Tuesday, September 19, 2017

શું જન વિકલ્પ જનતાનો વિકલ્પ બનશે?

શું જન વિકલ્પ જનતાનો વિકલ્પ બનશે?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં નવા નવા વળાંકો આવી રહ્યાં છે. એક તરફ યુવાન નેતાઓએ જાતિગત રાજકારણનો માહોલ ઉભો કર્યો છે. તો બીજી તરફ શંકરસિંહ વાધેલાએ નવા પક્ષને જન્મ આપ્યો છે. શું બાપુનો આ જન વિકલ્પ મોરચો ગુજરાતના રાજકારણમાં ભાજપ કે કોંગ્રેસ સામે ટકી શકશે? ચાલો જાણીએ જન વિકલ્પ મોરચાનું ભવિષ્ય.

સૌપ્રથમ તો બાપુની રાજકીય સફરમાં આવેલા એક મોટો વળાંક વિશે વાત કરીએ. જ્યારે ગુજરાતમાં રાજકીય કટોકટી જાહેર થઇ તેમાં બાપુએ ભાજપમાંથી બળવો કર્યો હતો. બાદમાં અટલજીએ સમાધાન માટે એક બેઠક યોજી. જેમાં બાપુની શરતોને માન્ય રખાઇ હતી. આ શરતોને આધારે બાપુએ નવા મુખ્યમંત્રી માટે કાશીરામ રાણાનું નામ સુચવ્યું હતું, પરંતુ છેલ્લે સુરેશ મહેતાની સરકાર રચાઇ હતી અને મહેતા ગુજરાતના 11મા મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ 11 માસ બાદ ફરી બાપુએ સરકાર ઉથલાવતા મહેતાને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. બાદમાં બાપુએ કોંગ્રેસના ટેકાથી 23 ઓક્ટોમ્બર 1996ના રોજ નવી સરકાર રચી હતી. શંકરસિંહે પોતાની 11 માસની સરકારમાં અનેક કામો કર્યાં. જેમાં નોકરીના પડતર કેસોનો ઉકેલ લાવ્યા, રાજ્યમાં સૌપ્રથમવાર જિલ્લા વિભાજનનો નિર્ણય કર્યો, ખેડૂતો માટે 18 કલાક વીજળી તથા વીજળી હોર્સપાવર ઘટાડ્યા, ડોક્ટરો માટે ‘ટીકુ’ પંચનો અહેવાલ અમલમાં લાવ્યા હતા. પરંતુ છેલ્લે કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતા બાપુને સત્તા છોડવી પડી હતી.

હાલમાં બાપુએ નવી પાર્ટીની રચના કરતા કહ્યું કે જો આગામી સમયમાં જન વિકલ્પની સરકાર રચાશે તો યુવાનોને મોબાઇલ ફોન અને ગૃહિણીઓને ઘરનું ઘર અપાશે. પરંતુ એક નવા પક્ષને ચલાવવા માટે સૌપ્રથમ આર્થિક ભંડોળ, રાજકીય અનુભવી નેતાઓ, જાતિગત સપોર્ટ તથા લોકોનો સપોર્ટ હોવો જરૂરી છે.
જન વિકલ્પ મોરચાની વાત કરીએ તો શંકરસિહ પોતે આર્થિક રીતે સધ્ધર છે. જો તેમના વેવાઇ અને  ગુજરાત વિધાનસભાના સભ્ય બળવંતસિંહ રાજપૂત જન વિકલ્પમાં જોડાય તો બળવંતસિંહ પાસેથી પણ મોટું ભંડોળ મળી શકે છે. બળવંતસિંહ વિધાનસભાના તમામ ધારાસભ્યોમાં સૌથી વધુ ધનીક ધારાસભ્ય છે. આ સિવાય બાપુ પાસે મોટા ઉદ્યોગપતિઓનો પણ સપોર્ટ હોવાથી ચૂંટણી લડવા માટે ઉદ્યોગપતિઓ પણ મદદ કરી શકે એમ છે. રહી વાત અનુભવની તો બાપુ પાસે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટીનો અનુભવ છે. બાપુ ગુજરાત રાજ્યમાં 11 માસની સરકાર પણ ચલાવી ચૂક્યા છે. માટે રાજનીતિનો સારો એવો અનુભવ બાપુ પાસે છે. આ સિવાય બાપુનો દિકરો મહેન્દ્રસિંહ વાઘેલા પણ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય પદ પર છે.

