- કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આસપાસના 6 ગામમાં ફેન્સીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કેવડીયા, કોઠી, વાગડીયા, નવાગામ, લીમડી, ગોરા ગામ સામેલ છે.
- ગામ લોકોએ સ્થળ પર જઈ વિરોધ કર્યો છે, ગામ લોકોનું કહેવું છે કે જ્યારથી લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારથી નર્મદા નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ દ્વારા પોલીસ કાફલા સાથે જમીનનું સર્વે કરી અને ફેન્સીંગ (વાડ) કરવામાં આવી રહ્યુ છે.
- સ્થાનિક ગ્રામસભાઓને પૂછ્યા વગર નર્મદા નિગમ મનફાવે તેમ નિર્ણયો લઈ આદિવાસીઓ પર અત્યાચાર ગુજારી રહી છે. નર્મદા પોલીસ આદિવાસીઓને ડરાવી- ધમકાવી માર મારી રહી છે, તેમજ ખોટાં કેસો કરવાની ધમકીઓ આપી રહી છે.
- ગામલોકોનું કહેવું છે કે અમને આંતકવાદી અને નક્સલવાદી કહેવામાં આવી રહ્યાં છે, આ જમીન અમારી છે, એથી સરકારને જમીનનો એક ટૂકડો પણ નહિ મળે.
- આ આદિવાસીઓ પાસે પોતાનુ પેટિયું રળી લેવા એક માત્ર આ જમીન છે, જે હવે સરકાર ઝુંટવી રહી છે.
Wednesday, June 17, 2020
આદિવાસીઓ પર જમીન સંપાદનના નામે સરકારની લુખ્ખી દાદાગીરી, વીડિયો પુરો જોવા વિનંતી...
શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત ગંભીર, વીડિયો પુરો જોવા વિનંતી...
- કોરોનાને રોકવા સરકારે લોકડાઉન તો લાધ્યું પણ આ લોકડાઉનથી ખેડૂતોની હાલત ગંભીર બની છે.
- ખેતરમાં 4 મહિનાની કાળી મજૂરી કર્યા બાદ તૈયાર થયેલ ગવારને આજે ખેડૂત માણસની જગ્યાએ ગાય-ભેંસ ખવરાવવા મજબૂર બન્યો છે,
- 3 મજૂરને 500 રુપિયા મજૂરી આપી વિણેલા ગવારનો બજારમાં માત્ર 150 રુપિયા ભાવ મળે છે,
- આ ગવારને બજાર સુધી પહોચાડવાનો ખર્ચ 150 રુપિયા થાય છે...
- બજારમાં માંગ ઘટી
- ખેડૂતોને શાકભાજીનો પુરતો ભાવ ન મળવો
- માર્કેટમાં ચાલતી એજન્ટ અને વચેટિયાશાહી
- સરકારે ખેડૂતોની મૂળ સમસ્યા પર કોઇ ધ્યાન જ આપ્યું નથી,
- શાકભાજી માર્કેટ સુધી પહોંચવાનો ખર્ચ વધુ થાય છે, સામે પુરતો ભાવ નથી...
Thursday, May 14, 2020
#LockdownDiary: બનાસકાંઠાના પશુપાલકો દૂધને ગટરમાં રેડવા મજબૂર...
- બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારમાં આવેલી 46 દૂધ મંડળીઓનું દૂધ લેવાનું બંધ કરતા હજારો પશુપાલકોની હાલત કફોડી બની છે.
- હાલમાં 45 દૂધ મંડળીઓનું દૂધ લેવાનું બનાસ ડેરીએ બંધ કર્યું છે, માત્ર એક આસેડા ગામની દૂધ મંડળીમાં જ 1150 જેટલા દૂધ ગ્રાહકો છે અને આ ગ્રાહકોનો દર મહિને દોઢ કરોડ રૂપિયાનો પગાર લે છે. હવે આ ગામના પશુપાલન પર નભતા લોકોને દર મહિને દોઢ કરોડનું સીધું નુકશાન છે.
- પશુદાણ અને ઘાસચારો મોંઘો છે, પશુદાણની એક બોરી પર 300થી 400 રુપિયાનો વધારો કરી દેવાયો છે.
- 45 દૂધ મંડળીઓમાં અંદાજે 20 હજાર જેટલા પશુપાલકો રોજ દૂધ ભરાવે છે, પરંતુ આ તમામ પશુપાલકોનું દૂધ બંધ થતા લોકો રઝળી પડ્યા છે.
- બીજી તરફ દૂધનો નિકાલ પણ કઈ રીતે કરવો એ પણ એક સમસ્યા છે, જેના કારણે કંટાળેલા પશુપાલકો દૂધ હવે ગટરો રેડી છે કે પછી કૂતરાઓને પીવડાવીવા માટે મજબૂત બન્યા છે.
- સરકાર આ પશુપાલકોનું દૂધ ખરીદે તો જ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે.
- લોકડાઉનના સંકટમાં ડેરી પ્રશાસને દાણના ભાવ ઓછાં કરવા જોઇએ...
Tuesday, April 28, 2020
લોકડાઉન ડાયરીઃ દેસી AC...
પસ્તીના કોથળા અને ટપકમાંથી નિવૃત થયેલી નળી...
જેમાંથી અનાજ સોંસરુ નિકળી જાય એવા વપરાશ બહારના કોથળા અને ટપક સિંચાઈમાંથી નિવૃત થયેલી નળી જે પાંણીના દંદૂળા કરતી હોય...સાથે ચીકણી માટીનો લેપ, જે પલળે એટેલે એની સુગંધ ભરેલા પેટે પણ માટી ખાવાની લાલસા જન્માવે...એવી આ ગામડાંની AC...હવે મોબાઈલ આવ્યાં એટલે જૂના ટબલાના જે વાયર પડ્યાં હોય એને ટેકે કોથળા લડકાવવાના...
હૈદરાબાદમાં રામુદાદાની ઓફિસમાં AC એટલું બધુ ઠુંડુ હોય કે, સ્ટોરીયું ચેક કરતા ગુસ્સો આવે તો શાંત કરે દે. જેવી ઓફિસ છોડો કે, હૈદરાબાદી સીધી ગરમી દઝાડે...6 મહિને જ્યારે ઘરે આવું તો ગામડાંની આગઝારતી ગરમી અને ઈય પાછી હીટ સિટી ઇડરના ગામડાની ગરમી વાટ લગાવી દે...આ વખતે 10 દિ માટે ઘરે આવ્યો હતો, પણ કોરોના લોકડાઉને મારી મને ડાઉન કરી નાખ્યો છે....જેથી હવે ગરમીથી રહેવાતું ન થ...
કુત્રિમ પણ કુદરતી લાગતી આ એસીમાં વર્ક ફોમ હોમ કરવાની મજા આવે, પણ નેટવર્કના ધાંધિયા તો ખરા જ...ગામની ગરમી સહન ન થઈ એટલે જ આ વિચાર આવ્યો જૂના કોથળા શોધી દેસી એસી બનાવી છે....જ્યાં સુધી લોકડાઉન ખુલે નહીં ત્યાં ટાઢા વાયરામાં કામ કરીશું...
સાધન સામગ્રી-
કામ ન લાગે એવા 3 કોથળા
ટોલિફોન ટબલાનો એક વાયર
ટપકમાંથી કાંઢી નાખેલી નળી
જેમાંથી અનાજ સોંસરુ નિકળી જાય એવા વપરાશ બહારના કોથળા અને ટપક સિંચાઈમાંથી નિવૃત થયેલી નળી જે પાંણીના દંદૂળા કરતી હોય...સાથે ચીકણી માટીનો લેપ, જે પલળે એટેલે એની સુગંધ ભરેલા પેટે પણ માટી ખાવાની લાલસા જન્માવે...એવી આ ગામડાંની AC...હવે મોબાઈલ આવ્યાં એટલે જૂના ટબલાના જે વાયર પડ્યાં હોય એને ટેકે કોથળા લડકાવવાના...
હૈદરાબાદમાં રામુદાદાની ઓફિસમાં AC એટલું બધુ ઠુંડુ હોય કે, સ્ટોરીયું ચેક કરતા ગુસ્સો આવે તો શાંત કરે દે. જેવી ઓફિસ છોડો કે, હૈદરાબાદી સીધી ગરમી દઝાડે...6 મહિને જ્યારે ઘરે આવું તો ગામડાંની આગઝારતી ગરમી અને ઈય પાછી હીટ સિટી ઇડરના ગામડાની ગરમી વાટ લગાવી દે...આ વખતે 10 દિ માટે ઘરે આવ્યો હતો, પણ કોરોના લોકડાઉને મારી મને ડાઉન કરી નાખ્યો છે....જેથી હવે ગરમીથી રહેવાતું ન થ...
કુત્રિમ પણ કુદરતી લાગતી આ એસીમાં વર્ક ફોમ હોમ કરવાની મજા આવે, પણ નેટવર્કના ધાંધિયા તો ખરા જ...ગામની ગરમી સહન ન થઈ એટલે જ આ વિચાર આવ્યો જૂના કોથળા શોધી દેસી એસી બનાવી છે....જ્યાં સુધી લોકડાઉન ખુલે નહીં ત્યાં ટાઢા વાયરામાં કામ કરીશું...
સાધન સામગ્રી-
કામ ન લાગે એવા 3 કોથળા
ટોલિફોન ટબલાનો એક વાયર
ટપકમાંથી કાંઢી નાખેલી નળી
લોકડાઉન ડાયરી: ગામઠી જીવન, જે કદાચ વિસરાઈ ગયું...
મને લોક ડાઉને સમજાવ્યું કે, અંતે ગામડું જ તમારી સફળતાનું નિમેત બન્યુ છે. કદાચ બધાની કહની અલગ અલગ હોઇ શકે પણ એક ગ્રામિણ વિચારસુઝ તો છે જ. જે બધા પાસે એક જ હતી, છે અને રહેશે...જે આપણા બધાની સફળતા અને નિષ્ફળતામા સાથે હોય છે...
શહેરમા રહેતા તમામ ગામઠી-શહેરુ લોકોની પોત પોતાની એક અલગ અલગ સ્ટોરી છે, જેનાથી ઍ બધા લોકો ગામથી શહેર તરફ ગયા...આ સિદ્ધિઓમા ક્યાક એવા માણસોની મદદ, ફરજ, હક્ક સંતાયેલા છે...જે મા-બાપ, શિક્ષક, મિત્રો, ગામઠી ગર્લફ્રેન્ડ, પ્રકૃતિ વગેરે વગેરે, આજે પણ આ લોકો જીવે છે, ફર્ક બસ એટલો જ છે કે આપણે થોડા મોટાં થઈ ગયા છીએ અને થોડાક પૈસા પણ વધી ગયા છે...આ એજ લોકો છે, જે કદાચ હાલ શહેરિયોને સાહેબ કહીને બોલાવે છે, જે દેખાય એને સાચુ માને એવા ભોળા લોકો...
આજે આપણને ગામડાંના ખેડૂતની સમસ્યા કરતા સિનેમાની ટિકિટ વધારે મોંઘી લાગી રહી છે, પણ આજે જુઓ ઍ ખેડૂત જ આજે દેશ ચલાવી રહ્યો છે. ઍ મહિલાઓને કારણે જ શહેર સુધી દૂધ પહોચી રહ્યું છે...ઍ ખેડૂતને લીધે જ શાકભાજી મળી રહ્યું છે...
આ ટેકટર ખેતર અને ગીતથી એજ સમજાય છે કે, આપણી સફળતાના સુખમા ક્યાક આ નિમેત બન્યુ છે...
તો ચાલો એક લિસ્ટ બનાવી એવા લોકોને મળી લઈએ જેમને આપણેને મદદ કરી છે...એવા શિક્ષકોની મુલાકાત કરીયે જમણે પ્રાથમિકમા પાઠ ભણાવ્યા છે...જેમને મારી મારીને વાંચતા કર્યા હતા. એવા મિત્રોને મદદ કરી લઈએ જેમને સાચો ખોટાનો વિચાર કર્યા વગર આપણી સાથે રહ્યાં છે... મેં તો લિસ્ટ બનાવી શરુઆત કરી લીધી છે પણ તમે...
લોકડાઉન ડાયરીઃ વિશ્વ પુસ્તક દિવસ- વાંચન માત્ર નવું જાણવા-લખવા પુરતું...
અત્યાર સુધીના જીવનમાં થોડું થોડું પણ વાંચન મારા માટે મહત્વનું રહ્યું. ગામડાંની પ્રાથમિક શાળામાં હતો ત્યારે વાર્તાઓની પુસ્તકો ઘરે વાંચવા લાવતો...એક વાર આખી વાંચવાની અને પછી બીજી વાર ચોપડામાં જે ગમ્યું હોય એ ફરી વાંચવાનું...નાનો હતો ત્યારે ખેતરે જતો પપ્પા કામ કરાવવાના મ્હાલે મને શોર્ય વાર્તાઓ કહેતા એમાં પણ અબ્દુલ હમીદની શોર્ય કથા બહુંવાર સાંભળેલી એટલે જ કદાચ આજે સરહદ પર કોઈ જવાન શહીદ થાય તો દુઃખ થાય છે...પોલીસ પર પથ્થરમારો થાય ત્યારે દુઃખ થાય છે.
