ગૂજરાત વિધાપીઠમાં પત્રકારત્વ વિભાગ દ્વારા આગામી 29 જાન્યુઆરી એટલે કે ભારતીય પત્રકારિતા દિવસની ઉજવણીના ભાગ રૂપે લોકતંત્ર,મીડિયા અને વિકાસના વિષય પર બે દિવસીય પરિસંવાદ યોજાયો.જેમા આઠ રાજ્યના પત્રકારત્વ વ્યવસાય અને અભ્યાસ સાથે જોડાયેલા વ્યક્તિ વિશેષના પ્રવચનો થયા
ઇગ્નુ યુનીવર્સીટીના પ્રો.શંભુનાથ સિંહે વર્તમાન સમયની મીડિયાની કામગીરી વિશે જણાવતા કહ્યું કે આજનું મીડિયા ફોલોઅર્સ ભેગા કરે છે, વધુમાં જણાવતા કહ્યું કે મીડિયાનું કામ લોકમતને બહાર લાવવાની સાથે સાથે લોકમતને સમજવાનું પણ છે. વિદ્યાપીઠ અને ગાંધીજી વિશે જણાવતા કહ્યું કે વિદ્યાપીઠ ગાંધીજીની કર્મભૂમિ છે.
કુલનાયક અનામિક શાહે જણાવ્યુ કે આજનું પત્રકારત્વ શોર-બકોરથી ખરડાયેલું છે. ગાંધીજીના ગ્રામ સ્વરાજ વિશે જણાવતા કહ્યું કે ગ્રામીણ પત્રકારત્વમાં આજે પણ ગાંધીનું ગ્રામ-સ્વરાજ પ્રસ્તુત છે. આજના પત્રકારત્વમાં રાજકીય ભેલાણ થઇ ગયું.
મણીપાલ યુનીવર્સીટી કર્ણાટક ના પ્રો.ડૉ.પદ્મારાણી એ મીડિયાથી લોકતંત્ર અને વિકાસ ના સંદભૅ વાત કરતા જણાવ્યુ હતુ કે વિકાસનુ પહેલું પગથીયું લોકતંત્ર છે. આથી વિકાસમાં તેનું આગવું મહત્વ છે
પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ ડૉ. વિનોદ પાંડેએ પરિસંવાદનો પરિચય આપતા જણાવ્યું કે વર્તમાન સમયમાં પત્રકારત્વ પર વિશ્વસનીયતાના સવાલો વારંવાર થતા રહ્યા છે. તેના સંદર્ભે આજના કાર્યક્રમમાં લોકતંત્ર અને વિકાસમાં મીડિયા ની ભૂમિકા આગવી છે.
આ કાર્યક્રમમાં ૪૦થી પણ વધારે સંશોધન પેપર રજુ થયા. લોકતંત્ર અને વિકાસના સંદર્ભે નવી નવી તરકીબો દ્રારા મીડિયાની ભૂમિકાની રજૂઆત થઇ તથા પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક,રેડીઓ અને ન્યુમીડિયામાં કામ કરતા તજજ્ઞો દ્વારા ચર્ચા થઇ. કુલસચિવ રાજેન્દ્ર ખીમાણીએ અભારવિધિ કરી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અંશુ સિન્હાએ કર્યું હતું.
તસવીર :-કલ્પેશ મકવાણા |
તસવીર :-કલ્પેશ મકવાણા |
![]() |
તસવીર :-કલ્પેશ મકવાણા |
![]() |
તસવીર :-કલ્પેશ મકવાણા |
![]() |
તસવીર :-કલ્પેશ મકવાણા |
![]() |
તસવીર :-કલ્પેશ મકવાણા |
પ્રકાશિત:- દિવ્ય ભાસ્કર, નવ ગુજરાત સમય,
બી.કે.ન્યુઝ, ગુજરાત સમાચાર
![]() |
તસવીર :-કલ્પેશ મકવાણા |
No comments:
Post a Comment