પોલીસેની દારૂ પાર્ટી પર રેડ, મહિલાએ પોતાનું મોઢું સંતાડ્યું, જુઓ આ રહી તસવીરો...
આવા ટાઈટલ સાથે આપશે વેબ પર સ્ટોરીઓ ચલાવી. સમાચાર માત્ર એટલા જ હતાં કે, સુરતની એક હોટલમાં દારૂ પાર્ટી પર પોલીસે રેડ પાડી. કેટલાંય અનુમાન સાથે આપણે બ્રેકિંગ પર બ્રેકિંગ લેતા રહ્યાં અને ચલાવતાં રહ્યાં, એક ટીવી ચેનલે એવું ન વિચાર્યું કે, મેહેફિલ માણતી મહિલાઓની તસવીરો બતાવી આપણે ન્યૂઝ તો ચલાવ્યાં પણ ખરેખર કોઈ ચેનલે કે વેબસાઈટે એવું ન જ વિચાર્યું કે, આ મહિલાઓનું શું થશે?
આવા ટાઈટલ સાથે આપશે વેબ પર સ્ટોરીઓ ચલાવી. સમાચાર માત્ર એટલા જ હતાં કે, સુરતની એક હોટલમાં દારૂ પાર્ટી પર પોલીસે રેડ પાડી. કેટલાંય અનુમાન સાથે આપણે બ્રેકિંગ પર બ્રેકિંગ લેતા રહ્યાં અને ચલાવતાં રહ્યાં, એક ટીવી ચેનલે એવું ન વિચાર્યું કે, મેહેફિલ માણતી મહિલાઓની તસવીરો બતાવી આપણે ન્યૂઝ તો ચલાવ્યાં પણ ખરેખર કોઈ ચેનલે કે વેબસાઈટે એવું ન જ વિચાર્યું કે, આ મહિલાઓનું શું થશે?
જોકે, આમ, તો ગુજરાતમાં દારૂ બંધી છે, દારૂ પીવો એ યોગ્ય પણ નથી, પણ કેટલોય દારૂ પિવાય છે. પોલીસને આ દારૂ ક્યાંથી આવે છે. એમાં રસ નથી પણ મહિલાઓની કિટી પાર્ટીમાં રેડ પાડવામાં વધારે રસ લાગે છે. એક બ્રેકિંગ ન્યૂઝ ચલાવવાની લાયમાં કેટલાય ન્યૂઝ નજઅંદાજ કરાયા. મહિલાઓ દારૂ પી બદનામ ન થઈ એના કરતાં વધારે આપણે એમના ફોટો દર્શવી બદનામ કરી....
લખવા જઈએ તો ઘણું બધુ લખાય, પણ ગુજરાતના કોઈ મીડિયા ગ્રૃપે મહિલાઓના ભવિષ્યનો વિચાર કર્યો નથી. આજ મહિલામાંથી કેટલીક એક પરિવારની વહુ, દિકરી, માઁ હોઈ શકે. પણ શું....આપણે તો એનો વિચાર કર્યાં વગર બસ બ્રેકિંગની લાયમાં વિઝ્યુલ ચલાવે રાખ્યાં. ઘણાં સ્કિનશોર્ટ લીધા છે, પણ અહીં બધા મુકી શકું એમ નથી. જે મુક્યાં છે, એ પણ બ્લર કરી મુક્યાં છે. આવા સંજોગામાં એક મહિલા તરીકે પ્રતિક્રિયા શું હોઈ શકે.
જાણો એક મહિલાની આપવીતી.....