હું જ્યારે જ્યારે શાળામાંથી 2 બુક લાવતો ત્યારે મારા પહેલા પપ્પા એક બુક પુરી કરા દેતા...હાઈસ્કૂલમાં ગયો ત્યારે ખબર પડી કે કોઈ બુક વાંચવા માટે તમારે લાયબ્રેરી સુધી જવું પડે...એટલે જ આજે એ તમામ લાયબ્રેરી અને ગ્રંથપાલ સાથે સારા અંગત સંબંધ છે. એક ગ્રંથપાલ માટે આનંદ અને ખુશીની બાબત એક સારો વાંચક હોય છે. ITI કરતો ત્યારે બહુ રખડતો પણ થાકીને નગર પાલિકાની લાયબ્રેરીમાં જતો અને કંઈ પણ વાંચતો...
હું જ્યારે જ્યારે શાળામાંથી 2 બુક લાવતો ત્યારે મારા પહેલા પપ્પા એક બુક પુરી કરા દેતા...હાઈસ્કૂલમાં ગયો ત્યારે ખબર પડી કે કોઈ બુક વાંચવા માટે તમારે લાયબ્રેરી સુધી જવું પડે...એટલે જ આજે એ તમામ લાયબ્રેરી અને ગ્રંથપાલ સાથે સારા અંગત સંબંધ છે. એક ગ્રંથપાલ માટે આનંદ અને ખુશીની બાબત એક સારો વાંચક હોય છે. ITI કરતો ત્યારે બહુ રખડતો પણ થાકીને નગર પાલિકાની લાયબ્રેરીમાં જતો અને કંઈ પણ વાંચતો...
મારા માટે કોલેજ, વાંચનની એક નવી દિશા આપી ગઈ. કોલેજ અને ઘર વચ્ચે 25 કીમીનું અંતર હતું. જેથી સવારે વહેલા બસની લાઈટ ચાલુ રખાવી ન્યૂઝ પેપરના કટઆઉટ વાંચતો. જેથી વાંચનની ભૂખ જાગેલી...કોલેજમાં ઇતિહાસ વિષય હતો. જેથી જૂનો ઇતિહાસ અને નવું વાંચવાનું રહેતું...હું કોલેજમાં સુવિચાર લખતો. એટલે દરરોજ કંઈક નવું લાખવા વાંચવું પડતું. હું જ્યારે કોલેજના કોઈ વર્ગમાં ન હોવ તો મારા મિત્રો નક્કી કરી લેતા કે એ લાયબ્રેરીમાં જ હશે અને ઉઠાવી જતા. કોલેજમાં ગયો અને 10 પુસ્તકોવાળા પત્રકારત્વ વિગાગની તમામ બુક વાંચી નાંખી અને પહેલાથી જ ન્યૂઝ જોવામાં અને રાજકારણમાં રસ હતો પણ નેતા બનવાનો નહીં. પછી પત્રકારત્વ કરવાનું નક્કી કરી નાખ્યું. વચ્ચે છ મહિના GPSC પરીક્ષાની તૈયારી કરી અઢળક પુસ્તકો વાંચી, પણ પછી સમજાઈ ગયું કે, આટલી મહેનત હું પત્રકારત્વમાં જ કરું તો કેવું સારુ...
મારા વાંચનને નવો ચીલો ગાંધીની ગૂજરાત વિદ્યાપીઠથી મળ્યો. વિષય વાઈઝ વાંચવાનું, MA કક્ષાની ડિગ્રી માટે થોડું કામ કરવું પડતું જેથી ગાંધીજીને વાંચવાનો આનંદ મળ્યો જે આજે પણ યથાવત છે. જ્યારે જ્યારે પત્રકારત્વમાં સંકોચ થાય ત્યારે ત્યારે આજે પણ ગાંધીજીને વાંચુ છું. અસાઇમેન્ટ માટે લખાવનું હોય, જેથી લાયબ્રેરીમાં જતો. ગાંધીયુગના એક-બે પત્રકારો વિશે શોધ કરવાની હતી. જેથી ગાંધીજી, મહાદેવભાઈ, સરદાર પટેલને વાંચવાનું સૌભાગ્ય મળ્યું...ગાંધીજીના તમામ અક્ષરદેહ, ડાયરી, પત્રો અક્ષર સહ બે વખત વાચ્યાં છે, પણ ગાંધીજી વિશે કોઈ કંઈક બોલવાનું કહે ત્યારે સામેથી ના પાડી દઉ છું. બાપુએ કેટલું લખ્યું છે યાર....હજુ સુધી વાંચી નથી શક્યો. ગુજરાતી સાહિત્ય ગમ્યું એટલું જ વાચ્યું છે.
વિદ્યાપીઠમાં અશ્વિનભાઈને કારણે હું લાયબ્રેરીમાં નવા નવા પુસ્તકો વાંચતો રહ્યો. કોઈ પુસ્તક શોધવાની હોય ત્યારે પહેલા ગુજરાતી વિભાગમાં જવાનું અને એક નાની ગઝલની પુસ્તિકા વાંચતા વાંચતા બુક શોધવાની. અશ્વિનભાઈ હ્યુમર લખતા અને કહેતા... વિદ્યાપીઠની લાયબ્રેરીમાં પત્રકારત્વને ઢ વિભાગ મળ્યો... નવા શબ્દો અને રેફરન્સ માટે શબ્દકોશ વાંચવા જતો. કેટલાક એવા રેફરન્સ પણ આવતા કે 1975ની બુક લાયબ્રેરીમાં બેસીને જ વાંચવી પડતી. આ બધાની વચ્ચે લાયબ્રેરીના તમામ સેવકોએ સાથ આપ્યો છે.
એકવાર GLFમાં ઉર્વિશ કોઠારીને મળ્યો, ત્યારે એમને કહેલું કે જો તમે પત્રકાર છો તો તમારી બેગમાં એક ડાયરી ને બે પુસ્તકો હોવા જ જોઈએ. ત્યારથી અત્યાર સુધી મારી પાસે પુસ્તક વગરનો એક પણ દિ નથી ગયો. થોડું તો થોડું વાચ્યું છે. પત્રકારત્વમાં આવ્યાં પછી પુસ્તકની સાથે સાથે કેટલાક મીડિયાના કાર્યક્રમો જોવા જરૂરી બન્યા છે, વાંચવાનું બંધ કર્યું નથી, પણ ઓછું જરૂર થયું છે.
હૈદરાબાદ ગયો ત્યારે એક વિમલ પાન મસાલાનો થેલો ભરીને પુસ્તકો લઈ ગયો હતો. જે આજે 2 થેલા સુધી પહોંચી ગયાં છે. મારા માટે કોઈ ઉત્તમ ગિફ્ટ એક સારુ પુસ્તક જ છે, જે હું આપું છું અને લઉ છું પણ ખરો. નવાબોના શહેરમાં રામુદાદાની ફિલ્મસિટી સુધી પહોંચવા એટલે કે જોબ માટે 28 કીમીનું અંતર કાપવું પડે છે. એટલે 2.5 વર્ષમાં 9 પુસ્તકો બસમાં જ પુરી કરી છે. માત્ર વિષય વાઈઝની
આજે એવું લાગે છે કે, પત્રકારત્વમાં એક્ટિવિઝમ ઘૂસ્યુ છે...જે રાઈટ અને લેફ્ટ તરફ જતું દેખાઈ રહ્યું છે. જે સવાલ-જવાબ પુરતું સીમિત બન્યું છે એટલે હવે ગાંધીજીનું સાહિત્ય અને પત્રકારત્વ નથી દેખાતું. જે આજે મને પ્રાસંગિક લાગી રહ્યું છે. જેથી ફરી પાછો હું ગાંધીજી તરફ જઈ રહ્યો છું. આ વર્ષથી સંશોધનમાં આગળ વધવાનો પ્લાન છે માટે હવે એકાગ્ર થઈ વાંચવું ફરજીયાત બન્યું છે. સારા પુસ્તકોની સલાહ આપતો નથી કેમ કે દરેક પુસ્તક પોતાના અસ્તિત્વ સાથે જીવતું હોય છે અને દરેક લેખક માટે પોતાનું પુસ્તક એક દિકરા સમાન છે.
વાંચન મારા માટે એક મિત્રના સાથ જેટલું જ મહત્વનું રહ્યું છે. એના માટે કોઈ જ કોમ્પ્રોમાઈઝ કરતો નથી, પણ એવો ઘણો સમય વાચ્યાં વગર વિતી જાય છે, આ 2020માં મેં નક્કી કર્યું છે કે, 12 મહિનાની 12 ટૂંકી વાર્તાઓ લખવી છે, પણ હજુ સુધી શરૂઆત કરી નથી. અત્યારે ડિજીટલ વાંચનનો માહોલ છે, પણ પુસ્તક જેવી મજા નથી, પણ લેખકોએ ડિજીટલ થવું જારૂરી બન્યું છે. આજે લોકડાઉન છે, મારી બેગમાં રહેલી આ ત્રણ પુસ્તકો હાલ મારા લોકડાઉની મિત્રો છે. વાંચન માણસને જીવંત રાખે છે,
- કલ્પેશ
Monday, February 17, 2020
રંગ બદલતું ગુજરાત...
આપણું નવું દિવાળીએ પણ ઉજવણી 31
રંગ બદલતું ગુજરાત...શું તમે આ ગુજરાત જોયું? વીડિયો પુરો જોવા વિનંતી
'હેલ્લારો' હૈદરાબાદી ગુજરતીઓ માટે અધૂરી, કહેવુ છે હેલ્લારો-2 લાવો...
'હેલ્લારો' હૈદરાબાદી ગુજરતીઓ માટે અધૂરી, કહેવું છે હેલ્લારો-2 લાવો...
#hellaro #AbhishekShah #Gujarati #Kutchi #Kutch #હેલ્લારો
‘હેલ્લારો’ ભારતની બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતીને પહેલા જ બાજી મારી ગઈ હતી. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં, હવે ફાઈનલી ફિલ્મ પડદા પર આવી ગઈ. ફિલ્મ રિલીઝ થઈ ત્યાર બાદ ખાસ અમદાવાદમાં લોકોએ બહુ વખાણ કર્યા હતા. આજે આપણે હૈદરાબાદમાં રહેતા કચ્છી ગુજરાતીઓ સાથે વાત કરીશું....
- ફિલ્મમાં વખાણવા લાયક તો સૌમ્ય જોશીના શબ્દો અને આદિત્ય ગઢવીનો અવાજ
- બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘માંગી લેજે સપના વિનાની ખાલી રાત’ થિયેટરના સાઉન્ડથી રૂવાડા ઉભા કરી દે છે.
Cameraman- Vagh Praful
ગોધરાકાંડ ફાઈનલ રિપોર્ટ, તાત્કાલીન મોદી સરકાર પર સવાલો કરનાર 3 અધિકારી નકારાત્મક
વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-6માં આગ લાગયા બાદ રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં, ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃહમાં 9 વોલ્યુમ, 2500થી વધુ પેજ અને 44 હજારથી વધુ એફિડેવિટ સાથેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કમિટી દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો કોઈ પૂર્વઆયોજિત કાવતરું નહોતું, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ અપાઈ છે. ગોધારાકાંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને કોઈ સંડોવણી નથી. આ રિપોર્ટમાં પૂર્વ પ્રધાન હરેન પંડ્યા, ભરત બારોટ અને અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા. તે તમામને પણ ક્લીનચીટ અપાઈ છે. જો કે, તાપસ પંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે. જેમાં રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા છે. રિપોર્ટના તારણો વાચ્યાં પછી લાગ્યું કે, આ ત્રણ અધિકારી કોણ છે? ઘણી બધી જગ્યાએ વાચ્યાં પછી લગ્યું કે, આ અધિકારીઓ વિશે વાત કરવી જોઈએ, જી...હા આ એજ અધિકારી છે જેમણે તાત્કાલીન મોદી સરકાર પર સવાલો કર્યા હતાં.
જ્યારે મોદીના 'ગુડમેન' સંજીવે જ મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા
સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા. જેઓ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા હતાં. ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને હાલ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. 2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાંવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી. IITમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કેડરના આઈપીએસ હતા. એક સમયે નરેન્દ્ર મોદીના 'ગુડમેન' અધિકારી તરીકે ઓળખાતા સંજીવે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા હતાં. 2011માં સંજીવ ભટ્ટે એક ઍફિડેવિટમાં કહ્યું હતું કે, ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે, હિંદુઓને આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ. જોકે, આ અંગે મોદી સરકારે કહ્યું હતું કે, સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર જ નહોતા, જેના કોઈ સાક્ષી કે પુરાવા પણ નથી. સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને ચર્ચામાં રહ્યા હતાં. આમ, સસ્પેન્ડેડ IPS અધિકારી સંજીવ ભટ્ટે પણ કમિશન સમક્ષ ઍફિડેવિટ કરીને નરેન્દ્ર મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા હતા.