હવે વાત જન વિકલ્પ મોરચાને ચલાવવાની તો બાપુ હાલ તો મોરચો સંભાળી શકે એમ છે. બીજી તરફ દિકરો મહેન્દ્રસિંહ અને વેવાઇ બળવંતસિંહ પણ બાપુના સપોર્ટમાં છે. આ સિવાય બાપુએ કોંગ્રેસને છોડી ત્યારે બાપુ સાથે કેટલાક ધારસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. આ તમામ નેતાઓ પણ જન વિકલ્પમાં જોડાઇ મોરચાને સંભાળી શકે તેમ છે. આ નેતાઓ પાસે પણ રાજકીય અનુભવ છે.
જન વિકલ્પ મોરચો અને જાતિગત રાજકારણની વાત કરીએ તો બાપુ એક ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને ગુજરાતમાં સૌથી મોટો મતદાર વર્ગ ઠાકોર સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ છે. રાજ્યમાં હાલ આ સમાજના પ્રશ્નોને વાચા આપવા અલ્પેશ ઠાકોર અને બીજા કેટલાક ઠાકોર નેતાઓ અસ્તિત્વમાં આવ્યા છે અને અલ્પેશ પણ પોતાની માંગને લઇને શરતો આધિન સપોર્ટ કરવાની વાત કરી રહ્યો છે.

જો બાપુ અલ્પેશની શરતોને સ્વીકારી લે તો અલ્પેશનો સપોર્ટ પણ મળી શકે છે. બાપુ અલ્પેશના સપોર્ટથી ઉત્તર ગુજરાતમાં પણ મોટો પ્રભાવ પાડી શકે એમ છે, કેમકે ઉત્તર ગુજરાતની તમામ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર જે વિધાનસભા બેઠક અંદર આવે છે એ બેઠક પર છેલ્લી કેટલીય ટર્મથી ભાજપના એક ઠાકોર ધારાસભ્ય ચૂંટાઇ આવે છે. આ સિવાય અલ્પેશ ઠાકોરને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આખા ગુજરાતના કુલ મતદારોમાં ક્ષત્રિય સમાજના લગભગ 40% જેટલા મતદારો છે.  જો મતદારો એક થાય તો કોઇ સમાજ સ્પર્ધામાં પણ આવી શકે તેમ નથી. જો બાપુને અલ્પેશ ઠાકોરનો સપોર્ટ મળે તો જન વિકલ્પને સારો પ્રતિસાદ મળી શકે છે.
એક હકીકત એ પણ છે કે ગુજરાતમાં કોઇ સ્થાનિક પક્ષ પણ નથી માટે જન વિકલ્પ જનતાનો વિકલ્પ બની શકે છે પણ હા..... નવા પક્ષને પ્રથમવારમાં ચૂંટણી જીતવી એ મુશકેલી ભર્યું કાર્ય તો છે જ, પરંતુ આ ચૂંટણી સિવાય ભવિષ્યમાં જનતા જન વિકલ્પને પોતાનો વિકલ્પ બનાવી શકે છે.  

તસવીરઃ- Google Photo

Wednesday, September 6, 2017

પત્રકારોની હત્યા એક જ સંગઠને કરી હશે, આ રહી થોડીક હકીકતો...



પત્રકારોની હત્યા એક જ સંગઠને કરી હશે.....આ રહી થોડીક  હકીકતો......



ગૌરી લંકેશ
લંકેશ પત્રિકાના તંત્રી ગૌરી લંકેશની 5સપ્ટેમ્બરના રોજ ગોળી મારી હત્યા કરાઈ છે, જેમણે સાંપ્રદાયિકતા અને કટ્ટરપંથી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ આ વાત માત્ર અહી જઈને અટકતી નથી, આવી હત્યાઓના ઇતિહાસમાં જઈએ તો થોડીક વાસ્તવિક્તાઓ સામે આવે છે.

