આધુનિક યુગમા ન્યૂ-મીડિયા સતત વિકસતુ માધ્યમ બન્યું છે. તેની સામે ઉત્તર ગુજરાતના મોટા-ભાગના જીલ્લાઓમા ભવાઈ જેવા પરંપરાગત માધ્યમ દ્વારા લોક જાગૃતિ તથા મનોરંજન કાર્યક્રમો થાય છે.
પાટણ જિલ્લાના સરવા ગામે આવો જ એક ભવાઈ કાર્યક્રમ રાખવામા આવ્યો છે. જેમા વ્યસન મુક્તિ, સ્વચ્છતા, શૌચાલય જાગૃતિ, મતદાન જાગૃતિ જેવા મુદ્દાઓ ઉપર ભાર મૂકાયો છે.
લોક-નાટ્ય ભવાઈ ગામના મંદિરને ઓટલે કે ચોકમા થાય છે. સંગીત, નૃત્ય અને અભિનય દ્વારા સામાજિક દુષણો તથા સ્થાનિક પરિસ્થિતિને ભવાઈ-વેશોમા પરિવર્તિત કરી કાર્યક્રમો યોજાય છે.
બીજી તરફ ગ્રામજનોની નાટક-સિનેમાની તૃષા સસ્તામા ઘેર બેઠા સંતોષાય છે. ભવાઈના સંવાદો, રાસ-રાસડા, ગરબા-ગોફગૂથણ તથા અભિનય કર્તાઓની પ્રેક્ષકો સાથે સીધુ તાદાત્મ્ય બની રહે છે. ભવાઈનુ સંગીત તળપદી અને સ્થાનિક લોક બોલીમા હોવાથી તેમા વાત્સલ્ય, કૌટુંબિક પ્રેમ, સામાજિક લાગણી હોય છે.
તૂરી સમાજ આવી ભવાઈ સાથે જોડાયેલો છે. આપણી સરકારે પણ આવા કાર્યક્રમો પ્રોત્સાહન આપ્યુ છે. માહિતી નિયામકની કચેરી દ્વારા આવા વારસાને જાળવી રાખવાના તથા ભવાઈને સામાજિક કાર્યકર્તા જેમ સ્વીકારી છે.
![]() |
તસવીરઃ-કલ્પેશમકવાણા |
No comments:
Post a Comment