જ્યારે આર.બી. શ્રીકુમારે નાણાંવટી કમિશાન પર સવાલો કર્યા
1971ની બેચના IPS અધિકારી આર.બી. શ્રીકુમાર રાજ્યના ભૂતપૂર્વ પોલીસ વડા રહ્યાં. તેઓએ ગુજરાત રમખાણોના કેસમાં 9 સોગંદનામા દાખલ કર્યા હતા. જ્યારે રાજ્યમાં ગોધરા કાંડની ઘટનાઓ બની હતી ત્યારે શ્રીકુમાર રાજ્યની ગુપ્તચર શાખાના વડા હતા. તેઓએ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો ફોન ટેપ કરવાનો આદેશ આપ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આર. બી. શ્રીકુમારે ગુજરાત હાઈકોર્ટમાં એક પીલ દાખલ કરીને નાણાંવટી કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી. નાણાંવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ 25 સપ્ટેમ્બર, 2009ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર શ્રીકુમારે સવાલો કરતા કહ્યું હતું કે, નિયમને આધારે કોઈ પણ કમિશનનો રિપોર્ટ 6 મહિનાની અંદર વિધાનસભામાં એક્શન ટેકન રિપોર્ટની સાથે રજૂ કરવાનો હોય છે, પરંતુ સરકારે બહુ મોંડુ કર્યું છે. શ્રીકુમારનો આરોપ હતો કે, પીડીતોને આ કમિશનથી ઘણી આશાઓ હતી, પરંતુ લોકોને કંઈ જ મળ્યું નથી. નાણાંવટી કમિશન સમક્ષ આર. બી. શ્રીકુમારે એક સોગંદનામુ રજૂ કર્યું હતું. એ વખતે શ્રીકુમાર ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારે તેમણે તોફાનોને લગતી માહિતી વિશે સરકારને જાણ કરી હતી.
જ્યારે રાહુલ શર્માએ મોટો પુરાવા તરીકે ફોન-કોલ્સની સીડી રજૂ કરી
રાહુલ શર્મા 1992ની બેચના IPS અધિકારી હતાં. 2002માં થયેલા રમખાણમાં ભાવનગરના DSP તરીકે રાહુલ શર્માએ તોફાનીઓ દેખાય ત્યાં ઠાર મારવાનો આદેશ આપ્યો હતો. જોકે IPS અધિકારી રાહુલ શર્માનો આ આદેશ તત્કાલીન ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફિયાને પસંદ ન આવ્યો. એટલે શર્માની અમદાવાદમાં બદલી કરી દેવામાં આવી હતી. શર્મા તોફાનમાં માલ-મિલ્કત અથવા માણસ ગુમાવ્યો હોય અને ફરિયાદ ન નોંધાઈ હોય તેવા લોકોને બોલાવી બોલાવીને ફરિયાદ નોંધવા લાગ્યા હતાં. એટલે અમદાવાદ પોલીસ કમિશનરે તેમને કંટ્રોલરૂમમાં ખસેડી ક્રાઈમ બ્રાન્ચની મદદમાં મૂકી દીધા હતા. 2002માં ગુજરાતમાં મોબાઇલ ટેલિફોનની સુવિધા આપતી બે જ કંપનીઓ હતી. રાહુલે આ બંને મોબાઇલ કંપનીઓને કહ્યું હતું કે, 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના તમામ મોબાઈલ ધારકોની કોલ્સ ડિટેઇલ આપો. રાહુલ શર્માને મોબાઇલ કંપની દ્વારા જે કોલ ડિટેઇલ્સ આપવામાં આવી તે એક મોટો પુરાવો સાબિત થવાનો હતો. ગોધરાકાંડની તપાસ કરી રહેલા જસ્ટિસ નાણાંવટી સામેની જુબાનીમાં રાહુલ શર્માએ એ દિવસની ફોન-કોલ્સની સીડી રજૂ કરી હતી. જો કે, નાણાંવટી પંચમાં ગુજરાત સરકારે રાહુલ શર્માની સીડીનો વિરોધ કર્યો હતો, ત્યારે તોફાનની તપાસમાં માટે નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે રાહુલ શર્માની સીડીને પુરાવા રૂપે ગણી હતી, પરંતુ આજે આ ત્રણેય IPS અધિકારીને નકારાત્મ ગણવામાં આવ્યાં છે. આમ, મોદી સરકારના વિરોધી અને સરકાર પર સવાલો કરનાર અધિકારીઓની ભૂમિકા પર હવે સવાલો થઈ રહ્યાં છે.
સંદર્ભ
- ગોધરાકાંડનું અધૂરુ સત્ય, પ્રશાંત દયાળ
- ગુજરાત ફાઈલ્સ, રાના અયુબ
- પદડા પાછળનું ગુજરાત, આર.બી. શ્રીકુમાર
વિજયભાઈ સંતાકુકડીના દૂધપાકી સાબિત થયા
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થયાના CCTV સામે આવ્યા અને વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની વાત કરી ગાંધીનગરમાં આંદોલન કર્યું. આ વિરોધ પ્રદર્શન જોઈ 1973માં વિદ્યાર્થીઓે છાત્રાલયના ભોજન શુલ્કમાં વધારો પર હડતાલ કરી હતી. બાદમાં આ ગુજરાત યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઇ જેનાથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલનો શરૂ થયા હતાં. આમ, અન્યાય સામે અવાજ ઉઠાવવા વિદ્યાર્થીઓ મજબૂરીવશ મેદાને ચડ્યા છે. આવા ઐતિહાસિક આંદોલનોમાં વિદ્યાર્થીઓ ફળો મહત્વનો રહ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓએ આગળ આવવું પડશે.
સામન્ય રીતે રાજકારણથી અગળા રહેતા અને ક્યાંક સરકારની હા..માં હા...ભરતા ગુજરાતી યુવકો હવે મેદાને ચડ્યા છે. સરકારી પરીક્ષાઓ જે કૌભાંડો થયા છે એ મહેનતું વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખતરો છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી આ જૂવાળ હતો જે હવે બહાર આવ્યો છે. વાક સરકારનો છે, કારણ કે પરીક્ષામાં થતો ભ્રષ્ટાચાર અને લાગવાગીયાઓના સંતોનોનું કલ્યાણ સરકાર રોકી શકી નથી. જેથી મહેનતું વિદ્યાર્થીઓને મોટું નુકશાન થયું છે.
એક વિદ્યાર્થીના દિલની વાત કરીએ તો સમજાય કે, સરકારી પરીક્ષાઓની તૈયારી કેવી રીતે થાય છે. મને યાદ જ્યારે એક સમયે હું પણ GPSCના ભૂતને માથે લઈ સતત રાત-દિ એક કરી ફરતો હતો અને સળવારે તો મળ્યું શૂન્ય. અમારા શિક્ષકો અમને કહેતાં તનતોડ મહેનત કર, માતા-પિતા હંમેશા ગર્વ રહેતો કે છોકરો તૈયારી કરે છે, પણ જ્યારે પરીક્ષાની ઘડીઓ આવતી ત્યારે અમારી તનતોડ મહેનત આગળ લાગવગીયાઓના ઠોઠ છોરા 15-20-25 લાખમાં અધિકારી બની ગયાં.
રાત-દિ એક કરી મહેનત કરતું આ યુવાધન આજે કલાકો સુધી રસ્તા પર આવી ગયું છે, એની પાછળનું સૌથી મોટું કારણ નબળી સરકાર જ છે. સાહેબ આપણને જે ગુજરાતી ભાષા પર ગર્વ છે એ ગુજરાતી ભાષાના પેપરમાં અઢળક વિદ્યાર્થીઓ ફેલ થાય છે. આજે ગણ ગામડાંની શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતા નથી આવડતું. આ બીજા કોઈ નહીં આપણા પનોતા પુત્ર વડાપ્રધાન મોદીની જ દેન છે. એમના સમયમાં છોકરુ શાળામાં હાજર રહ્યું હોય કે, ન રહ્યું હોય.....એને પાસ જ કરવાનું. ગુણોત્સવની મસ મોટી ફોગટી ઈવેન્ટ ઉભી કરી શિક્ષણના ધજારગા ઉડાવી દીધા અને પછી મોદીના ગુજરાત મોડેલની ધૂરા રૂપાણી સાહેબના હાથમાં આવી. ભાષણમાં "મારૂ એવું માનવું છે કે" એમ કહી લોકોને પારણે મનાવનારા વિજયભાઈ સંતાકુકડીના દૂધપાકી સાબિત થયા છે.
Tuesday, November 26, 2019
પટકથાની ટીકાઃ 'હેલ્લારો'માં કચ્છ કેટલું?
‘હેલ્લારો’ ભારતની બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતીને પહેલા જ બાજી મારી ગઈ છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં, હવે ફાઈનલી ફિલ્મ પડદા પર આવી ગઈ. ફિલ્મ રિલીઝ થઈ ત્યાર બાદ ખાસ અમદાવાદમાં લોકોએ બહુ વખાણ કર્યા હતા. એટલે આજે વખાણ નઈ પણ થોડીક વાસ્તવિક વાતો કરવી છે. જેવી રીતે ગુજરાતી સિનેમામાં દેશ રે જોયાને દાદા પર દેશ જોયા...અને એ વખતની કેટલીક ફિલ્મો આજે પણ અલગ મહત્વ ધરાવે છે, જ્યાં આજની અર્બન ફિલ્મો પણ એ જગ્યા લઈ શકી નથી. અણગમો હોવા છતાં ગુજરાતી સિનેમામાં વિક્રમ ઠાકોર અને એની ભાષાએ ગુજરાતી ફિલ્મ જગતને આગળ વધાર્યું. આ ફિલ્મમાં વખાણવા લાયક તો સૌમ્ય જોશીના શબ્દો અને આદિત્ય ગઢવીનો અવાજ જ છે. જે કર્ણપ્રિય બનાવે છે.
આ ફિલ્મની સ્ટોરી સારી પણ પડદા પર મૂળ સ્ટોરી ઉપસી આવતી નથી. હા ફિલ્મના ડાયલોગ્સ હૃદયમાં સોંસરવા ઉતરી જશે. એમાં પણ મંજરીના કેટલાક ડાયલોગ...ફિલ્મમાં સૌથી સારુ કંઈ લાગ્યું તો એ માત્રને માત્ર તેના ગીત. બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘માંગી લેજે સપના વિનાની ખાલી રાત’ થિયેટરના સાઉન્ડથી રૂવાડા ઉભા કરી દે છે. ભૂમિ ત્રિવેદી અને એશ્વર્યા એ પણ મજા કરાવી છે. ત્રણેય ગીતો આગામી દિવસોમાં (જ્યાં ગરબાની રમઝટ હશે ત્યાં) લોકમૂખે રહેશે.
ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં કચ્છની પૃષ્ઠભૂમિ છે. જેનું સૌંદર્ય પણ ઉડીને આંખે વળગે એવું છે, પણ કચ્છને મેં જેટલું જોયું છે, વાચ્યું છે એવું કચ્છ મને ન જ દેખાયું. જેવું કે, કચ્છી લોક-સંસ્કૃતિ અને પરંપરા. આ પરથી એવું લાગે છે કે, ફિલ્મ બનાવનારાઓએ પુરતો કચ્છી અભ્યાસ કર્યો નથી. પ્રેમજી ફિલ્મમાં કચ્છનું નિરૂપણ છે એ કદાચ હેલ્લારો કરતા સારુ છે. જેમાં કચ્છી રહેણી-કહેણી કદાચ થોડી વાસ્તવિક લાગે છે. બીજી વાત કચ્છમાં ફિલ્મ બને છે અને તમે કચ્છી કહાની જ બતાવવાના છો તો એ માત્ર 8-10 ભૂંગા સુધી સીમિત ન હોઈ શકે. ભલે ફિલ્મમાં એક ગામની જ કહાની હોય. જે ભૂંગા બનાવવામાં આવ્યાં છે. એ એક ગામ નહીં પણ મહોલ્લો લાગે છે. કહાની બહુ જૂની છે પણ કચ્છી ભૂગાં આધુનિક લાગે છે...ફિલ્મ જોયા બાદ લાગે છે કે ભૂંગા હમણાં જ બનાવાયા છે. જો કે, ભૂંગા બનાવવામાં જે મહિલાઓને રોજગારી મળી હશે એ મારા માટે પોઝિટીવ વાત છે.
આખી ફિલ્મ કચ્છની છે પણ તમે કોઈ કચ્છીભાષી પાત્ર રાખ્યું નથી...ક્યાંય કચ્છી તળપદી ભાષા કે શબ્દો ન સાંભળવા મળ્યા. કહાની બહુ જૂની છે, પણ ભાષા આધુનિક અમદાવાદી લાગે છે. જે ગ્રાઉન્ડ રિયાલિટીથી દૂર છે. ફિલ્મની રીતે ફિલ્મ સારી છે. અભિનય, કેમેરાનો ભરપુર ઉપયોગ થયો છે. ફિલ્મમાં સ્ત્રી અભિવ્યક્તિઓની બારીકાઈ છે, પણ અભિનેત્રીઓમાં કચ્છી મહિલાઓનો રૂઆબ કે હૂંફ જોવા મળતી નથી. એક હકીકતની વાત કરીએ તો ફિલ્મ બનાવનારે ભલે કાલ્પનિકતાની વાતો કરી રસ્તા શોધ્યા હોય પણ ફિલ્મ જોયા બાદ લોકમાનસ પર આ સ્ટોરી સત્ય ઘટના રૂપે જ ઉપસી આવે છે. જેથી કચ્છી લોકજીવન વિશે આજનો યુવાન ગેરમાર્ગે દોરાય છે. ફિલ્મમાં 13 એક્ટ્રેસને એક જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી એનું ગર્વ છે. બોલિવૂડમાં એવું ઘણીવાર બન્યું છે કે, ઘણાં બધા એવોર્ડ એક અભિનેત્રીને મળ્યો હોય, પણ કદાચ હેલ્લારો ભારતની પહેલી એવી ફિલ્મ છે. જેમાં એક એવોર્ડ 13 અભિનેત્રીઓને મળ્યો છે.
