Wednesday, November 9, 2016

રૂડુ રઢિયાળુ બામણા

                                                                    ઉમાશંકર જોષી,બમણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
                                                   અરવલ્લીની ગીરીમાળામાં આવેલા અને ગુજરાતના હિટ સીટી ઈડર નજીક ને હિમતનગરથી 30કિમી.ના અંતરે આવેલા બામણા માં 21જુલાઈ1911 ના એક બ્રામણ કુટુંબમા જન્મેલ ઉમાશંકર બાણપણથી જ તેજસ્વી . તેઓનું પ્રાથમિક શિક્ષણ ઈડરની અંગ્રેજ સમયની જાણીતી સરપ્રતાપ હાઈસ્કુલમાં થયુ.તેઓ વિધાથીકાળમાં જ કવિતા લખતા હતા તેમની જાણીતી કવિતા ''ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા'' આ કવિતા ઈડરીયીગઢ પર આવેલી ધનેશ્વર ટેકરી પર જ લખેલુ. કહેવાય છે કે ,આ કવિતા તેઓએ ડુંગર ચડતા-ચડતા લખ્યું. આ ટેકરી આજે પણ ત્યાં હયાત છે.ઈડરનો એ ધુલેટા દરવાજો અને તેની સામેથી પસાર થતો રસ્તો જેને ''ઉમાશંકર માગૅ ''તરીકે નામકરણ થયુ છે હિમતનગર થી અમદાવાદ તરફ આવવા માટેનો ઓવરબ્રિજ પણ તેમના નામ થી ઓળખાય છે.
                                                      બામણા ગામ પ્રાકૃતિક સૌદયૅથી ભરપુર છે એક બાજુ હાથમતી ડેમ,તો બીજી બાજુ હાથમતી નદી છે નદીના કિનારે વસેલુ આ ગામ કુદરતી કલાથી એટલું રમણીય લાગે છે કે કવિની કલ્પના ઓ પણ આંઝીજાય. ગામની ચારે બાજુ બારેમાસ લીલાછમ રહેતા ડુંગર અને ચોમાસામાં વહેતા ઝરણાનો અવાજ તો એટલો કણૅપ્રિય લાગે કે આ પાવન ધરતી છોડવાનું મન જ ન થાય..ગામમાં શક્તિના બે પ્રાચીન મંદિરો અને ગુફાઓ છે. જેમા રખડવાની મજા આવે. નાના ભુલકાઓ તો ત્યાં સંતાકુક્ડી જેવી રમતો રમતા જોવા મળે છે.બામણા માં તેમનુ સ્મારક બનાવામા આવ્યુ છે.
                                                   ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકરનું મોટુ પ્રદાન હોવાથી બામણામાં કૉલેજ ચાલુ કરવામાં આવી છે.જેમાં બ્રાહ્મણ કુટુંબોનો આગવો ફાળો છે.જ્યાં ઉમાશંકર જોશી ની જન્મજયંતિ અને પુણ્યતિથિએ વિવિધ કાયૅક્રમો થાય છે.પાટણ યુનિવસિઁટીના મોટા સાહિત્યિક કાયૅક્રમો આ જ કૉલેજમા થાય છે.ઉમાશંકરને બાળપણમાં તેમના મિત્રો ઉમલો નામથી બોલાવતા હતા.સાહિત્યમા રસ હોવાથી તેમનુ સાહિત્ય-વાંચન વધતુ ગયુ અને તે સાહિત્ય-સજૅનમા પરિણમ્યુ તેઓ વાસુકી , શ્રવણ ના તખલ્લુસથી જાણીતા થયા તેઓને 1967મા નિશીથ કૃતિ પર જ્ઞાનપીઠ મળ્યો. તેમણે સંસ્કૃતિ નામનુ સામાયિક બહાર પાડ્યુ હતું.ગૂજરાત વિધાપીઠમા છ માસ પ્રાણજીલન છાત્રાલયમાં રહી જાણીતી કૃતિ વિશ્વશાંતિ ની રચના કરી આ ખંડ આજે પણ હયાત છે અમદાવાદના નવરંગપુરા વિસ્તારની સરદારનગરમાં સેતું નામનુ નિવાસ સ્થાન છે જ્યા તેમના દિકરી સ્વાતિબેન રહે છે.                           

                                          પ્રકાશિત:- ગુજરાત સમાચાર  

                                                        (સીટી પ્લસ)

                                                                                                            તા.21-07-2016

No comments:

Post a Comment