નરેન્દ્ર ડોભોલકર
તારીખ 20ઓગસ્ટ 2013ના રોજ મહારાષ્ટ્રમાં રહેતા નરેન્દ્ર ડોભોલકરની પણ ગોળી મારીને હત્યા કરાઈ હતી. નરેન્દ્રજીએ પણ અંધશ્રદ્ધા વિરુદ્ધ આંદોલન ચલાવ્યું  હતું. આથી તેની હત્યા થઈ હોય તેવુ માનવામાં આવે છે.

ગોવિંદ પાનસરે
બીજા એક વિચારક ગોવિંદ પાનસરે જેને 20ફેબ્રુઆરી 2015 ના રોજ મારી નખાવામાં આવ્યા હતા. તેઓએ સાંપ્રદાયિકતા સામે અવાજ ઉઠાવ્યો હતો. અને લોકોને જાગૃત કર્યા હતા.

એમ.એમ. કુલબર્ગી
20 ઓગસ્ટ 2015ના રોજ એમ.એમ,કુલબર્ગીની પણ ગોળી મારી હત્યા કરાઈ હતી. તેઓએ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો હતો. બધા પત્રકારોની હત્યા ગોળી મારીને જ કરાઈ છે અને બધાની એક જ 20 તારીખે જ હત્યા કરાઈ છે. આ હત્યાઓ પરથી એક વાત પર આવી શકાય કે આ હત્યાઓ કોઈ એક જ વિચારધારામાં માનનારા લોકોએ કરી છે.

જેમણે સાંપ્રદાયિકતા અને કટ્ટરપંથી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તે તમામ લોકોની હત્યા થવી એ સામાન્ય બની ગઈ છે.


સેલ્ફ-સર્વિસ...

Saturday, May 13, 2017

રંગીલા ગાંધીજી...

IT સીટી જાણીતા હૈદરાબાદના રસ્તા પર એક આવું પણ દ્રશ્ય જોવા મળ્યુ હતું...

તસવીર:- કલ્પેશ મકવાણા
તસવીર:- કલ્પેશ મકવાણા

Thursday, March 16, 2017





20170108_105007.jpg

 

Kalpeshkumar

Date of Birth: 08 Oct,1992

Address: At.- Fudeda, Ta.- Vadali, (S.K.) (Gujarat, India)

Marital Status: Married

Language Known: Gujarati, Hindi & English

Contact No: 09687794044

E-mail: kalpeshmakvana92@gmail.com

 


 

Blog-link:-

(Gujarati): http://www.kalpeshkapu.blogspot.com

(Hindi): https://kalpeshkapu.wordpress.com

 

My Others Profile: Facebook Profile  Twitter Profile


Personal Information

 

My Hobby: writing-photography, Reading and research

Personal in Interest Gujarat’s Issues, Politics And Political survey, Blog Writing and Photography, I have done Computer course C.C.C. And Gujarati/hindi Typing

 


Job Description

 

Now in E Tv Bharat Digital App Based News portal in Ramoji film city, Hyderabad last 1 Year…..

 

Experience

1) I have an 4 months Experience in way2online (short news app, Hyderabad)

2) I have an 3 months Experience in E-Tv NEWS GUJARATI, internship program

3) I have an 2 months Experience in B.K.News, Newspaper, internship program

 


Reference

1) Dr. Ashwinkumar (Professor)

Department of Journalism & Mass Communication,

Gujarat Vidyapeeth, Ahmedabad,  mo:- 09638981511

Blog-link : http://ashwinningstroke.blogspot.in

 


 Qualification
Degree        Board/University     Passing Year     Percentage

S.S.C.          G.S.E.B.                        2008                    52%

H.S.C.         G.S.E.B.                        2010                    55%

B.A. (history)   H.N.G.U.Patan      2015                     69%

Journalism  Gujarat Vidyapith     2017                      68%

 



P1020605-1
With Ramachandra Guha(Indian historian and writer,columnist for The Telegraph-Hindustan Times) and my journalism sir ashwin chauhan





FB_IMG_1531935922243
With Harshal Pushkarna (Journalist, Safari magazine-editor)




With Jay Vasavada (Gujarati writer and columnist)

Wednesday, March 8, 2017

1857નો વિપ્લવ અને ઈડરનો ઈતિહાસ...