પુરુષપ્રધાન સમાજમાં રહેતી 13 નાયીકાઓના સ્વપ્ન રૂપે શ્રદ્ધા ડાંગર એટલે કે ફિલ્મની મંજરી ફિલ્મમાં બાંધી રાખે છે. તમામ એક્ટ્રેસિસે અભિનયમાં જીવ રેડ્યો છે. મૂળજી (જયેશ મોરે) અને ભગલો (મૌલિક નાયક)નો અભિનય પણ મજાનો છે. મૌલિકે પોતાનો અભિનય જાળવી રાખ્યો છે. ક્યાંય ઢોંગ કરતો દેખાતો નથી. ફિલ્મમાં ડાયલોગ્સના જોરદાર પંચ છે, પણ સમગ્ર ફિલ્મ દરમ્યાન બધાજ પંચ વિસરાઈ જાય છે. મને લાગે છે કે, એક સાથે ઘણા બધા પંચ દર્શકો પર હાવી થઈ જાય છે. જ્યારે ઢોલી ચાલ્યો જાય છે ત્યારે તમામ નાયીકાઓ જાણે સંતાકુકડી રમતી હોય એવી રીતે શોધતી નજરે પડે છે. લાસ્ટમાં ફિલ્મનો એન્ડ એવી રીતે થયો કે સમજાયું જ નહીં. મને લાગે છે કે, ફિલ્મમાં દેશી ઢોલનું સંગીત હોત તો ફિલ્મ કચ્છી લાગત...
- કલ્પેશ તારા
(આ લખાણ ફિલ્મ જોયા બાદના મારા પોતાના વિચારોનું છે, કોઈએ બંદબેસતી પાઘડી પહેરવી નહીં.)
જાણીતા કચ્છી લેખક માવજી માહેશ્વરીના અનેક સવાલ
જાણીતા કચ્છી લેખક માવજી માહેશ્વરી મિર્ચ મસાલા અને રુદાલી ફિલ્મને યાદ કરતા કહે છે, હેલ્લારોમાં પુરુષોને જે રીતે ક્રૂર બતાવાયા છે, એવા ક્રૂર પુરુષો ન તો કચ્છમાં હતા કે તો છે. અહીં ઢોલ સ્ત્રીઓની સ્વતંત્રતાનું પ્રતિક બને છે. એવી જ રીતે લોકરાસની ઓળખ પણ સ્ત્રી જ છે. લોકરાસ સ્ત્રીઓ વગર અધૂરા છે, તો એવું કેવી રીતે બને કે ગુજરાતના જ કોઈ વિસ્તારમાં સ્ત્રીઓને ગરબા રમવા ઉપર પ્રતિબંધ હોય? કચ્છીઓ ભલે એમ માનીને હરખાયા કે આ ફિલ્મ કચ્છના કેન્દ્રમાં છે, પરંતુ આખી વાહ વાહીમાં કોઈને એ ન દેખાયું ફિલ્મનું ચિત્રીકરણ જે ભૂમિ ઉપર થયું છે તે સાવ ખોટું છે.
માવજી કાકા વધુમાં કહે છે, પટકથાના લેખકે જે મુદ્દો ઉપસાવ્યો છે એ માટે ગુજરાત કે કચ્છની ભૂમિ કોઈ રીતે યોગ્ય નથી. જોકે નિર્માતા, નિર્દેશક કે લેખક એમ કહીને છૂટી જાય કે આ તો કાલ્પનિક ઘટના છે. નિર્માતા કે નિર્દેશક ભલે નકારતા હોય, છતાં એ સત્ય છે કે ફિલ્મની પટકથા રાપરના વ્રજવાણી ગામના ભૂતકાળમાં બનેલી ઘટનાના વિચારબીજ ઉપર જ રચાયેલી છે. આ ઘટનાનો ઉલ્લેખ રઘુવીર ચૌધરીની નવલકથા અમૃતામાં પણ છે. આ કહાનીનું સૌથી પહેલું લખાણ કચ્છી સાહિત્યકાર દુલેરાય કારાણીના સાહિત્યમાં નોંધાયેલું છે.
કાકા કહે છે, આ ફિલ્મને વ્રજવાણીની કથા સાથે ન જોડીએ તોય, આ ફિલ્મ બનાવવામાં જોડાયેલા લોકો કચ્છથી અપરિચિત હોય એવું દેખાઈ આવે છે. અભિનેતાઓને પહેરાવવામાં આવેલા કપડાં કચ્છના નથી. કચ્છના પુરુષો ક્યારેય માથા પર લાલ પાઘડી પહેરતા નહોતા. ઘરેણાં અને લોકનૃત્ય પણ કચ્છના નથી. નવરાત્રીના પહેલા દિવસે પુરુષોનું જે લોકનૃત્ય રજુ કરાયું છે તે તરણેતરના મેળામાં રજુ થતા પુરુષોનું લોકનૃત્ય છે. ગીરમાં જેને નેસ કહે છે એને કચ્છમાં વાંઢ કહે છે. એ વાંઢોમાં માણસો કરતાં અનેકગણા પશુઓ હોય છે. હેલ્લારોની વાંઢોમાં પશુઓ જ અદશ્ય છે. જો કે, નિર્દેશકે બેકગ્રાઉન્ડમાં પશુના અવાજ મૂકીને સંતોષ માન્યો છે.
૧૯૭૫ની આસપાસ આખાય કચ્છમાં રાજ્ય પરિવહન નિગમની બસ અંતરિયાળ વિસ્તારો સુધી જતી હતી. એમાના કેટલાક રૂટ તો આજે પણ ચાલે છે. શું ૧૯૭૫માં કચ્છનો વાગડ વિસ્તાર એટલો પછાત હતો કે ભૂજ જવા માટે ઘોડાથી જવું પડે? અને રણમાં રહેતો માણસ ઘોડો પાળે કે ઊંટ? વળી કચ્છમાં ક્ષત્રિયોને બાદ કરતા સવારી માટે ઘોડાનો ઉપયોગ કરનારા જૂજ લોકો હતા. ફિલ્મમાં દેખાતું પુરુષોનું મધ્યયુગીન ક્રૂર માનસ કચ્છના પુરુષોમાં ક્યારેય નથી રહ્યું. આ માટે જ કચ્છના જનમાનસની રગ જાણવા માટે ખાસ્સા અભ્યાસની જરુર પડે, અહીં ધામા નાખીને રહેવું પડે. એટલે જો આ ફિલ્મ કચ્છ ઉપર બનાવાઈ હોવાનું કહેવાતું હોય તો કચ્છી માડુઓએ ઝાઝા હરખાવાની જરુર નથી.
(સંપાદન- માવજી માહેશ્વરીના 14 Nov.2019, Mid-day Gujaratiમાં છપાયેલ લેખમાંથી)
Saturday, July 27, 2019
ટિકટોકના વીડિયો પર આટલો શોર શાનો?, પહેલા પોલીસકર્મીની આત્મહત્યાના કારણો શોધો
મહેસાણામાં પોલીસનો ટિક-ટોકનો વીડિયો સામે આવ્યા બાદ અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશનના એક મહિલાએ પોલીસ યુનિફોર્મમાં ટિક-ટોક વીડિયો વાયરલ થયો છે. આ મામલે મહિલા ક્રાઇમ બ્રાંચના તપાસ કરી રહ્યાં છે. મહેસાણાની એક મહિલા પોલીસકર્મીનો ટિક-ટોક વીડિયો વાયરલ થયા બાદ સતત આવા બનાવો સામે આવી રહ્યા છે. આ વીડિયોમાં ફિલ્મી ડાયલોગ, વિવિધ ગીત સહિતના રમૂજી વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસમાં કામ કરતા કર્મચારીઓને આવા વીડિયોની લત લાગી છે. આ જ કડીમાં કેટલાક પોલીસ કર્મીઓએ ખાખી વર્દીમાં સજ્જ થઈને ટિકટોક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકી દીધા હતા.
ફરજ પર આવા વીડિયો બનાવવા ગેરકાયદેસર છે અને આવું કરનાર સામે કાર્યવાહી પણ થવી જોઈએ. સામાન્ય સંજોગોની વાત જુદી છે, પરંતુ યુનિફોર્મ સાથે અને યુનિફોર્મ વગર પોલીસ સ્ટેશનમાંથી આવા ટિક-ટોકમાં વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવે એ પોલીસ વિભાગ માટે ગંભીર બાબત છે, પરંતુ આવા વીડિયો સામે આવ્યાં બાદ આપણા મીડિયાએ વધુ પડતું કવરેજ કર્યું છે. જે ખરેખર નહોતું જરૂરી. આવા વીડિયો સામે આવ્યાં ત્યારે મીડિયાને એક-બે પોલીસકર્મીને લીધે સમગ્ર પોલીસ વિભાગ વિશે લોકમાં ખરાબ દ્રષ્ટિ પેદા થઈ છે. જે રાત-દિવસ આપણી સુરક્ષા માટે ખડે ભગે રહેનાર પોલીસ જવાન માટે ઘાતક છે.
હવે આપણી સુરક્ષા માટે ઉભા રહેતા પોલીસના હ્રદયની વાત, આપણને બધાને યાદ જ હશે કે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પોલીસના કર્મચારીઓ ફરજ પર કે ફરજ બાદ આત્મહત્યા કરી રહ્યાં છે. શું આપણે બધાએ આ મુદ્દે કોઈ ચર્ચાઓ કરી ખરી? કેટલાય પોલીસકર્મીઓેએ આત્મહત્યાની સુસાઈડ નોટમાં કામનું પ્રેશર અને ઉપરી અધિકારીઓના ટ્રોર્ચરની વાત કરી, શું આપણે આ અંગે કોઈ રિપોર્ટ કર્યો ખરો?
પોલીસની કામગીરી પર સવાલ કરતા પહેલા અમદાવાદની નવરાત્રી યાદ કરો. ખેલૈયાઓ ગરબા રમીને ઘરે જઈ આરામથી સૂઈ ન જાય ત્યાં સુધી આ લોકો ડ્યુટી કરે છે. તેમ છતાં લોકો દુશ્મન જ માને છે. સાહેબ પોલીસની વ્યથા એ છે કે, લોકોની સુરક્ષા, ગુના રોકવા અને ટ્રાફિક રોકવા સિવાય પણ આ લોકો અનેક જવાબદારીઓ સંભાળે છે. આ બધી જવાબદારી વચ્ચે ઉપરી અધિકારીનું ટ્રોર્ચર તો ખરું જ. આમ, આપણી ફરિયાદો તો પોલીસ સાંભળે છે, પણ પોલીસની ફરિયાદો કોઈએ સાંભળી ખરી? અરે એ પોલીસને પુછો કે, બાળકો અને પત્નીને કેટલો સમય આપો છો?
હવે આપણી સુરક્ષા માટે ઉભા રહેતા પોલીસના હ્રદયની વાત, આપણને બધાને યાદ જ હશે કે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પોલીસના કર્મચારીઓ ફરજ પર કે ફરજ બાદ આત્મહત્યા કરી રહ્યાં છે. શું આપણે બધાએ આ મુદ્દે કોઈ ચર્ચાઓ કરી ખરી? કેટલાય પોલીસકર્મીઓેએ આત્મહત્યાની સુસાઈડ નોટમાં કામનું પ્રેશર અને ઉપરી અધિકારીઓના ટ્રોર્ચરની વાત કરી, શું આપણે આ અંગે કોઈ રિપોર્ટ કર્યો ખરો?
પોલીસની કામગીરી પર સવાલ કરતા પહેલા અમદાવાદની નવરાત્રી યાદ કરો. ખેલૈયાઓ ગરબા રમીને ઘરે જઈ આરામથી સૂઈ ન જાય ત્યાં સુધી આ લોકો ડ્યુટી કરે છે. તેમ છતાં લોકો દુશ્મન જ માને છે. સાહેબ પોલીસની વ્યથા એ છે કે, લોકોની સુરક્ષા, ગુના રોકવા અને ટ્રાફિક રોકવા સિવાય પણ આ લોકો અનેક જવાબદારીઓ સંભાળે છે. આ બધી જવાબદારી વચ્ચે ઉપરી અધિકારીનું ટ્રોર્ચર તો ખરું જ. આમ, આપણી ફરિયાદો તો પોલીસ સાંભળે છે, પણ પોલીસની ફરિયાદો કોઈએ સાંભળી ખરી? અરે એ પોલીસને પુછો કે, બાળકો અને પત્નીને કેટલો સમય આપો છો?
છેલ્લો સીનઃ ટિકટોકના વીડિયો પર શોર મચાવતા પહેલા પોલીસકર્મીની આત્મહત્યાના કારણો શોધો
Monday, July 8, 2019
આદિવાસીઓની "ચડોતરુ પરંપરા", અન્યાય-બદલાની ભાવના...
એક ગામમાં છેલ્લા આઠ મહિનાથી એક યુવકનો મૃતદેહ વૃક્ષ પર લટકાવી રાખવામાં આવ્યો હોય અને આ યુવકની લાશના કોઈ શાસ્ત્રોક્ત અંતિમ સંસ્કાર ન થયાં હોય એવું સાંભળ્યું છે? એક પરિવાર ન્યાય મેળવવાની લડત માટે અનેક માહિના સુધી નહીં પણ વર્ષો સુધી જંગે ચડે છે, જ્યાં સુધી ન્યાય ન મળે, ત્યાં સુધી મૃતદેહ ઝાડ સાથે કે ગામના પાદરે લટકાવી રાખે છે. જી...હા...આજે આપણે એક એવી પરંપરાની વાત કરીશું જ્યાં સદીઓથી ચાલી આવતી પરંપરાને નામે લોકો માનવતાની મહાનતા છોડીને વિચાર્યા ન હોય એવા કૃત્યો કરે છે.
