![]() |
| તસવીર:-કલ્પેશ મકવાણા |
ગૂજરાત વિદ્યાપીઠ ગ્રામ સમાજસેવાના કાર્ય બદલ છેલ્લા ૧૯ વર્ષથી દર વર્ષે ૧ જાન્યુઆરી એટલે કે મહાદેવભાઈ દેસાઈ ની જન્મજયંતિએ ગ્રામ-સમાજની સેવા કરવા બદલ પુરસ્કાર આપે છે.
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આ વર્ષનો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર ગ્રામ શિલ્પી જલદીપ ઠાકરને આપવામા આવ્યો છે. જલદીપભાઈ ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા પરિસરના ગ્રામ વ્યવસ્થાપન વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના પેઢામલી ગામમા છેલ્લા ૧૦ વર્ષથી ગ્રામશિલ્પી તરીકે કામ કરી રહ્યા છે. તેઓએ ગામમા શિક્ષણ આરોગ્યના પ્રશ્નોનો ઉકેલ અને મહિલા સહકારી દૂધ મંડળી ઉભી કરી છે. આ બધાજ કામોમા તેમના પત્ની સ્નેહલ ઠાકરે પૂરો સહકાર આપ્યો છે.
આ સમારંભમા વિદ્યાપીઠના કુલપતિઇલાબેન ભટ્ટેમહાદેવભાઈ દેસાઈનેયાદ કરતા કહ્યુ કે,મહાદેવભાઈ ડાયરીલખતા તેમાં તેમનાવિચારો, અનુભવો અનેગાંધીજી સાથેનીમુલાકાતો વર્ણવતા. આબધું આજે આપણા માટેડોક્યુમેન્ટ સ્વરૂપે ઉપયોગી બની રહ્યું છે માટે દરેક વિદ્યાર્થીએ ડાયરી લખવી જોઈએ.
કાર્યક્રમનુ પ્રાસંગિક ઉદબોધન આપતા કુલનાયક ડૉ.અનામિક શાહએ જણાવ્યું હતું કે, ગ્રામશિલ્પી ગામડાના લોકોને લોકામુખ કરે છે. વર્તમાન સમયમા જે પ્રશ્નો સમગ્ર વિશ્વમાં ઉભા થયા છે. તેનુ નિરાકરણ ગામડાથી શરૂ થાય ત્યારે જ તેનો અંત લાવી શકાય છે. જલદીપ વિશે જણાવતા તેઓ એ કહ્યુ કે, ૧૦ વર્ષ થી જલદીપ ગામમા આર્થિક, સામાજિક અને મહિલાના પ્રશ્નોને ઉકેલવાના નવા-નવા ટેકનોલોજી સભર પ્રયોગો કરે છે અને તેમાં સફળતા પણ મેળવે છે.
વિદ્યાપીઠના કુલસચિવ ડૉ.રાજેન્દ્ર ખિમાણીએ કાર્યક્રમની અભારવિધિ કરી હતી અને આજનો યુવાન ગામના ઘડતરમા વધુ જોડાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમા જલદીપભાઈના માતા-પિતા, પેઢામલી ગામમા લોકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સેવકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિંદુવાસિની જોશીએ કર્યું હતું.
- કાજલ મારૂ
![]() |
| તસવીર:-કલ્પેશ મકવાણા |
![]() |
| તસવીર:-કલ્પેશ મકવાણા |
![]() |
| તસવીર:-કલ્પેશ મકવાણા |
![]() |
| તસવીર:-કલ્પેશ મકવાણા |
![]() |
| તસવીર:-કલ્પેશ મકવાણા |






No comments:
Post a Comment