1857નો વિપ્લવ અને ચાંડપના ઠાકોર......

1857નો વિપ્લવ ખરેખર તો એક સ્વતંત્ર સંગ્રામ હતો, પરંતુ ઈતિહાસમાં તેને વિપ્લવ એટલે કે બળવા તરીકે ઓળખવામાં આવ્યો છે. અહીં આપણે તેને વિપ્લવ તરીકે જ નોંધ કરીશું. ઈડર તાલુકાના ચાંડપ વિસ્તારના ચૌહાણો મૂળે રજપૂત હતાં, પરંતુ 1857ના વિપ્લવમાં અંગ્રેજ, ગાયકવાડ સરકાર તેમજ ઈડરના રાજા સામે મંડેઠીના ઠાકોર સૂરજમલ અને તેના સાથીઓએ બંડ પોકાર્યું હતું. જેથી ચાંડપના ક્ષત્રિય ચૌહાણોને કોળી તરીકે ઈતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યાં છે. ચાંડપના નાથાજી અને તેમના 2000 જેટલા સાથીઓએ વિપ્લવમાં અંગ્રેજો, ગાયકવાડ અને ઈડરની સરકારના દમનનો સામનો કરવો પડ્યો હતો.
1857ના વિપ્લવમાં સૌપ્રથમ ગુજરાતના ક્ષત્રિયોએ પોતાના પ્રાણની આહુતી આપી હતી, જેમાં વડનગર, વિજાપુર અને ઈડરના ચાંડપ ગામના અનેક ક્ષત્રિય યુવાનોએ બ્રિટીશ હકુમત સામે બંડ પોકારી શહીદી વ્હોરી છે.

ચાંડપ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલું છે. આ ગામમાં કોળી સમાજની વસ્તી વિપ્લવ વખતે સૌથી વધુ હતી. 1857 વખતે ગામનો વહીવટ એક મુખી દ્વારા થતો હતો. આ ગામના વહીવટનું કામ મુખી નાથાજી ગામેતી અને યમાજી ગામેતી સંભાળતા હતા. વિપ્લવ દરમ્યાન વડોદરાના ગાયકવાડે શાંતિ રાખવા 10 ઘોડેસવાર ધરાવતું એક થાણું ચાંડપમાં નાખ્યું હતું. જેથી ગામેતીઓ ઉશ્કેરાયા હતાં. 16 સપ્ટેમ્બર, 1857ના રોજ જયશંકર મહેતાએ 2 સાથીઓ સહિત હુસેન નામના ઘોડે સવારને ચાંડપના મુખી નાથાજી ગામેતીને બોલાવવા મોકલ્યો હતો, પરંતુ મુખી નાથાજીએ ઘોડેસવાર હુસેનને મારી નાંખ્યો. આમ, ચાંડપ ગામ પણ 57ના વિપ્લવમાં જોડાયું હતું. 

ચાંડપની આસપાસના બે ગામનો સહયોગ લઈને મુખી નાથાજી અને અન્ય લોકોએ ચાંડપ થાણામાં રહેલા 10 ઘોડેસવાર પર તુટી પડ્યાં હતાં. જેમાં એક  ઘોડેસવાર માર્યો ગયો અને 2 ઘાયલ થયાં હતાં. આ સમગ્ર ઘટનાના પડઘા પડ્યાં અને 20 સપ્ટેમ્બર, 1857ના રોજ 17 ઘોડેસવારો તથા 56 સૈનિક ટુકળીઓએ ચાંડપને ધેરી લીધું. આમ, ચાંડપને ચારે તરફથી ઘેરવા છતાં વિપ્લવકારીઓએ તાબે ન જ થયાં, બાદમાં મહીકાંઠા એજન્સીના મુખ્યમથક સાદરાથી મોટું લશ્કર બોલાવવામાં આવ્યું, તો બીજી તરફ ચાંડપે પણ કોળીની સૌથી વધુ વસ્તી ઘરાવતા ડભોડા ગામનો સાથ લીધો. જેમાં ડભોડા ગામે ચાંડપને શસ્ત્રો પુરા પાડ્યાં હતાં. આ બળવામાં કડી ગામે પણ ચાંડપ ગામને મદદ કરવાની તૈયારી દાખવી, પરંતુ ગાયકવાડે જાહેનામું બહાર પાડી ચાંડપને મદદ કરનાર તમામને નાશ કરવાનો હુકમ આપ્યો. તેથી ચાંડપને કડી ગામ તથા અન્ય કોઈની મદદ મળી નહોતી.