આ વિસ્તારમાં ચડોતરુ પરંપરા
આજે આપણે સાબરકાંઠામાં ખેડબ્રહ્મા નજીક આવેલા પોશીના વિસ્તારની ચડોતરુ પરંપરા વિશે વાત કરીશું. હાલમાં એક ટાઢીવેડી ગામે છેલ્લા 8 મહિનાથી મૃતદેહ અન્યાય સામે લડત આપી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, અહીં ખેડબ્રહ્માના આંજણી ગામે કામ કરતા એક યુવકની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. આ ઘટના અંગે પોલીસનું કહે છે કે, સમગ્ર ઘટના આત્મહત્યાની છે, પરંતુ પરિવારજનોનો આક્ષેપ કરી રહ્યાં છે કે, યુવકની હત્યા થઈ છે. આમ, પરિવારના લોકોએ પોતાની સાથે અન્યાય થયો છે. એ વાત પર ભાર મુકી ન્યાય મેળવવા છેલ્લા 8 માસથી લાશને લટકાવી રાખી છે. સ્થાનિક ભાષામાં આવી મૃતદેહ લટકાવી રાખવાની ઘટનાઓને 'ચડોતરુ' કહેવામાં આવે છે. કહેવાય છે કે, આવું વારસાગત રીતે ચાલી આવ્યું છે. જેથી લોકોએ આને પરંપરા માની લીધી છે. ચડોતરુ કરી અહીંના લોકો ન્યાય મેળવવાની ખોટી જીદ કરી છે. આ બાબતે સ્થાનિક પોલીસ લાશનો પોસ્ટમોર્ટમ કરે તો પણ અહીંના લોકો પોતાની જીદ છોડતા નથી. આવી ઘટનાઓ ગુજરાતના ખાસ એક વિસ્તારમાં બને છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના વિસ્તારમાં બને છે. આ વિસ્તાર ગુજરાત-રાજસ્થાન બોર્ડરથી 2 કિમી દૂર છે.
મજાની વાત એ હોય છે કે, મૃત વ્યક્તિના સગાંસંબંધીઓ દુઃખ વ્યક્ત કરવાને બદલે અભિમાન સાથે લાશને ઝાડ પર લટકાવી રાખે છે અને નોર્મલ લાઈફ જીવતા હોય છે. તાજેતરની ઘટના પહેલા પણ પોશીનામાં એક ઘટના બની હતી. જેમાં એક લાશ 22 વર્ષ સુધી એક ઝાડ સાથે લટકી રહી હતી. આવું પરંપરાગત રીતે ચાલે છે. જેને 'ચડોતરુ' કહેવામાં આવે છે. આ પરંપરા સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગર અને ભિલોડા સહિતના આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. આમ, તો લોકો આને ન્યાય માગવાનો રસ્તો ગણે છે, પણ ખરા અર્થમાં આ એક બદલો લેવાની પરંપરા છે. જે પેઢીઓથી ચાલી આવી છે. જોકે, હવે આ પરંપરાને સામુદાયીક મોભા સાથે સરખાવવામાં આવી રહી છે.
ચડોતરાની શરૂઆત
ચડોતરાની શરૂઆત એવી રીતે થાય છે કે, જ્યારે એક પક્ષ બીજા પક્ષને આરોપી જાહેર કરે છે, ત્યારબાદ બંને પરિવાર સમાધાન માટે સમુદાય (પંચ)ના વૃદ્ધોની પાસે જાય છે. જો સમાધાન થયું તો વળતરમાં મળતા 10 ટકા પૈસા વૃદ્ધો લઈ લે છે. અહીં બીજી એક વાત ધ્યાનમાં રાખવામાં આવી છે કે, વળતરના પૈસા સામેના પક્ષની આર્થિક ક્ષમતા અને સામાજિક મોભાને આધારે નક્કી થાય છે. વતતર માટે મોટાભાગે 50-80 લાખ રૂપિયાની શરૂઆતી માગ હોય છે. જે અંતે તો 5-6 લાખ રૂપિયા સુધી આવી જાય છે. આ સિવાય સામધાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વળતરની રકમમાંથી જ ગોળ ખરીદાય છે, જે લોકોમાં વહેંચવામાં આવે છે. આ પરંપરા સૌથી વધુ ડુંગરી ગરાસિયા ભીલ આદિવાસીઓમાં પ્રચલિત છે. આ લોકો કાયદાકીય કાર્યવાહી કરતા પણ પરંપરાને વધુ પંસંદ કરે છે. આવું સૌથી વધુ પ્રેમ સંબંધોને કારણે થાય છે. આ પરંપરામાં કોઈનું અપ્રાકૃતિક મૃત્યુ થાય, જેમાં હત્યાની આશંકા હોય. એવા સંજોગામાં વળતરની માગ કરવામાં આવે છે. જે પૈસા પેટે કે મોત સામે મોતની હોય છે. અહીં બીજી એક વાસ્તવિકતા જાણવી જરૂરી છે કે, જો કોઈ વળતર પેટે પૈસા આપે તો એક પીડિત પરિવાર અને સમુદાયના આગળ પળતા નેતાઓમાં વહેંચી દેવામાં આવે છે. હવે એક વાત સાબિત થાય છે કે, આ પરંપરા માટે પરિવારજનો તૈયાર ન હોય તો પણ તેમને ઉકસાવવામાં આવે છે અને એ પણ માત્ર પૈસા માટે જ. આવા સામુદાયીક નેતાઓ ભોળા લોકોમાં ઝેર ભરે છે. અંતે આવી પરંપરાનો જન્મ થાય છે. આવી ઘટનાઓ ખુબ જ આંતરિયાળ અને સુમસામ વિસ્તારમાં વધુ જોવા મળે છે.
તો શું લોકો બદલાયા નથી?
આટલું વાચ્યાં પછી એવું ચોક્કસ થાય કે, આ લોકો બદલાયા નથી? હા બદલાયા છે, પણ ક્યાંક સામુદાયીક નેતાઓને પૈસાની ભૂખ છે, તો ક્યાંક દારૂ પીવા પૈસા ન હોય તો આવી પરંપરાઓ જન્મ લે છે. જોકે, લોકો તો આ ઝંજાળમાંથી નીકળવા જ માંગે છે. આદિવાસી લોકોમાં આજે પણ એવી પરંપરાઓ ચાલી આવી રહી છે. જે વિચિત્ર છે. જેમકે આપણે ત્યાં લિવ-ઈન-રિલેશનશીપની વિભાવના થોડાંક સમય પહેલા જ આવી પરંતુ આદિવાસી લોકોમાં આ પરંપરા ક્યારથીય ચાલી રહી છે. આજે પણ દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં 5-8 બાળકો બાદ સ્ત્રી-પુરુષ લગ્ન કરે છે. બીજી એક બહુપત્નીત્વ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ બધુ આપણા માટે જ નવું છે, પણ ત્યાંના લોકો માટે આમાં કોઈ નવાઈ છે જ નહીં. આમ તો સ્થાનિક આદિવાસી લોકો માયાળું હોય છે, પણ જો કોઈ ભૂલ થઈ જાય તો એનું પરિણામ બહુ વિચિત્ર આવે છે. દેવી-દેવતાઓમાં વધુ માનનારી આ પ્રજા દેવને ખુશ કરવા કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. જો કોઈ દેવ વિરોધી કૃત્ય કરે તો પરિણામો બહુ ખરાબ આવે છે. અહીંના લોકો આંખો બંધ કરીને લોકોને જીવતા સળગાવી દે, મારી નાંખે છે, બલી ચડાવી દે છે. જો કોઈ છોકરાને આદિવાસી છોકરી સાથે પ્રેમ થઈ જાય તો છોકરીનો ભાઈ કે માતા-પિતા હોંશે હોંશે લગ્ન કરાવે છે, પરંતુ જો કોઈ પરણીત સ્ત્રી સાથે પ્રેમની વાત પણ જાણવા મળે તો લોકો તીર કામઠાંથી જીવતા માણસને વીંધી નાખે છે.
તો પોલીસ શું કરે છે?
આવું વારસાગત રીતે ચાલી આવતું હોવાથી લોકોએ પરંપરા માની લીધી છે. જોકે, ચડોતરુ કરી અહીંના લોકો ન્યાય મેળવવાની જીદ કરી છે. ખરેખર એ ખોટું છે, પરંતુ ત્યાંના અભણ લોકોને એ બાબતનું પણ ધ્યાન છે કે, પોલીસ કે કોર્ટથી ન્યાય મળવામાં 'તારીખ પે તારીખ' મળતી રહેશે, થશે કંઈ નહીં. જોકે, પોલીસ લાશનો પોસ્ટમોર્ટમ કરે અને સાચુ કારણ બહાર લાવે તો પણ અહીંના લોકો પોતાની જીદ છોડતા નથી. અહીંના લોકોનું કહેવું છે કે, આ અમારી સમસ્યા છે, તમે દૂર રહો નહીંતર તમે પણ શિકાર થઈ જશો. બીજી તરફ પોલીસ કાર્યવાહી કરવા જાય તો આખુ ગામ પોલીસ પર હુમલો કરે છે. જેથી ટોળા વિરૂદ્ધ કોઈ કેસ પણ નોંધાતો નથી. અહીં જતા પોલીસ પણ ડરે છે. સામાજિક જાગૃતિ માટે કેટલીય સંસ્થાઓ કામ કરે છે, પરંતુ એ લોકો પણ સ્થાનિક પરંપરા વિરૂદ્ધ જવા માંગતા નથી. એકંદરે ન્યાય મેળવવાની આ જીત ખોટી છે.
નોંધ:- આ પરંપરા વિશે એક ગુજરાતી "અમુ આદિવાસી" નામની ફિલ્મ રિલીઝ થઈ છે. જેમાં પ્રેમ પ્રકરણ મુદ્દે 'ચડોતરુ' પરંપરાની વાત કરવામાં આવી છે.
Wednesday, July 3, 2019
માનવીને કદાચ સરહદ નડી શકે, પરંતુ સંવેદના નહીં
હાલમાં એક તસવીર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીર મેક્સિકોના ઓસ્કાર અલ્બર્ટો રેમિરેઝ અને 23 મહિનાની બાળકી વલેરિયા છે. અમેરિકામાં શરણ લેવા એક પિતા પોતાની પુત્રીને પીઠ પર બેસાડી નદી પાર કરાવી રહ્યો હતો. જેની ઝંખના હતી કે, હું અને મારી પરી (દિકરી) અમેરિકાના ટેક્સાસ પહોંચી જઈએ, પરંતુ અધવચ્ચે જ નદીના વહેણમાં ડૂબી ગયા. નદીકાંઠે તેમના મૃતદેહ જોવા મળ્યાં. આ અંગેની એક તસવીર સોશિયલ મીડિયા ખુબ જ વાયરલ થઈ છે. જેને સમગ્ર વિશ્વને હચમાચાવી નાખ્યું છે. આ તસવીર નાનામાં નાના વ્યક્તિની સંવેદના સાથે જોડાઈ છે.
![]() |
| સૌજન્યઃ જુલિયા લિ ડક (મહિલા પત્રકાર) |
આ તસવીરમાં 23 મહિનાની પુત્રીનું માથુ પિતાના ટી-શર્ટમાં છે. જેનો એક હાથ પિતાના ગળા સાથે વિંટળાયેલો છે. કહેવાય છે કે, એક તરવીર હજારો શબ્દો કહે છે, પરંતુ તસવીરને મહેસૂસ કરવા માટે આપણી સંવેદના પણ ઓછી પડી જાય એવી છે. આ પિતા-પુત્રીનું મોત આપણને આશ્રય મેળવવા માટે કપરી યાતનાઓની વાત દર્શાવે છે. ઓસ્કારે પુત્રીને પોતાના ટી-શર્ટમાં ગોઠવી પીઠ પર બેસાડી નદી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નદીના તોફાની મોજામાં બંને તણાયા અને ઓસ્કારની પત્ની પોતાની આંખોની સામે બંને ડૂબતાં જોતી જ રહી ગઇ. કરે તો શું કરે?
ખરેખર ધન્ય છે આ તસવીરને કેદ કરનાર એ ફોટોગ્રાફરને. જેને મોત પછી પણ પિતા-પુત્રીના પ્રેમની સંવેદના-કરૂણા સમગ્ર વિશ્વમાં ફેલાવી દીધી. આ તસવીર જુલિયા લિ ડક નામની એક મહિલા પત્રકારે પોતાના કેમેરામાં કેદ કરી હતી. આમ, અમિરેકા જવાની લાય રાખવારા લોકો માટે એક વાત જાણવી જરૂરી છે કે, અમેરિકા-મેક્સિકો વચ્ચે નિરાશ્રિતોની સ્થિતિ બદથી બદતર બનતી જઈ રહી છે. જેની પ્રતીતિ કરાવતી આ તસવીરે આખી દુનિયાને હચમચાવી નાખી છે. આ તસવીર પરથી એક વાત સાબિત થાય છે કે, કોઈ માનવીને કદાચ દેશની સરહદ નડી શકે, પરંતુ કરૂણતારૂપી સંવેદનાવે કોઈ પણ પ્રકારની સરહદો નડતી નથી. આ તસવીરે સમગ્ર દુનિયાના લોકોને એક સૂત્રમાં જોડ્યાં છે. માત્ર એક તસવીર આખા વિશ્વને એક લાગણી સાથે જોડે છે. અહીં પિતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ એવી રીતે છતો થાય છે કે, એક પુત્રીની ખુશી માટે એક બાપ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.