શું આ મુદ્દાઓ દેશ માટે એટલા જરુરી છે કે, જેમાં સ્ત્રીના સન્માનની ચિંતા કર્યા વગર બ્રેકિંગ ન્યૂઝ બનાવી દેવામાં આવે. ગુજરાતમાં દારુની મહેફિલ એ ગુજરાતનો પહેલો કિસ્સો તો નથી, આવી 365 દિવસની 365 પાર્ટીઓ ગુજરાતમાં દરરોજ થાય છે. ગુજરાતમાં જ્યારે દારુબંધી છે તો, આ દારુ ક્યાંથી આવ્યો, એ કોયડો ઉકેલવાની જગ્યાએ દરેક મીડિયા ચેનલે મહિલાઓના ચારિત્ર્યને ખુલ્લે આમ બદનામ કર્યું.સ્વતંત્ર દેશમાં સ્વતંત્રતાના વિચાર અને અધિકારની વાત કરવામાં આવે તો સ્ત્રીને પુરુષ સમાન ગણવામાં આવે છે, આવી પાર્ટીઓ જ્યારે પુરુષો દ્વારા કરવામાં આવે તો ત્યારે કેમ કોઇ ચેનલ કે અખબાર તેની પાછળ કેમેરા લઇને ભાગતું નથી? જે લોકો ગુજરાતમાં વસે છે એ લોકો માટે દારુબંધી છે, તેનો અર્થ એવો તો નથી કે ગુજરાતની બહાર જઇને પણ દારુ નથી પી શકતા અને ગુજરાતના લોકો ખાસ દારુ પીવા બહાર જાય છે. ખેર આ તમામ ઘટનામાં એક બાબત વિચારવા જેવી હતી કે, આ દારુ આવ્યો ક્યાંથી? શું પોલીસે આ બાબતે કોઈ તપાસ કરી ખરી?
મીડિયાએ મહિલાઓની અધુરી બ્લર કરેલી તસવીરો ચલાવી, પણ દારૂ વિશે વિચાર્યું ખરુ? કોઇએ વિચાર્યુ કે, આવું કરવાથી એ મહિલાઓની આવનારી જીંદગી પર કેવી અસર થશે? આ મહિલામાંથી અમુક પરણિત હશે તો અમુકના લગ્ન થશે? મીડિયાએ બ્લર કર્યા વગર આ મહિલાના ચહેરા લોકો સમક્ષ બતાવીને પોતાની બર્બરતા સાબિત કરી છે.
- કોઇ મહિલાનો પતિ ઓફિસ જાય અને તેની સામે પ્રશ્ન ઊભો થાય કે, પેલી તારી જ પન્તી હતીને જે કાલે ન્યૂઝમાં આવી
- કોઇ પરિવાર કહેશે કે, પેલી તમારી જ વહુ હતીને જે કાલે દારુના સમાચારમાં સામે આવી હતી, તમે તો કહેતા હતાં કે બહું સંસ્કારી છે.
- કોઇ બાળકને શાળામાં મિત્ર કહેશે કે, અલ્યાં કાલે તારી મમ્મી ટીવીમાં આવી હતી નઈ.
- કોઇ કુંવારી હશે તો તેના લગ્ન થશે ખરા?
- ગુજરાતમાં દારુ ક્યાંથી આવે છે?
- જો દારુબંધી છે તો દેખાતી કેમ નથી?
- ગુજરાતમાં દારુ કેવી રીતે લાવવામાં આવે છે?
મીડિયા પ્રજાની માટે કામ કરે છે. પ્રજાના હિતમાં કામ કરવું એ મીડિયાનું કામ છે. આવું કરી મીડિયા સાબિત કરી રહી છે કે, તે કોઇ આતંકવાદીના ઇન્ટરવ્યું નથી લાવી શકતી, પણ આવા દરોડા પાડી મહિલાઓના ફોટા જાહેર કરી શકે છે. આ સંપૂર્ણ બાબતો વિચારવા જેવી છે. આજે એક ગુજરાતી મીડિયામાં કામ કરીને એવું લાગે છે કે, આપણી BREAKING NEWS હવે પત્રકાત્વના મુલ્યો ભૂલી રહી છે. મારે બસ એટલું જણાવવું છે કે, ચહેરા એના સામે લાવો, જેણે આ દારુ ગુજરાતમાં આવવા દીધો. કોઇ દિવસ મનમાં પ્રશ્ન નથી આવ્યો કે, આટલા બધા દરોડા અને લાખોનો દારુ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે, તેમ છતાં શા માટે આ બુટલેગરોને બીક નથી. દારૂ ક્યાંથી આવ્યો એની જગ્યાએ કિટી પાર્ટીનો ખુલાસો કરવામાં લાગી ગયું છે આપણું ગુજરાતી મીડિયા...
No comments:
Post a Comment