ચાંડપના કોળીઓને દબાવવા 17 ઓક્ટોમ્બર, 1857ના રોજ કુમાવીસદારની આગેવાની હેઠળ ગાયકવાડે 20 ગોલંદાજો, 7મી રેજીમેન્ટના 250 સવારો, 110 ગુજરાતી સવારો, 240 ગાયવાડી સવારો સહિત બીજા 782 સવારોની લશ્કરી ડુકળી મોકલવામાં આવી હતી. આ ટુકળીઓએ ચાંડપને ઘેરી લીધું હતું. ચાંડપના મોટાં ભાગના મકાનોને સળગાવી વેર લેવામાં આવ્યું હતું. આથી ચાંડપના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, ત્યારબાદ નાથાજી અને તેના સાથીઓ પોલિટીકલ એજન્ટ પાસે રક્ષણ આપવાની શરતે શરણાગતિ સ્વીકારવા તૈયાર થયાં, પરંતુ નાથાજીએ મક્કમ રહી 25 ઓક્ટોમ્બર, 1857ના રોજ પોલિટીકલ એજન્ટને ઘમકી આપતા એક પત્રમાં લખ્યું કે, "ત્રણ રાત્રિ અગાઉ અમે ફુલપુરમાં મળ્યા હતાં, ત્યારે તમને એક ચિઠ્ઠી લખી હતી. તમે આ ચિઠ્ઠીની નોંધ સરખી પણ લીધી નથી. જો આગામી 15 દિવસમાં ચિઠ્ઠી મુજબ યોગ્ય જવાબ નહીં મળે, તો તમારો જીવ જોખમમાં મુકાશે." આમ, વિપ્લવકારોએ પોતાની ઝુંબેશ સતત ચાલું જ રાખી અને 27 માર્ચ, 1858 સુધીમાં માત્ર 14 વિપ્લવકારો જ પકડાયા હતાં.

Mudeti Village, Chandap Village, Idar,Sabarkantha District,Gujarat, 1857 revolt and history of Idar,1857 revolt , ચાંડપ, મુડેટી, 1857નો વિપ્લવ અને ચાંડપ,

Tuesday, February 21, 2017

તસવીરઃ-કલ્પેશ મકવાણા 
તસવીરઃ-કલ્પેશ મકવાણા 

બેટી પઢાઓ નારા સામે સંસ્કૃતિની વાહ વાહ...


તસવીરઃ-કલ્પેશ મકવાણા 
તસવીરઃ-કલ્પેશ મકવાણા 
તસવીરઃ-કલ્પેશ મકવાણા 

Monday, February 20, 2017

ભવાઈ દ્વારા સમાજ જાગૃતિ...