ખરેખર ધન્ય છે આ તસવીરને કેદ કરનાર એ ફોટોગ્રાફરને. જેને મોત પછી પણ પિતા-પુત્રીના પ્રેમની સંવેદના-કરૂણા સમગ્ર વિશ્વમાં ફેલાવી દીધી. આ તસવીર જુલિયા લિ ડક નામની એક મહિલા પત્રકારે પોતાના કેમેરામાં કેદ કરી હતી. આમ, અમિરેકા જવાની લાય રાખવારા લોકો માટે એક વાત જાણવી જરૂરી છે કે, અમેરિકા-મેક્સિકો વચ્ચે નિરાશ્રિતોની સ્થિતિ બદથી બદતર બનતી જઈ રહી છે. જેની પ્રતીતિ કરાવતી આ તસવીરે આખી દુનિયાને હચમચાવી નાખી છે. આ તસવીર પરથી એક વાત સાબિત થાય છે કે, કોઈ માનવીને કદાચ દેશની સરહદ નડી શકે, પરંતુ કરૂણતારૂપી સંવેદનાવે કોઈ પણ પ્રકારની સરહદો નડતી નથી. આ તસવીરે સમગ્ર દુનિયાના લોકોને એક સૂત્રમાં જોડ્યાં છે. માત્ર એક તસવીર આખા વિશ્વને એક લાગણી સાથે જોડે છે. અહીં પિતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ એવી રીતે છતો થાય છે કે, એક પુત્રીની ખુશી માટે એક બાપ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.
Sunday, May 26, 2019
4 લાખ ગુજરાતીએ ઉમેદવારોને કર્યા નાપસંદ, આદિવાસી વિસ્તારમાં NOTAને વધુ મત
દેશમાં ભાજપ પૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે 2014ની લોકસભા ચૂંટણીની જેમ 2019માં પણ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. આ 26 બેઠક પર યોજાયેલી ચૂંટણી દરમિયાન ગુજરાતના મુખ્ય ચાર શહેર અમદાવાદ, વડાદરા, રાજકોટ અને સુરત કરતા આદિવાસી વિસ્તારોમાં NOTAમાં વધુ મત પડ્યા હતા.
ગુજરાતની કુલ 26 બેઠકો પર કુલ 3, 96, 570 મત નોટામાં પડ્યા હતા. જેમાંથી આદિવાસી વિસ્તાર ધરાવતા બારડોલીમાં 22, 914, છોટાઉદેપુરમાં 32, 868, દાહોદમાં 30, 987 અને વલસાડમાં 19, 307 મળીને કુલ 1, 06, 076 મત નોટામાં પડ્યા હતા. જ્યારે બીજી તરફ ચાર મુખ્ય શહેર અમદાવાદ (પૂર્વ)-8, 813, અમદાવાદ(પશ્ચિમ)- 14, 719, રાજકોટ-18, 318, સુરત-10, 532 અને વડોદરા-16, 796 મળી કુલ 69, 178 મત નોટામાં પડ્યા હતા.
ચાર મુખ્ય શહેર અને આદિવાસી વિસ્તાર સિવાય ગાંધીનગર લોકસભા બેઠકનું પરિણામ જોવામાં આવે તો આ બેઠકમાં 14, 214 મત નોટામાં પડ્યા હતા. જ્યારે ભાજપના નવનિર્વાચીન સાંસદ અમિત શાહને 8, 88, 210 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાને 3, 33, 642 મત મળ્યા છે. આ સિવાયના તમામ 15 ઉમેદવારોને 7 હજાર કરતા પણ ઓછા મત મળ્યા છે. આ બેઠકમાં સૌથી ઓછા મત અપક્ષ ઉમેદવાર ખોડા દેસાઈને માત્ર 687 મત મળ્યા છે.
Tuesday, May 14, 2019
બદલાતું 'Time'નું કવરપેજ, પણ ન બદલાઈ Modi's Image
વૈશ્વિક મેગેઝીન 'Time'એ પોતાના 20 મેના અંકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કવર પેજ પર જગ્યા આપી છે. જોકે, સમય સાથે બદલાતા 'Time' મેગેઝીનને આ વખતે નરેન્દ્ર મોદી માટેનો બદલાતો રિવ્યુ પ્રકાશિત કર્યો છે. 'Time'એ મોદીને કવર પેજ પર સ્થાન તો આપ્યું જ છે. જેની સાથે એક વિવાદીત ટેગલાઈન પણ રાખી છે. મેગેઝીને મોદીને "India's Divider in Chief" એટલે કે, ભારતના ભાગલા પાડનાર વડા'. આજે આપણે એવી વાત કરીશું...જ્યાં વિવાદો વચ્ચે મોદીની લોકપ્રિયતામાં વધારો થયો. 'Time'નું કવર પેજ નરેન્દ્ર મોદી માટે દરેક વખતે લોકપ્રિયતાનું સાધન બન્યું છે. નરેન્દ્ર મોદી એક એવા ભારતીય છે, જેમને આંતરરાષ્ટ્રીય 'Time' મેગેઝીને 3 વખત જગ્યા આપી છે. આ પહેલાં પણ ટાઈમ મેગેઝીને માર્ચ-2012, મે 2015 અને હવે મે 2019માં પોતાના કવર પેજ પર જગ્યા આપી છે.
2012માં 'Modi Means Business, But Can He Lead India?'
2012માં TIME મેગેઝીને મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે પ્રથમ વખત છાપ્યાં હતાં. કહેવાય છે કે, આ સમયે મોદીને ભારતમાં પ્રતિષ્ઠીત કરવાનો મેગેઝીને પ્રયાસ કર્યો હતો. કવર પર જ Modi Means Business, But Can He Lead India? ટાઈટલ છપાયું હતું. એટલે કે મોદી એક સારા બિઝનેસમેન અને અર્થશાસ્ત્રી છે. આ ટાઈટલથી મોદીની લોકપ્રિયતા વધી હતી. એ વખતે લખાયું હતું કે, મોદી ભારતના ઉચ્ચ પદે પહોંચશે. મેગેઝીને પોતાની કવર સ્ટોરીમાં મોદીને એક વિવાદાસ્પદ નેતા અને ચતુષ્કોણીય રાજકારણી હોવાનું લખ્યું હતું.
આ લેખના એક ફોટો પર ટેગ લાઈન હતી. જેમાં "દિલ્હી પર ડિઝાઇન: મોદી ભારતના આગામી વડાપ્રધાન બનવાના પ્રબળ દાવેદાર..... આટલું જ નહીં આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, "મોદીની કાર્યશૈલીની ક્ષમતા દિલ્હીમાં બેઠેલી UPA સરકારની ઊંઘ ઉડાવી દેશે." એટલે કે, 2012માં ટાઇમ મેગેઝીને મોદીને આત્મનિર્ભર માણસ તરીકે વર્ણવ્યા હતાં. ગુજરાતના CM તરીકે મોદીની લોકપ્રિયતા તો હતી જ, પણ TIMEના કવરપેજ પર આવ્યાં બાદ મોદી ગુજરાતના એક મુખ્યમંત્રી નહીં પણ દેશના જાણીતા નેતા બની ગયાં. કેટલાક લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે, યુવાનોમાં મોદીની લોકપ્રિયતા વધાવાનું સૌથી મોટું કારણ TIME અને કેટલાક વિદેશી મીડિયાનું મોદી પરનું વધારે પડતું કવરેજ હતું. જે કવરેજથી માત્ર ભારત જ નહીં પણ વિદેશોમાં ભારત દેશ કરતા મોદીની લોકપ્રિયતા વધી ગઈ. UPA સરકાર અને મનમોહનથી થાકી ગયેલી દેશની જનતાને મોદીમાં આગામી વડાપ્રધાન દેખાવા લાગ્યાં. જેથી દેશમાં મોદીની સતત લોકપ્રિયતા વધતી ગઈ. આ સમયમાં જ કેટલાંક વિદેશી મીડિયાએ 2002ના ગોધરાકાંડ અંગે મોદીની આલોચના કરી. આ આલોચનામાં પણ મોદીની તો પબ્લિસીટી જ થઈ, હા...એ નેગિટીવ હતી, પણ લોકોની આંખોમાં મોદીની એક તસવીર બની. જે સમય જતા આગામી PMમાં બદલાઈ ગઈ.
2015માં 'WHY MODI MATTERS'
TIMEએ મે 2015માં ફરી એકવાર નરેન્દ્ર મોદીને સ્થાન આપ્યું. જ્યારે વડાપ્રધાન તરીકે મોદીએ એક વર્ષ પૂર્ણ કર્યું હતું. એ વખતે મેગેઝીન મોદીનો ઈન્ટરવ્યું લીધો અને ઈન્ટરવ્યું આપવામાં મોદી કેટલા પાકા છે એ આપણાં બધાને સારી એવી રીતે ખબર છે. એ સમયે કવર પેજ પર 'WHY MODI MATTERS'ની ટેગલાઈન રાખવામાં આવી. આપણને બધાને ખબર જ છે કે, વડાપ્રધાન બન્યા બાદ મોદીએ ઘણાં વિદેશ પ્રવાસ કર્યાં, જેથી મોદીએ ભારતની સાથે સાથે પોતાની એક વૈશ્વિક ઈમેજ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો.
TIMEએ લીધેલા ઈન્ટરવ્યુમાં મોદીએ ભારતના અમેરિકા અને ચીન સાથેના સંબંધો વિશે અને દેશના વૈશ્વિક આર્થિક વિકાસ વિશે વાતો કરી. આજ ઇન્ટરવ્યુંમાં મોદીએ વિશ્વ શાંતિ અને આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો. આમ, 2015માં TIMEનું કવરેજ મોદીને ફળ્યું, આ સમયે જ મોદીએ વિશ્વશાંતિ પર વાત કરી ત્યાં કેટલાક મીડિયાએ મોદીને 2002ના ગોધરકાંડ અંગે આકરી ટીકા કરી. આ ટીકા પણ મોદીને ફળી અને મોદીની એક વડાપ્રધાન તરીકેની ગ્લોબલ ઈમેજ ઉભી થઈ. એક તારણ છે કે, જ્યારે જ્યારે ગોધરાકાંડ મુદ્દે મોદીની ટીકા થઈ ત્યારે ત્યારે મોદીની લોકપ્રિયતામાં વધારો થયો. એ સમયે ગોધરકાંડ મુદ્દે ગુજરાતમાં રહેતા મુસ્લિમોના ઈન્ટરવ્યું લેવાયા. જેમાં મોદીની ટીકા થવાને બદલે પ્રસંશા થઈ. આ બાબત કોઈ માને કે ન માને પણ વરવી વાસ્તવિકતા હતી. જોકે હું ગોધરાકાંડમાં ગુજરાતના CM તરીકે મોદીને જવાબદાર માનું છું. જેઓ હિંસા ન રોકી શક્યાં. હા....એ વાત ચોક્કસ છે કે, દરેક વખતે હિંસાની શરૂઆત મુસ્લિમો દ્વારા થઈ પણ એનો અંત હિન્દુઓએ કર્યો. જે સૌથી વધુ ખરાબ હતો.
હવે 2019માં મોદી-"India's Divider in Chief"
હવે મેગેઝીને લોકસભા ચૂંટણી 2019 દરમિયાન અને છેલ્લાં પાંચ વર્ષના મોદી સરકારના કામકાજ પર સ્ટોરી કરી છે. જેમાં મોદીને "India's Divider in Chief" એટલે ભારતના મુખ્ય ભાગલા પાડનાર. આ લેખમાં લખાયું છે કે, મોદીને હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભાઈચારાની ભાવના વધારવામાં કોઈ ઈચ્છા નથી. એટલે કે મોદીએ ભારતમાં ધાર્મિક રાષ્ટ્રવાદનું વાતાવરણ ઉભુ કર્યું છે. હવે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે અને ગણતરીના દિવસોમાં તેના પરિણામ પણ આવવાના છે, ત્યારે ફરી ટાઈમ મેગેઝીન મોદીને કવર પેજ પર સ્થાન આપી મોદીની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. તમને લાગે કે આ વખતે તો નેગેટિવ બાબતો લખાઈ છે. જી...હા...એ વાત સાચી પણ મોદીને દરેક વખતે નેગેટિવ પબ્લિસીટી ફળી છે.
રહી વાત મોદીના રાજીવ ગાંધીવાળા નિવેદનની તો મોટા કલાકાર તરીકે મોદીને એ સારી રીતે આવડે છે કે, મીડિયાને કેવી રીતે મુદ્દાઓથી ભટકાવવું. તમે જોયું હશે, જ્યાં ઉત્તર ભારત સિવાયના રાજ્યમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે મોદીએ સ્થાનિક મુદ્દાઓ સાથે પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપી. મોદીને ખબર હતી કે, જો હું ઉત્તર ભારતમાં પ્રચાર રણનીતિ સાથે મુદ્દાઓને નહીં બદલું તો લોકો નજરઅંદાજ કરશે. મીડિયા દ્વારા થતી મારી ટીકા લોકોમાં ઘર કરી જશે. આ માટે જ મોદીએ રાજીવ ગાંધીવાળું નિવેદન આપ્યું. પછી આપણા મીડિયા શું ચલાવ્યું.....1985ના શીખ દંગા અને 2002નો ગોધરાકાંડ. જેથી માડિયા મુળ મુદ્દાથી ભટકી ગયું અને મોદીને પબ્લિસીટી મળવાની ચાલું થઈ ગઈ...Timeની સ્ટોરીમાં શું છે? ભલે ટાઈટલ મોદીની ટીકા કરતું રાખ્યું હોય પણ નોટબંધી અને GSTને તો ઐતિહાસીક નિર્ણયો જ ગણાવ્યાં છે. મોદીને ખબર હતી કે, ઉત્તર ભારતમાં કંઈક નવું કરવું જ પડશે, નહીં તો સત્તા જશે. મોદી પાસે થોડું ખુટતુ હતું એ Timeએ સરભર કરી આપ્યું.
