Sunday, April 1, 2018

BREAKING NEWSના નામે નોટબંધીની ફિરકી, જુઓ વીડિયો...



કોંગ્રેસે ફરી ટ્વિટરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે 1 એપ્રિલના એપ્રિલ ફૂલ ડેની ઉજવણી કરતાં મોદી સરકાર પર જનતાને એપ્રિલ ફુલ બનાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ પર નિશાન સાધતા કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને "ભારતીય જુમલા પાર્ટી" કહ્યું છે.

કોંગ્રેસે ટ્વિટર પર  #HappyJumlaDivasના હેશટેગની સાથે કટાક્ષ કરતું એક ટ્વિટ કર્યું છે. જેમાં કોંગ્રેસે  #HappyJumlaDivasના હેશટેગ સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં BREAKING NEWSના નામે નોટબંધીની મજાક ઉડાડવામાં આવી છે. કોંગ્રેસે કહ્યું કે, મોદીજીએ ભારતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરીયું છે અને નોટબંધીથી ઘરની મહિલાઓએ છુપાઈને રાખેલું કાળુધન બહાર કાઢ્યું છે. આ વીડિયોમાં મોદી સરકારના સ્વચ્છ ભારત અભિયાનને નીરવ મોદી અને મેહુલ ચોકસીના PNB કૌભાંડ સાથે જોડવામાં આવ્યું છે.

મોદીનું સમર્થન કરતા નીરવ મોદી અને મેહુલ ચોકસીએ PNB બેન્કનું બધુ ધન સાફ કરી દીધું એવું વીડિયોમાં કહેવામાં આવ્યું છે. જેના ઈનામ રૂપે વિદેશયાત્રા કરવા મળી છે. ગંગા-સફાઈ અભિયાન પર કટાક્ષ કરતા કહ્યું છે કે, ગંગા નદી એટલી સાફ છે કે તેમાં ડુબકી લગાવીને નરેન્દ્ર મોદીજીની તસવીર જોઈ શકાય છે. આ દરમિયાન વીડિયોમાં ગંદકીથી ભરેલી ગંગા દેખાઈ રહી છે. કાળું નાણું પાછું લાવવા માટે મોદીના વચનોની મજાક ઉડાવવામાં આવી છે.

કાળાં નાણાં વિશે કહ્યુ કે, મોદીજીના જુમલા નંબર 1 અનુસાર, દરેક દેશવાસીના એકાઉન્ટમાં 15 લાખ જમા થઈ ચૂક્યા છે. દેશનું દરેક રાજ્ય, શહેર સ્માર્ટ સિટી બની ગયું છે, જ્યાં રોબોટ ઘરે જઈને કચરો ભેગો કરી રહ્યો છે. તો બીજી તરફ સરકારની 200 કરોડ નવી નોકરીઓની વાતની મજાક ઉડાડતા કહ્યું કે, ભારતમાં એટલી બધી નોકરીઓ મળી રહી છે જેના કારણે મંગળ ગ્રહના એલિયન પણ ભારતમાં આવીને નોકરી કરી રહ્યાં છે.

No comments:

Post a Comment