ગાંધીજીના સત્યના પ્રયોગો સત્યના સ્વીકારની ગાથા છે : પી.કે.લહેરી
ગૂજરાત વિદ્યાપીઠના ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગનાં વ્યાખ્યાનમાં જાણીતા વિચારક અને સોમનાથ મંદિરના ટ્રષ્ટી પ્રવીણભાઈ કે.લહેરીએ યુવાનોને સંબોધતા જણાવ્યું કે ગાંધીજીનું જીવન ઉપદેશ માટે નહોતું, ગાંધીજી અચરણમાં માનનાર વ્યક્તિ હતા. વર્તમાન સમયમાં ગાંધી-વિચારની પ્રસ્તુતા વિશે જણાવતા તેઓએ કહ્યુ કે, ગામડાની વિકટ પરિસ્થિતિના ઉકેલો ગાંધીના ગ્રામ-સ્વરાજમા જ છે. વિદ્યાપીઠની વિશેષતા વિશે તેઓ કહે છે કે વિદ્યાપીઠ સંશોધન, સંવેદના અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય ધરાવતી સંસ્થા છે.
કુલનાયક અનામિકભાઈ શાહે પી.કે.લહેરીનો પરિચય આપતા કહ્યુ કે, લહેરી સાહેબ ગુજરાત સરકારની કામગીરીની સાથે સાથે સામાજિક પ્રશ્નોના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. આ ઉપરાંત અનામિકભાઈએ પોતાના મેક્સિકો પ્રવાસની વાત કરતા જણાવ્યું કે, મેક્સિકોમા વિદ્યાપીઠના વિદ્યાર્થી સોનિયાબહેન ગાંધીજીના રચનાત્મક કાર્યોનો સહારો લઇ ગાંધી-વિચારના વિવિધ કાર્યો કરે છે.
આ કાર્યક્રમમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ મહેબૂબ દેસાઈ, પ્રાધ્યાપક કનુભાઈ નાયક અને વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

P.K.Laheriતસવીરઃ-કલ્પેશ મકવાણા |
| તસવીરઃ-કલ્પેશ મકવાણા |
No comments:
Post a Comment