Timeની સ્ટોરી બાદ મોદીને શું મળ્યું?
એક અનુમાન છે કે, Timeની સ્ટોરીમાં મોદીને 3 વખત સ્થાન મળ્યું, ત્રણેય વખત મોદીની યુવાનોમાં લોકપ્રિયતા વધી. આ સિવાય Timeએ પોતાની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં મોદીને ત્રણવાર સ્થાન આપ્યું. ટાઈમે જ્યારે જ્યારે મોદીને સ્થાન આપ્યું ત્યારે ત્યારે ભારતમાં ચૂંટણીઓ જ ચાલી રહી હતી. જેમ કે ડિસેમ્બર-2012 ગુજરાત વિધાનસભા ચૂંટણી, માર્ચ-2017 ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી. આ બંને ચૂંટણીમાં મોદીના નામ પર ભાજપને જંગી બહુમતી સાથે સત્તા મળી. એટલે જ કહી શકાય કે, Timeની સ્ટોરીથી મોદીને માત્ર પબ્લિસીટી જ મળી છે.
Saturday, May 4, 2019
ગુજરાત સ્થાપના દિન, જાણો આજનું ગુજરાત
જય જય ગરવી ગુજરાત, ઊંચી તુજ સુંદર જાત, ઉત્તરમાં અંબા માં, પૂર્વમાં કાળી માં, તો સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ...જય જય ગરવી ગુજરાત.
ગુજરાત પોતાની સંસ્કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ ધરાવે છે. પુરાણોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું આજનું ગુજરાત ગરવું ગુજરાત બન્યું છે. સમ્રાટ અશોકના શિલાલેખથી લઈ અડીખમ ગિરનારે દરેક ગુજરાતીને ગૌરવ આપ્યો છે. મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતમાં સુવર્ણકાળ કહેવાયો, સોરઠની ચારણ કન્યાનું ખમીર અને નર્મદનો દાંડિયો સામજીક જીવનના પ્રતીક બન્યાં. આ મારું ગુજરાત મહેમાનગતિ, વેપારી, ગુજ્જુ ગરબા અને ગુજરાતી થાળીથી વખણાય છે. એક તરફ 1600 કિમીનો દરિયો તો બીજી તરફ કચ્છનું રણ...
ગુજરાત પોતાની સંસ્કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ ધરાવે છે. પુરાણોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું આજનું ગુજરાત ગરવું ગુજરાત બન્યું છે. સમ્રાટ અશોકના શિલાલેખથી લઈ અડીખમ ગિરનારે દરેક ગુજરાતીને ગૌરવ આપ્યો છે. મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતમાં સુવર્ણકાળ કહેવાયો, સોરઠની ચારણ કન્યાનું ખમીર અને નર્મદનો દાંડિયો સામજીક જીવનના પ્રતીક બન્યાં. આ મારું ગુજરાત મહેમાનગતિ, વેપારી, ગુજ્જુ ગરબા અને ગુજરાતી થાળીથી વખણાય છે. એક તરફ 1600 કિમીનો દરિયો તો બીજી તરફ કચ્છનું રણ...
ગુજરાતની મધ્યમાં સાબરમતીના કિનારે વસેલું આશાવલ અને કર્ણાવતી અર્વાચીન યુગમાં અમદાવાદ તરીકે ઓળખાયું. હાલનું અમદવાદ સાબરમતી રિવરફન્ટ અને કાંકરિયા તળાવ માટે જાણીતું છે, તો રંગીલા અને મોજીલા રાજકોટવાસીઓ આજે પણ બપોરે ધંધા-રોજગાર બંધ કરી 2થી 4 મોજથી સુએ છે. 1964-65માં ગુજરાતની નવી રાજધાની તરીકે ગાંધીનગર નવેસરથી વસાવાયું. જે આજે ગ્રીન અને ગીફ્ટમાં પરિવર્તિત થયું છે. ગાયકવાડમાં ગવાયેલું વ્યવહારું વડોદરા હાલ ભાખરવડી અને નવરાત્રિ માટે જાણીતું છે. લોકમાતા નર્મદાની વચોવચ અડિધમ ઉભેલી સરદારની પ્રતિમા, એકતાનું પ્રતીક બની છે, તો સોરઠનો સાવજ અને કાઠીયાવાડી ડાયરો સોરઠીપ્રજાનું થમીર છે. દેશ-દુનિયામાં ગુજરાત અને ગુજરાતી લોકોને માન આપનાર નરેન્દ્ર મોદી તો કેમ કરી ભૂલાય...
ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું અને 500 વર્ષ પુરાણું નગર એટલે ભૂજ. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં કચ્છીકલાનો શિખર એટલે આયના મહેલ. ભારતનાં પાંચ સરોવરોનું નારાયણ સરોવર વૈષ્ણવધર્મનું યાત્રાધામ છે. માંડવીનો દરિયાકિનારો નયનરમ્ય નૈસર્ગિક સૌંદર્ય ધરાવે છે, તો વિજય વિલાસનો વિલાસ ચૌતરફો ફેલાયો છે. 4500 વર્ષ જૂનું ધોળાવીરા એક સમયે ભવ્ય નગર હતું, તો સતત વ્યસ્ત કંડલા બંદર, કચ્છનું અર્વાચીન બંદર કહેવાયું છે. મચ્છુ હોનારતથી હેરાન થયેલું મોરબી આજે ઘડિયાળ અને ટાઇલ્સથી જાણીતું બન્યું છે.
સોરઠના દરિયાકિનારે આવેલું પોરબંદર, મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને કૃષ્ણભક્ત સુદામાની કર્મભૂમિ કહેવાય છે. ગિરનારની છાયામાં વિસ્તરેલું નગર જૂનાગઢ, એક સમયે ભક્ત નરસિંહ મહેતાની નગરી ગણાતું હતું. 600 મીટરની ઊંચાઈ ધરાવતા ગિરનાર સુધી પહોંચવા દસ હજાર પગથિયાં ચડવાં પડે છે. ગીરની તળેટીથી સમુદ્ર સુધી વિસ્તરેલું સાસણ-ગીરનું જંગલ સિંહો માટે જાણીતું બન્યું છે. ભારતના પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. દરિયાકિનારે આવેલું સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું. 1950માં સોમનાથ કામ શરૂ કરવામાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. આ મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્ણને પારધીએ તીર માર્યું જેના પરિણામ સ્વરૂપ ભાલકાતીર્થ જાણીતું બન્યું. હિન્દુધર્મના ચાર યાત્રાધામો પૈકીનું એક એટલે દ્વારકા. 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર પાંચ માળ અને 60 સ્તંભો ધરાવે છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા, ચામુંડાદેવીના મંદિર માટે જાણીતું છે. અહીં તરણેતરનો મેળો જગવિખ્યાત છે.
દક્ષિણના દરિયાકાંઠે દાંડીમાં ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું અને સવિનય કાનૂન ભંગ કર્યો, જેથી બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી. તાપી નદીના કિનારે વસેલું સુરત એક સમયે પશ્ચિમ ભારતનું બંદર હતું. એમ કહેવાય છે કે, અહીં દેશ-પરદેશનાં વહાણો પર 84 બંદરના વાવટા ફરકતા હતાં. આજે ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું સુરત 1994માં પ્લેગની બિમારીથી ‘ગંદામાં ગંદું શહેર‘ કહેવાયું. જોકે માત્ર બે વર્ષના ગાળામાં સુરતે પોતાનું કલંક ભૂંસી નાખ્યું અને ભારતનું 'સ્વચ્છ શહેર' બન્યું. મોગલ સમયમાં સુરત ‘મક્કા બંદર‘, ‘મક્કાબારી‘ અને ‘બાબુલ મક્કા‘ તરીકે પણ ઓળખાયું, તો વલસાડનું પરું બની ગયેલું તીથલ, આજે દરિયાકિનારનું હવા ખાવાનું સ્થળ બન્યું છે, જ્યાં સાંઈબાબાનું મંદિર છે.
ઉત્તર સરહદે આરાસુર ડુંગર પર આવેલું અંબાજી મંદિર ભાદરવી મેળાથી જગવિખ્યાત બન્યું. હાલમાં હિટ સિટીથી જાણીતું ઈડર, ક્યારેક એવો ગઢ ગણાતો કે, એ જીત્યા બાદ‘ઈડરિયો ગઢ જીત્યા‘ એવી લોકોક્તિ પ્રચલિત હતી. નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર, શિલ્પકળા અને વાસ્તુકળા માટેનું પ્રતીક હતું. જ્યારે તાનસેનમાં દીપક રાગથી અગ્નિને જન્મી ત્યારે અહીંની તાના-રીરી એમ બે બહેનોએ મલ્હાર રાગ છેડી અગ્નિ શમાવી દીધેલી. સરસ્વતી નદીના તટે વસેલું પાટણ એક વખતે ગુજરાતની રાજધાની હતું. અણહિલપુરથી જાણીતા પાટણમાં સહસ્ત્રલિંગ તળાવના અવશેષો અને સ્થાપત્યની ભવ્યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્યાત છે, તો ભારતમાં બે માત્ર સૂર્યમંદિરોમાંનું એક મોઢેરાનું સુર્યમંદિર ભીમદેવના સમયમાં બંધાયું હતું.
જ્યાં 2001ના ભૂકંપ અને 2002ના ગોધરાકાંડ બાદ ઉભું થયેલું મારું ગુજરાત આજે વિકાસના વિવિધ પાસાઓ સાથે દેશ અને દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરવામાં તત્પર રહ્યું છે. તો આ હતી મારા ગુજરાતની વૈવિધતા,
જય જય ગરવી ગુજરાત...
Monday, April 22, 2019
ચૂંટણીના સમાચારો નીચે જળસંકટ દબાયું, ક્યાં છે મીડિયા?
રાજ્યમાં જળ સંકટના એંધાણ છે, ત્યારે ગુજરાતના 200 વધુ ડેમમાંથી 115 જેટલા ડેમ સુકાયેલા છે યા તો સુકાવાની તૈયારીમાં છે. હાલ આ જળાશયોમાં માંડ 10 ટકા પાણી બચ્યું છે. જ્યારે 65થી વધુ ડેમ 50 ટકાથી 10 ટકા જેટલા પાણીથી ભરેલા છે. રાજ્યમાં ડેમના પાણી સ્તર અંગે સિંચાઈ વિભાગે થોડાક આંકડા જાહેર કર્યાં છે. જેમાં રાજ્યના 203 જેટલા ડેમમાં પાણી ગત વર્ષની સરખામણીએ 9.57 ટકા પાણી ઓછું છે.
કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સ્થિતિ અતિગંભીર બની છે. હાલ આ વિસ્તારોમાં આવેલા ડેમ માત્ર 18 ટકા ભરેલા છે. હજુ ઉનાળાના કપરા દિવસો બાકી છે, એવા સમયે ગ્રામ્ય લોકો અને અબોલ જીવો માટે દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ છે. ગામડામાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની મુશ્કેલી ઊભી થઈ છે. અનેક ગામડામાં મહિને પાણી નથી આવતું, તેમ છતા બીલ જરુર આવે છે. હાલ રૂપાણી સરકાર પાસે પાણીની ગંભીર સમસ્યા માટે કોઈ આયોજન નથી. નેતાઓ અને કર્મચારીઓ ચૂંટણીમાં લાગ્યાં છે. આવા સમયે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતું આપણું ગુજરાતી મીડિયા ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયું છે.
ક્યાં છે આપણું ગુજરાતી મીડિયા?
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી મીડિયામાં ચૂંટણીના સમાચારો એટલા હાવી થવા લાગ્યાં કે, સામન્ય જનતાના મુદ્દા ધીરે ધીરે સ્પેશિયલ પેકેજ અને ગ્રાઉન્ડ રિપાર્ટમાંથી સ્કોલ બનતા ગયાં.., જે સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર હોવાની વાતો કરતા હતાં, એ આજે નેતાઓના ઇન્ટરવ્યું લેવા લાગ્યાં છે, ન્યૂઝ રૂમમાં કામ કરતા લોકો આજે ચૂંટણીના બેકિંગ સુધી સીમિત થઈ ગયાં છે. ન્યૂઝ પેપરની હેડલાઈન પ્રજાના પૈસાનું પાણી કરતા નેતાઓના રોડ-શોની બની ગઈ છે. 24 કલાકની ન્યૂઝ ચેનલના એક કલાકના બુલેટિનમાં ભાગ્યે જ કોઈ પ્રજાની સમસ્યાને વાચા મળી રહી છે. બાકી તો નેતાઓની દાવેદારી અને શાહી ઉમેદાવારીમાં જ આખો દિવસ ચાલ્યો જાય છે, આવું આપણી 24 કલાકની ચેનલો બતાવી રહી છે.
