Saturday, December 29, 2018

યુનિવર્સિટીમાં પત્રકારો સાથે ગેરવર્તણૂક, સરકારી બાબુની ગુંડાગર્દી

News...

તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારો સાથે પોલીસે ઝપાઝપી કરી હતી. આ અંગે મીડિયા કર્મચારીઓએ પોલીસનું આ કૃત્યને ગુજરાત સરકારની દમનગીરીનું પ્રતિનિધિત્વ કરતા હોવાનું જણાવ્યું હતું.

 સૌજન્યઃ TV9 Gujarati
મામલો એમ હતો કે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ ABVPના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી હતી. જેથી NSUI કાર્યકરોએ વિરોધ કર્યો હતો. આ ઘટનાનું કવરેજ કરવા ગયેલા ગુજરાતી મીડિયાકર્મી ઉપર યુનિવર્સિટીના અધિકારીઓએ હુમલો કર્યો હતો. જેથી ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ત્યાં રહેલી પોલીસે મીડિયાકર્મીને ધક્કો માર્યો હતો.

આ ઉપરાંત મીડિયાકર્મીનો કેમેરો પણ તોડી નાંખ્યો હતો. પોલીસે મીડિયાકર્મી પર હાથ પણ ઉપાડ્યો હતો. આમ, મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરતા છેવટે વિરોધ ઉગ્ર બની ગયો હતો. આમ, શિક્ષણના ધામમાં દાદાગીરીથી ગુજરાત યુનિવર્સિટી ફરી પાછી ચર્ચાના ચોપડે ચડી હતી. સમગ્ર ઘટનાનું કવરેજ કરવા ગયેલા VTV, News18 gujarati, Tv9, ABP Asmitaના પત્રકારો પર પોલીસે ઝપાઝપી કરી હતી. 

Views...

મીડિયા સાથે આવી ગેરવર્તણૂક કરી યુનિવર્સિટીના અધિકારી અને પોલીસેકર્મીએ મીડિયા પર તરાપ મારી છે. આવું કરી સરકારી ચમચાઓએ મીડિયાની અભિવ્યક્તિ પર સવાલો ઉભા કર્યાં છે. વત માત્ર એક ઘટનાની નથી.

આવી તો ઘણી બધી ઘટનાએ પત્રકારો સાથે બનતી હોય છે, પરંતુ શું ન્યાય માટે લડતા પત્રકારોને યોગ્ય ન્યાય મળે છે ખરો?....ના. આવી દમન કર્યા બાદ સરકારી બાબુઓમાં મીડિયાનો ડર જ રહ્યો નથી. તંત્ર પણ આવા કર્મચારીઓને છાવરવાની કોશિશ કરતું હોય છે.    

No comments:

Post a Comment