Monday, March 19, 2018

આ મેગઝિના કવર પેજ પર ટ્રમ્પની નગ્ન તસવીર......

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચર્ચામાં રહેતાં હોય છે,ત્યારે હવે ન્યૂયોર્કમાં પ્રમુખ ટ્રમ્પના મીડિયા સાથેના તીખા સંબંધો એક મેગઝિને ટ્રમ્પની નગ્ન તસવીર પોતાના કવર પેજ પર પ્રકાશિત કરી છે. આ મેગેઝિનનું નામ "ધ ન્યૂયોર્કર" છે. આ મેગેઝિનનું નવું કવર પેજ "એક્સપોઝ્ડ" નામના ટાઈટલ સાથે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ નગ્ન તસવીરમાં ટ્રમ્પને તકતીની પાછળ ઉભા રાખવામાં આવ્યાં છે અને ટ્રમ્પની સામે તમામ મીડિયા જોઈ રહ્યું હોય તેવું ચિત્ર બનાવ્યું છે.

સૌજન્યઃ- Twitter/@NewYorker
મહત્વનું છે કે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેકવાર અમેરિકન મીડિયાની ટીકા કરતા હોય છે, ત્યારે ધ ન્યૂયોર્કર મેગેઝિને આવી તસવાર છાપી વિરોધ કર્યો છે. આ બાબતો ન્યૂયોર્કરના આર્ટ ડાયરેક્ટર ફ્રેન્કોઈસ મોઉલીએ મેગેઝિન વેબસાઈટની એક પોસ્ટમાં લખ્યું છે કે, મેગેઝિનના કવર પેજ પર ટ્રમ્પની આ નગ્ન તસવીર સંત બોબ ડાયલેનના વાક્યની યાદ અપાવે છે. આ પોસ્ટમાં તેઓએ લખ્યું હતું કે, બધુ જ બરાબર છે, ક્યારેક USના પ્રમુખને પણ નગ્ન અવસ્થામાં ઉભું રહેવું પડે છે. આમ, ટ્રમ્પના કેટલીક તસવીરો વિશે વાત કરતાં બિલ્ટે વોશિંગ્ટન પોસ્ટમાં કહ્યું હતું કે, મને આ બધુ કરવું અત્યંત રસપ્રદ લાગે છે, હું દરેક વખતે ટ્રમ્પને દ્રશ્ય દ્વારા અટેક કરું છું.


નોંધનીય છે કે, આર્ટિસ્ટ બિલ્ટે ટ્રમ્પને નગ્ન અવસ્થામાં રજૂ કર્યા હોય તેવો આ પહેલો કિસ્સો નથી, વર્ષ 2016માં પણ બિલ્ટે ટ્રમ્પને મિસ સહાનુભૂતિના ટાઇટલ હેઠળ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા જતી યુવતી તરીકે રજૂ કર્યા હતા, તે વખતે ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ પદ માટે ઉમેદવાર તરીકે જાહેર થયા હતાં. બિલ્ટે પોતાના પુસ્તક ‘બિલ્ટ’માં સૌપ્રથમવાર ટ્રમ્પને કવર પેજ પર વિચિત્ર રીતે પ્રકાશિત કર્યા હતાં.

આર્ટિસ્ટ બિલ્ટે ટ્રમ્પને નગ્ન તસવીર આવા ટાઈટલ સાથે પોસ્ટ કરી છે.

Barry Blitt’s “Exposed” - By 

આ આર્ટિકલ વાંચવા માટે અહીં નીચે ક્લિક કરો.......

https://www.newyorker.com/culture/cover-story/cover-story-2018-03-26?mbid=social_twitter

No comments:

Post a Comment