ચેનલ-વેબસાઈટ કે પેપરમાં કામ કરતા, સમાચાર બતાવનાર કે બનાવનાર ઉત્કૃષ્ટ પત્રકારો મૂળ તો ગુજરાતના ગામડાંમાંથી જ આવે છે, પણ અમદાવાદી શહેરી જીવનમાં ઢળી આપણે બધાએ મોટી ભૂલ કરી છે. હવે આપણને ગામડાંની સામાન્ય પ્રજાના સવાલો પહેલા સિટી ગોલ્ડની ફિલ્મ વહાલી લાગે છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી જળસંકટનું કાળું વાદળ ઘેરાઈ રહ્યું છે, પણ હવે આવી ગઈ ચૂંટણી, એટલે જળ સંકટના સમાચાર ગોત્યા જળતા નથી. જોવા જઈએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં જળસંકટની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. પાણીની સમસ્યાને કારણે લોકો અને ઢોર વલખાં મારી રહ્યાં છે, પરંતુ આપણાં 24X7 ચાલતા મીડિયા હાઉસમાં એક મિનિટ માટે પણ જળસંકટના સામચાર કે કોઈ ગ્રાઉન્ડ રિપોર્ટ જોવા મળતો નથી.
હવે ન્યૂઝ ચેનલોએ "વૉટયાત્રા" શરૂ કરી છે. જેમાં ઈસ્ત્રી કરેલી કોટી પહેરી, મોંઢે મેક-અપ કરી એક પત્રકાર પોતાની ચેનલના બૂમ સાથે લોકોને પશ્નો પુછે છે,
- શું તમને લાગે છે મોદી સરકાર ફરી સત્તા પર આવશે?,
- આ વખતે તમે કોને મત આપશો?,
- તમે પક્ષને પસંદ કરશો કે નેતાને?,
- તમારા મતે મોદી ફરીથી PM બનવા જોઈએ?
આવા સાવાલો એવા લોકોને પુછવામાં આવે છે. જેમને પ્રત્યક્ષ રીતે સરકાર સાથે કંઈ જ લેવા દેવા નથી. આપણે પત્રકારો લોકો વચ્ચે જઈએ છીએ ખરાં પણ ક્યારેય એમને એવી કોઈ વાત નથી કરતા કે, તમને શું મુશ્કેલીઓ પડી રહી છે?, આપણે ટીશ્યું પેપરથી પરસેવા લુછતા-લુછતા એમની સાથે વાતો કરીએ છીએ. જો આપણે આવી રીતે કરીશું તો ક્યારેય આત્મિયતા નહીં બંધાય કેમ કે, ગામડાંના સામન્ય લોકો આપણને પણ નેતાઓની જેમ સાહેબ સમજવા લાગ્યાં છે.
આપણે ગામડાંઓમાં જઈએ છીએ તો પણ સાથે મિનરલ વોટરની બોટલ રાખીએ છીએ. ગામડાંના ધૂળીયા રસ્તાથી બચવા અને ગરમીથી બચવા AC ગાડીમાં બેસી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીએ છીએ. આ બધી વાતો એટલા માટે મહત્વની છે કારણ કે, ગ્રામીણ પ્રજા તો એવા વાતાવરણમાં જ રહે છે, જ્યાં સુધી આપણે એ વાતાવરણને નહીં જાણીએ ત્યાં સુધી કેવી રીતે એમની વાસ્તવિકતા પરિસ્થિતિ બતાવી શકીશું?
આટલું લખ્યા પછી પણ એક પત્રકાર તરીકે દુઃખ જ થાય છે, કારણ કે, કોઈપણ મીડિયા પોતાની પોલીસી પ્રમાણે ચાલે છે અને સામાન્ય નોકરિયાત તરીકે એટલી સત્તા હોતી નથી કે, આપણે કંઈક બતાવી શકીએ. પણ આ બધુ આંખોની સામે થાય છે. આ માટે ખુબ જ દુઃખ થાય છે...
જય હિન્દ...
જય હિન્દ...
રાજ્યમાં જળસંકટના એંધાણ, બુથ્થલ નેતાઓએ માત્ર પોતાનું રેદું ભર્યું...
રાજ્યમાં જળ સંકટના એંધાણ છે, ત્યારે રાજ્યના 200 વધુ ડેમમાંથી 115 જેટલા ડેમ સુકાયેલા છે યા તો સુકાવાની તૈયારીમાં છે. હાલ આ જળાશયોમાં માંડ 10 ટકા પાણી બચ્યું છે. જ્યારે 65થી વધુ ડેમ 50 ટકાથી 10 ટકા જેટલા પાણીથી ભરેલા છે. રાજ્યમાં ડેમના પાણી સ્તર અંગે સિંચાઈ વિભાગે થોડાક આંકડા જાહેર કર્યાં છે. જેમાં રાજ્યના 203 જેટલા ડેમમાં પાણી ગત વર્ષની સરખામણીએ 9.57 ટકા પાણી ઓછું છે.
I AM Gujaratના રિપોર્ટ પ્રમાણે, હાલમાં ડેમના સ્ટરેજ પાણીમાંથી સરેરાશ 33.78 પાણી વપરાઈ રહ્યં છે. આ વપરાશમાં ઉનાળામાં સરરાશ વધારો થયો છે. જેથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સ્થિતિ અતિગંભીર બની છે. હાલ આ વિસ્તારોમાં આવેલા ડેમ માત્ર 18 ટકા ભરેલા છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમ આવેલા છે. જેમાં માત્ર 56.39 ટકા પાણી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમ માત્ર 32.94 ટકા ભરેલા છે.
અછતગ્રસ્ત વિસ્તારો માત્ર જાહેરાત પુરતા
રાજ્યમાં દુષ્કાળ પડ્યો અને જાહેર પણ થયો, પરંતુ દુષ્કાળને લગતી કોઈ કામગીરીથી હજુ કોઈ ફરક પડ્યો નથી. કેમ કે ત્યાં પણ ભ્રષ્ટાચાર તો ચાલુ. સરકારે ગામડાની પાણી સમસ્યાનો ઉકેલ લાવવા વિવિધ વિસ્તારો અછતગ્રસ્ત જાહેર તો કર્યાં પણ આ જાહેરાત માત્ર જાહેરાત પુરતી જ રહી. રાજ્યમાં પાણીની અછતને કારણે સમસ્યાઓ વધી રહી છે. ચૂંટણી સમયે સરકારી કર્મચારીઓ સંગઠનના ભારે આંદોલનની ચીમકી આપી ધાર્યું કામ કરવતા હોય છે. તમને પણ યાદ હશે કે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પહેલા કેટલીય હળતાલો પડી, કેટલાંય આંદોલનો થયાં સરકાર સત્તા પડી જાવાના ડરથી મોટી જાહેરાતો કરી નાંખી પણ સામન્ય પ્રજાનું શું? જે આજે પણ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતથી પીડાઈ રહી છે.
હવે ચૂંટણી સમયે નેતાગીરીનો મોહાલ જામશે. આપણે બધા ભાજપ-કોંગ્રેસના ઝંડા લઈ મેદાને ઉતરશું, મતના નામે એકબીજા સામે બાંયો ખેંચીશું, પણ પાણીની સમસ્યાનું શું? શહેરમાં રહેતા લોકો ગુજરાતના ગામડાની સ્થિતિ પર નજર કરશે તો ખબર પડશે કે, ખરેખર સમસ્યા કેટલી વિકટ છે. પાણીની સમસ્યા વચ્ચે ગ્રામીણ પ્રજા પીસાઈ રહી છે. હાલ તો નથી સરકાર જાગતી કે નથી કોઈ નેતા જાગતો આ પીડા કહેવી તો કોને કહેવી? ચૂંટણી સમયે જે ઉત્સુકતા નેતાઓમાં હોય એ ચૂંટણી બાદ હોતી નથી. પ્રજાને ચૂંટણીમાં લોકશાહી પ્રણાલી પ્રમાણે મત આપવાનો અને પોતાની મરજી પડે એ પક્ષને મત આપવાનો અધિકાર છે. જેને સૌથી વધુ મત મળે તે વિજેતા થાય છે, પરંતુ ચૂંટાયા બાદ બુથ્થલ નેતાઓ લોકોની સમસ્યાને ભૂલી પોતાનું રેદું ભરવાનું શરૂ કરી નાંખે છે. જેથી પ્રજા કિન્નાખોરીનો ભોગ બને છે.
તાજેતરમાં ભારતીય સંસદી કાર્યવાહીના આંકડા જાહેર થયાં છે. જેમાં ગુજરાતના સાંસદોને શરમ આવે એવા આંકડા જાહેર થયાં છે. લોકસભામાં પશ્નો પૂછી મોદી સરકારનો કાન પકડવામાં ગુજરાતના ત્રણ સાંસદો એવા પણ છે, જેમણે ગૃહમાં એક પણ પ્રશ્ન પૂચ્છો નથી. જેમાં વલસાડના સાંસદ ડૉ. સી.કે. પટેલ, ગાંધીનગરથી ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી અને પોરબંદરના વિઠ્ઠલ રાદડિયાએ તેમના મત-વિસ્તારના માટે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. આ સાંસદોએ પોતાના મત વિસ્તાર વિકાસના કામ એક પણ લોકિહતનો પ્રશ્ન પુછ્યો નથી. લો બોલો આપણી પાસે એવા પણ નેતાઓ છે, જેમણે જંગી મતોથી જીત મેળવી પણ લોકોના પ્રશ્નોની વાચા તો ક્યાય રહી ગૃહ એક પ્રશ્ન પણ કર્યો નથી. હવે આવા નેતાઓ ચૂંટીને ગૃહમાં જાય છે. તો ક્યાંથી પ્રજાનું ભલું થશે.
રાજ્યમાં વિકાસનો V કે ગતિશીલ ગુજરાતની ગતિ કોઈએ જોઈ નથી. કદાચ રૂટીન કામને જો કોઈ વિકાસ ગણતા હોય તો ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. વિકાસ એટલે “લૉટ…પાણીને...લાકડા” પ્રજા વિચારી જાય તો જાય ક્યાં, હાલમાં “સબ ડાલ પર ઉલ્લુ બૈઠાં” જેવી સ્થિતિ છે. આમ તો બહારથી કોઈ નેતા આવે તો જણાય, રાજ્ય નાનુંને નેતા જાજા…આને કહેવાય “ઠોઠ નિશાળિયાને વતરણાં જાજા'' એ તો ગામડાંના લોકો સારા છે કે નેતાઓને સહન કરે છે.
Tuesday, April 2, 2019
મોદીરાજમાં આ 3 ગુજરાતી સાંસદ ધોયેલા મૂળા સમાન...
તાજેતરમાં ભારતીય સંસદી કાર્યવાહીના આંકડા જાહેર થયાં છે. જેમાં ગુજરાતના સાંસદોને શરમ આવે એવા આંકડા જાહેર થયાં છે. જેમાં લોકસભામાં પશ્નો પૂછી મોદી સરકારનો કાન પકડવામાં ગુજરાતના ત્રણ સાંસદો એવા પણ છે, જેમણે સંસદમાં એક પણ પ્રશ્ન પૂછ્યો નથી.
આવા ધોયેલા મૂળા સમાન સાંસદોમાં વલસાડના સાંસદ ડૉ.સી.કે. પટેલ, ગાંધીનગરથી સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા સામેલ છે. જેમણે પોતાના મત-વિસ્તારના માટે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. આ સાંસદોએ પોતાના મત વિસ્તાર વિકાસના કામ એક પણ લોકિહતનો પ્રશ્ન પુછ્યો નથી. લો...બોલો આપણી પાસે એવા પણ નેતાઓ છે, જેમણે જંગી મતોથી જીત મેળવી પણ લોકોના પ્રશ્નોની વાચા તો ક્યાય રહી સંસદના ગૃહમાં એક પ્રશ્ન પણ કર્યો નથી. હવે આવા નેતાઓ ચૂંટીને ગૃહમાં જાય છે. તો ક્યાંથી પ્રજાનું ભલું થશે.
આ ઉપરાંત લોકસભામાં પાંચ વર્ષના કાયકાળ દરિમયાન પ્રશ્નો પૂછવામાં ગુજરાતના સાંસદોમાંથી સૌથી મોખરે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા રહ્યાં છે, બીજા ક્રમે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ત્રીજા નંબરે છોટાઉદેપુરના રામસિંહ રાઠવા, ચોથા ક્રમે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, પાંચમા નંબરે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટ સોલંકી રહ્યાં હતા.
જાહેર આંકડા મુજબ, બધા સાંસદો પોતાની સંસદીય વિકાસ ગ્રાન્ટ ખર્ચ કરવામાં પાછળ રહ્યાં. જેમાં PM મોદીએ માત્ર 62.96 ટકા ખર્ચ કર્યો, જે બહુ ઓછો કહેવાય, ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કુલ 60.56 ટકા ખર્ચ કર્યો છે. જે પણ ઓછો જ છે. મોદીએ વિવિધ વિકાસ કર્યો માટે વિવિધ મંત્રાલય દ્વારા હજારો કરોડના અનેક મોટાં પ્રોજક્ટ લાગુ કર્યાં, પરંતુ તે સંસદ વિકાસ ગ્રાન્ટ હેઠળ નથી.
Subscribe to:
Posts (Atom)


















