Sunday, May 20, 2018

ગુજરાતના માંજીની ટાઈમ્સે નોંધ લીધી....


ક્યાંક ગાંધી-બુદ્ધને વાવી શકો તો તમે પણ યુદ્ધ અટકાવી શકો.


એક સમયે 'માઉન્ટેન મેન' તરીકે જાણીતા દશરથ માંજીના જીવન પર એક ફિલ્મ આવી હતી. આ દશરથ માંજીએ પોતાના અથાગ પ્રયત્નથી પહાડ ચીરી 15km લાંબો રસ્તો બનાવ્યો હતો. આજે હું એક એવા જ ગુજરાતના 'માંજી'ની મુલાકાત કરાવીશ. જેનું નામ છે મુસ્તુખાન સુખ.

Photo:- Kalpesh

મુસ્તુખાન છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખાટા સિતારા ગામ કામ કરી રહ્યો છે. આ ખાટી સિતારા ગામ બનાસકાંઠા જિલ્લાના નકશામાં જ નહોતું. પાલનપુરથી 55kmની અંતરે આવેલું આ ગામ જ્યાં જવા માટે તમારે 5Km ચાલતા જવું પડે છે. આજથી 5 વર્ષ પહેલાં જ 102 મકાનની વસ્તી ધરાવતા આ ખાટી સિતારા ગામમાં મુસ્તુએ બાઈક ચાલી શકે તેવો રસ્તો બનાવ્યો હતો. આ રસ્તો બનાવવા તેને ગામના લોકોનો સાથ મળેલો. આ રસ્તો લગભગ 4.5km લાંબો છે.

આમ, તો મુસ્તુ ભાઈ મારો સિનિયર પણ હું એને મોટો ભાઈ માનું. હું જ્યારે વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા ગયો ત્યારે તેનું નામ મારા કાને આવેલું. હું રહ્યો પત્રકારત્વનો વિદ્યાર્થી એટલે આવું અનોખું કામ કરતા લોકોને મળવાનો અને તેની સાથે વાતો કરવાનો ખુબ જ શોખ. વિદ્યાપીઠમાં MSW કર્યાં બાદ મુસ્તુ સાબરમતી આશ્રમમાં નોકરી પર લાગેલો પણ મનમાં તો લોકો માટે સેવા કરવાની ઈચ્છા. આથી મોટા પગારવાળી નોકરી છોડી ચાલી પડ્યો લોકોની સેવા કરવા, જે ગામ ગુજરાતના નકશામાં નહોતું તે ગામે કામ કરવાનું વિચાર્યું અને એક થેલો લઈ નીકળી પડ્યો.

Photo:- Kalpesh

મને યાદ છે, જ્યારે હું તેને મળવા ગયો ત્યારે એને કહેલું કે, હું અહીં આવ્યો ત્યારે મને આતંકવાદી સાથે સરખાવાયો. પરંતુ મેં એ વાતો પર ક્યારેય ધ્યાન ન આપ્યું અને મારું કામ શરૂ જ રાખ્યું. ધીરે-ધીરે લોકોને મારા પર વિશ્વાસ આવતો ગયો અને પછી તો મારૂ સાચું કામ શરૂ થયું. આમ, મુસ્તુ ગુજરાત વિદ્યાપીઠનો ગ્રામશિલ્પી એટલે તેને કેટલાંક નિયમોને આધારે ચાલવું પડે છે, ઘણીવાર તેણે ગ્રામશિલ્પીની યોજના અને તેને ચલાવનાર લોકો પર સવાલો ઉઠાવ્યાં છે, પરંતુ હંમેશા ગાંધીના વિચારે ચાલનાર મુસ્તુ બધી વસ્તુને નજરઅંદાજ કરી પોતાના કામ પર ધ્યાન આપતો.

મને તો ત્યાં જ રહેવાનું મન થઈ ગયેલું પણ પછી વિચાર્યું કે, મારી લાઈફ થોડી અલગ છે. એટલે હું આવું નહિં કરી શકું પણ હા મારાથી બનતી મદદ ચોક્કસ કરીશ. આજે પણ મને ત્યાં જવાનું મન થાય છે. કેમ કે એ જગ્યા કંઈક અલગ છે. તેને માણવાની મજા પણ કંઈક અલગ છે. બસ હવે કંઈ જ લખવું નથી કેમ કે મેં નક્કી કરેલું કે હું બધા લોકોને મુસ્તુ વિશે વધુને વધુ લોકોને વાત કરીશ. પણ લખીશ નહીં, હવે બસ....વધારે જાણવા માટે એક મુલાકાત જરૂરી છે....

આજે એટલા માટે લખવાનું મન થયું કે, દેશના મોટા મીડિયા ગૃપ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ તેના વિશે એક સ્ટોરી કરી છે.

Creen Short:- Times Of India



ટાઈમ્સની સ્ટોરી વાંચવા માટે ક્લિક કરો...Times Of India


No comments:

Post a Comment