકાંત મારો ભેરું નથી ? કદાચ હોય પણ ખરો કેમ કે કોઈ નથી હોતું ત્યારે મારા રોદણા રડવા હું ધ્રુજતા પગ-રવે એની સમીપ ભાગી જાઉ છું પણ એવું હોય તો કેમ મને આભાસ થાય એકલતાનો ? કદાચ આ બધું સત્ય મારુ  છે? .......ના...! કારણ કે કયારેક કયારેક તો હું પોતાને ભૂલી જાઉ એટલો ખુશ હોવ છું. આ કેમ નું બને..! ભલે પછી મતલબ એનો એમ થાય કે... ખુશી નથી  પણ લેષ માત્ર એ હળવી પળો તો છે.જે મારા માટે કંચન કાળ ગણી શકાય કારણ કે તે સમય કયારેય વિસ્મૃત નહિ થાય પણ કાળ પાછો નવો ટૂંચકો ધારણ કરી લે મારુ વહાલું એકાંત ફરી પાછું પોતાના સકંજામાં ઝકડી લે.......

        

No comments:

Post a Comment