દેશના વડા પ્રધાન અને એક સફળ અથઁશાત્રી શ્રી મોરારજી દદેસાઈની જન્મજયંતિ
નિમિત્તે તેમની અમદાવાદ સ્થિત સમાધિ "અભયઘાટ" પર શ્રધાંજલી કાયઁક્રમ રાખવામા આવ્યો હતો. જેમા ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી
ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા, ગૂજરાત વિઘાપીઠના કુલપતિ
ડૉ.ઇલાબેન ભટ્ટ,કુલનાયક ડૉ.અનામિક શાહ,કુલસચિવ રાજેન્દ્ર ખીમાણી અને અન્ય
અધ્યાપકો તથા વિધાથીઁઓ હાજર રહ્યા હતા.
મોરારજી દેસાઈ પહેલા એવા વડાપ્રધાન છે જેમની સમાધિ દિલ્લીથી
બહાર અને તેમના જ મૂળ રાજ્યમાં ગાંધીજી સ્થાપિત સાબરમતી આશ્રમની પાસે હોય.
ગૂજરાત વિઘાપીઠ સાથે તેમનો સંબંધ ખૂબ જુનો છે.તેઓ વષઁ 1963-95 સુધી
વિઘાપીઠના કુલપતિ રહ્યા. આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે આજે કેન્દ્રીય બજેટ
રજૂ થશે એક નાણામંત્રી તરીકે દેશના સૌથી વધુ 10 કેન્દ્રીય બજેટ રજૂ કરવાનો
તેમનો રેકોર્ડ આજે પણ યથાવત જ છે. મોંઘવારી અને ભષ્ટાચારની આજે જ્યારે કોઈ
સીમા રહી નથી ત્યારે એમની અથઁનીતિ અને ભાવનીતિને લોકો આજે પણ યાદ કરે છે.
મૂડીવાદી સમથઁક અને કમઁનિષ્ઠ વડાપ્રધાનને સાદગીભયુઁ વંદન.
No comments:
Post a Comment