Monday, March 19, 2018

ગુજરાત સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પાછળ, હોસ્પિટલોનું ખાનગીકરણ ગરીબો માટે ખતરો

ગુજરાતમાં ભાજપની સરકાર આરોગ્ય બાબતે મોટાં-મોટાં દાવાઓ કરી રહી છે, ત્યારે નીતિ આયોગના એક રિપોર્ટમાં ગુજરાતના આરોગ્ય બાબતે ચાકવાનો નારા ખુલાસા થયાં છે. ગુજરાત રાજ્યના આરોગ્ય પર વાત કરતાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું કે, "ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિકરણના ક્ષેત્રમાં સારૂ કામ થયું છે, પરંતુ સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રોમાં હજુ પણ વધુ કામ કરવાની જરૂર છે."

તસવીરઃ- Google Photo
આ બાબતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે રવિવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેટલાંક વરિષ્ઠ નેતાઓ સાથે એક મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજીવ કુમારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, "ગુજરાત ભલે ઔદ્યોગિકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જામાં આગળ રહ્યું હોય, પરંતુ ગુજરાત શિક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પાછળ રહ્યું છે." રાજીવ કુમારે વધુમાં કહ્યું કે, મેં શિક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ પર રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી છે."

નોંધનીય છે કે, રાજ્ય સરકારે વર્ષ 2018-19ના બજેટમાં શિક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રની સ્થિતિ સુધારવા મોટી રકમ ફાળવી છે. આ સિવાય ગુજરાત ચાલું વર્ષથી સ્વાસ્થ્યની ઘણી નવી યોજનાઓ પણ બનાવી રહ્યું છે. સરકારે રાજ્યના દરેક જિલ્લા કલેક્ટરને બાલ કુપોષણ અને માતા મૃત્યુંના વિષય પર વધુ ધ્યાન દેવા આદેશ આપ્યો છે. નીતિ આયોગના જણાવ્યાં આનુસાર, ગુજરાતમાં વધી રહેલા દરિયા કિનારના વિકાસથી રાજ્યના આર્થિક ઝોનને મદદ મળશે. ઉપરાંત દરિયાઈ આર્થિક ઝોનના વિકાસનો હેતું રાજ્યના દરિયાઈ તટ પર આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પણ છે.

એક તરફ નીતિ આયોગના રિપાર્ટમાં ગુજરાતના આરોગ્ય બાબતે ઘજાગરા ઉડી રહ્યાં છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં તબીબી સારવાર દિવસે દિવસે મોંઘી બનતી જાય છે. આવું થવાનું સૌથી માટું કાઈ કારણ એ છે કે, રાજ્યની સરકારી હોસ્પિટલો ડૉક્ટરો વગર રામભરોસે ચાલી રહી છે તો, ખાનગી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ સાથે ખુલ્લેઆમ લૂંટ થઈ રહી છે. આમ, ભાજપ સરકાર ખુદ જ સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ કરી રહી હોવાથી રાજ્યના ગરીબ લોકોને કપરી હાલતમાં જીવવું પડી રહ્યું છે.

તસવીરઃ- Google Photo
એક રિપોર્ટ અનુસાર, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં એક દર્દી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય તો, તેને 32 હજારથી વધુનો ખર્ચ કરવો પડે છે, જયારે શહેરી વિસ્તારમાં એક દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જાય તો, તેને 26 હજારથી વધુનો ખર્ચ કરવો પડે છે. રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં બિમારીની સારવાર માટે પુરતા ડૉક્ટર્સ પણ નથી અને સારવારમાં કામ આવતાં તબીબી સાધનો પણ નથી. આવા સંજોગોમાં ગામડાના દર્દીને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થવુ પડે છે.

ટૂંકમાં વિચારીએ તો શહેર કરતાં ગામડામાં ખાનગી હોસ્પિટલની સારવાર ખુબ જ મોંઘી બનતી જાય છે. આમ, ગુજરાતનું આરોગ્ય વિભાગ સરકારી હોસ્પિટલોને ચલાવવા અસક્ષમ જણાય છે. જેથી જ સરકાર કોઈ સંસ્થા કે ખાનગી કંપનીને સરકારી હોસ્પિટલનું સંચાલન આપી દેવા ટેવાઈ ગઈ છે.

No comments:

Post a Comment