     આધુનિક યુગમા ન્યૂ-મીડિયા સતત વિકસતુ માધ્યમ બન્યું છે. તેની સામે ઉત્તર ગુજરાતના મોટા-ભાગના જીલ્લાઓમા ભવાઈ  જેવા પરંપરાગત  માધ્યમ દ્વારા લોક જાગૃતિ તથા મનોરંજન  કાર્યક્રમો થાય છે.
     પાટણ જિલ્લાના સરવા ગામે આવો જ એક ભવાઈ  કાર્યક્રમ  રાખવામા  આવ્યો છે. જેમા વ્યસન મુક્તિ, સ્વચ્છતા, શૌચાલય જાગૃતિ, મતદાન જાગૃતિ જેવા મુદ્દાઓ ઉપર ભાર મૂકાયો  છે.
     લોક-નાટ્ય  ભવાઈ  ગામના મંદિરને ઓટલે  કે ચોકમા થાય છે. સંગીત, નૃત્ય અને  અભિનય દ્વારા સામાજિક  દુષણો  તથા સ્થાનિક  પરિસ્થિતિને  ભવાઈ-વેશોમા પરિવર્તિત  કરી કાર્યક્રમો  યોજાય છે.
     બીજી  તરફ  ગ્રામજનોની  નાટક-સિનેમાની તૃષા સસ્તામા ઘેર બેઠા સંતોષાય છે. ભવાઈના સંવાદો, રાસ-રાસડા, ગરબા-ગોફગૂથણ તથા અભિનય કર્તાઓની  પ્રેક્ષકો  સાથે સીધુ તાદાત્મ્ય  બની રહે છે. ભવાઈનુ સંગીત  તળપદી અને સ્થાનિક લોક બોલીમા હોવાથી તેમા વાત્સલ્ય, કૌટુંબિક  પ્રેમ, સામાજિક  લાગણી હોય છે.
     તૂરી સમાજ આવી ભવાઈ સાથે  જોડાયેલો છે. આપણી સરકારે પણ આવા કાર્યક્રમો પ્રોત્સાહન આપ્યુ છે. માહિતી નિયામકની કચેરી  દ્વારા  આવા વારસાને  જાળવી રાખવાના તથા ભવાઈને સામાજિક  કાર્યકર્તા જેમ સ્વીકારી છે.
તસવીરઃ-કલ્પેશમકવાણા

Wednesday, February 15, 2017

વેલેન્ટાઈન દિવસની અનોખી ઉજવણી...

      ગૂજરાત વિદ્યાપીઠના સોશ્યલ વર્કના વિધાર્થીઓ એ ગ્રામ સફાઈ કરી ઉજવ્યો વેલેન્ટાઈન દિવસ.
આ યુવાનોએ શહેર છોડી ગામમા આવી લોક સંપર્ક કર્યો.
      ગૂજરાત વિધાપીઠના સોશ્યલ વર્કના વિધાર્થીઓ અમદાવાદના દસકોઇ તાલુકાના ભુવાલડી ગામના લોકોને સ્વચ્છતાના પાઠ શીખ વ્યા.
       વિદ્યાર્થીઓ એ લોક સંપર્ક દ્વારા વ્યસન મુક્તિ અને સમાજ જાગૃતિનો કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમમા ગ્રામજનો, સરપંચ શ્રીમતી મીનાબેન ઠાકોર તથા તાલુકા ઉપ પ્રમુખ જનકભાઈ ઠાકોર જોડાયા હતા.
તસવીરઃ-કલ્પેશમકવાણા 
તસવીરઃ-કલ્પેશ મકવાણા 
પ્રકાશિત:- સંદેશ, તા.15-02-2017
તસવીરઃ-કલ્પેશ મકવાણા 

Tuesday, February 14, 2017

બુઢાપાનો સહારો - બેટી બચાવો...

તસવીરઃ-કલ્પેશ મકવાણા 
તસવીરઃ-કલ્પેશ મકવાણા 

તસવીરઃ-કલ્પેશ મકવાણા 

Tuesday, January 31, 2017

गहरी खोज, ફોટો સ્ટોરી

          પ્રકાશિત :- गहरी खोज, 
              ता. 31-01-2017
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા

Monday, January 30, 2017

સંદેશ ફોટો સ્ટોરી

તસવીર:-કલ્પેશ મકવાણા

તસવીર:-કલ્પેશ મકવાણા

 પ્રકાશિત :- સંદેશ, 
તા. ૩૧-૦૧-૨૦૧૭ 

તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા

નદીના નીરમાં નાળિયેર મળે ના મળે...

તસવીર:-કલ્પેશ મકવાણા

Saturday, January 28, 2017

Thursday, January 26, 2017

ગુજરાતી પત્રકારત્વ ઇતિહાસમા પહેલીવાર સિયાચેન સરહદનું રિપોર્ટિંગ...

Harshal Pushkarna

તસવીર:-કલ્પેશ મકવાણા

તસવીર:-કલ્પેશ મકવાણા

Nagendra Vijay 

તસવીર:-કલ્પેશ મકવાણા

તસવીર:-કલ્પેશ મકવાણા

26, જાન્યુઆરી-2017

તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા

हम साथ-साथ हे ।