Friday, March 23, 2018

રવિ વર્માની 'તિલોત્તમા' 5.17 કરોડમાં વેચાઈ


ભારતના મહાન ચિત્રકાર રાજા રવિ વર્માની પ્રખ્યાત અનામી પેઈન્ટિંગ 'તિલોત્તમા' ગુરૂવારની હરાજીમાં 5.17 કરોડમાં વેચાઈ છે. આ ચિત્રની અંદાજીત કિંમત 3.90 કરોડથી વધુ આંકવામાં આવી હતી. આ મોર્ડન એન્ડ કન્ટેમ્પરેરી આર્ટનું દક્ષિણ એશિયામાં વેચાણ કરવામાં આવ્યું છે. જેની કિંમત 5.17 કરોડ મળી છે. આ આંતરરાષ્ટ્રીય હરાજીમાં રાજા રવિ વર્માના ચિત્રોને હિન્દુ પૌરાણિક શાસ્ત્રના એક ચરિત્ર તરીકે દર્શાવાવમાં આવ્યાં હતાં.

તસવીરઃ- Google Photo
આ ચિત્રનું નામ "તિલોત્તમા" સોધેબી હતું. એક હિન્દુ પૌરાણિક કથા મુજબ, જે રાક્ષસોને કોઈ જ મારી શકતું નહોતું, તેવા સુંદા અને ઉપસુંદા રાક્ષકોને મારવા માટે બ્રહ્માની વિનંતીને માન આપી આ તિલોત્તમાનું સર્જન કરાયું હતું. દંતકથા અનુસાર, બંને રાક્ષસો સગા-ભાઈ હતાં અને તેઓ તિલોત્તમાની સુંદરતાથી મોહિત થયાં હતા. બંને રાક્ષસો તિલોત્તમાને પામવા માટે એક-બીજા સાથે લડ્યા હતાં. આમ, બંનેએ એકબીજાને મારી નાંખ્યા હતાં. આ દંતકથા મુજબ રાજા રવિ વર્માએ આ ચિત્રનું પેન્ટિંગ કર્યું હતું.

મહત્વનું છે કે, રવિ વર્માના પેઈન્ટિગ્સને ભારત સરકારે વર્ષ 1979માં રાષ્ટ્રીય સંપતિ તરીકે જાહેર કર્યાં હતા. ચિત્રકાર રવિ વર્માએ પશ્ચિમ દેશોના વિષય પર પણ થોડાં ચિત્રો દોર્યા હતા. આ સિવાય વેદ કાળ, રામાયણ અને મહાભારતની ગૂઢ વાર્તાઓ પર પણ તેમણે ચિત્રો દોર્યા હતા. રવિ વર્માના કેટલાંક ચિત્રો ફરીથી દોરવાનો સૌથી મોટો પડકાર એ હતો કે, આ ચિત્રો મોટાં કદના દેખાતા હોવાથી તેને ફરીથી દોરવા માટે મોટી તકલીફો પડતી હતી. આ ચિત્રોમાં કેટલાંક ચિત્રો પશ્ચિમી સંસ્કૃતિના પણ હતાં, તો કેટલાંક ક્લાસિક ચિત્રો ભારતીય સંસ્કૃત્તિના પ્રતિક સમાન હતાં.

તસવીરઃ- Google Photo


No comments:

Post a Comment