Wednesday, March 7, 2018

'મૂડેટીનો સૂર્ય' સૂરજમલ


'એક સૂરજ આકાશમાં બીજો મૂડેટી.............' આ દુહો એ મહાનાયક માટે ગવાયો છે, જેને 1857ના વિપ્લવ દરમિયાન બ્રિટીશ સરકાર સામે લગભગ એક વર્ષ સુધી લડાઈ લડી હતી. જેનું નામ સૂરજમલ હતું. આ મુડેટીમાં જેવા પ્રસાર થઈએ કે તરત જ સુરજમલની પ્રતિમા નજરે પડે. ગામમાં આજે પણ નાના બાળકોને તેના માતા-પિતા સૂરજમલનું ઉદાહરણ આપતા નજરે પડે છે.

તસવીરઃ- Google photo
ઈડરના રાજાની તાબેદારી નીચેના મૂડેટીના ઠાકોર સૂરજમલે વિપ્લવમાં બ્રિટીશ સરકાર સામે બળવો કરી એક વર્ષ સુધી લડાઈ લડી હતી. સૂરજમલે ઉત્તર ગુજરાતમાં સરકાર સામે ભારે વિરોધાભાસ વાતાવરણ ઉભુ કરી લડતને પ્રબળ બનાવી હતી. તે સમયે સાબરકાંઠા જિલ્લો મહીકાંઠા એજન્સી અંતર્ગત આવતો હતો. જેમાં ઈડર તાલુકાનું મૂડેટી ગામ ઈડરના રાવને ખંડણી આપતું હતું. જેના બદલામાં ઈડરના રાવ તરફથી ગામના લોકોને અમુક ભથ્થું મળતું, પરંતુ આ જ મૂડેટી ગામનો એક સૂરજમલ ઠાકોર નામનો યુવક આર્થિક સંકડામણમાં હોવાથી ખંડણી આપી ન શક્યો. સુરજમલની ખંડણીની બાકી રકમ વધી જતાં ઈડરના રાવે મહીકાંઠા એજન્સીના પોલિટીકલ એજન્ટ મેજર વ્હાઈટલોક સમક્ષ રજુઆત કરી, પરંતુ સૂરજમલ ઈડર સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર નહોતો. તેથી તે પોતાના 50 હથિયારધારી મકરાણીને લઈ અરવલ્લીના પર્વતોમાં ચાલ્યો ગયો હતો. 

સૂરજમલે ચીમકી આપી હતી કે, 'જ્યાં સુધી ઈડરના દેવાનો પ્રશ્ન નહી ઉકેલાય, ત્યાં સુધી હથિયાર હેઠાં મૂકવામાં આવશે નહીં.' આ સિવાય તેણે અંગ્રેજોના દફ્તરો પર લૂંટ કરવાની અને 1857ના વિપ્લવના પક્ષે ભળી જવાની ધમકી આપી હતી. તેથી કંપની સરકારે ઈડરના રાજાની મદદથી મૂડેટીમાં થાણુ નાખ્યું. જેનો સૂરજમલે જોરદાર વિરોધ કર્યો અને થાણું ઉખેડી નાખી સામનો કરવા તૈયાર થયો. મેજર ગ્રાઈમ્સે બે લશ્કરી ટુકડી અને બે તોપ સાથે મોરચો મોકલ્યો. જેમાં સુરજમલ ઘેરાઈ તો ગયો પણ નમ્યો નહીં.

એક તરફ સંધર્ષમાં અંગ્રેજો ડુંગરો પર ચડી-ચડીને થાકી ગયા હતા, તો બીજી ઈડરના રાવ પણ સૂરજમલથી થાકી ગયાં હતાં, માટે સમાધાન કરવા તૈપાર થયાં હતાં. બાદમાં રાજા સાથે સમાધાનની શરતો નક્કી કરી એક વર્ષના ઉતાર-ચડાવભર્યા સંઘર્ષને અંતે મૂડેટીના પ્રકરણનો અંત આવ્યો હતો. 


Surajmal, Surajmal Thakor, Surajmal Chauhan, Mudeti Village, Mudeti Village in Idar, Sabarkantha District,Gujarat,1857 revolt and history of Idar,1857 revolt, સુરજમલ, મૂડેટી,

સદર્ભ-સૂચિઃ-

1) સંદેશ સમાચારપત્ર અહેવાલ

No comments:

Post a Comment